• Gujarati News
  • Lifestyle
  • Former Boxing School Nationals Medalist Ritu Quits Due To Financial Hardship, Works As A Parking Attendant To Treat Sick Father

મજબૂરી સામે સપના તૂટ્યાં:પૂર્વ બોક્સિંગ સ્કૂલ નેશનલ્સ મેડલિસ્ટ રિતુએ આર્થિક તંગીને લીધે રમવાનું છોડ્યું, બીમાર પિતાની સારવાર માટે પાર્કિંગ અટેન્ડન્ટનું કામ કરે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિતુના ભાઈ પણ છૂટક મજૂરી કરે છે - Divya Bhaskar
રિતુના ભાઈ પણ છૂટક મજૂરી કરે છે
  • તેને પાર્કિંગ અટેન્ડન્ટનું કામ કરીને રોજના 350 રૂપિયા મળે છે
  • વર્ષ 2017માં પિતાની બીમારી વિશે ખબર પડી હતી

23 વર્ષીય રિતુ પૂર્વ બોક્સિંગ સ્કૂલ નેશનલ્સ મેડલિસ્ટ અને ઇન્ટર સ્કૂલ મેડલિસ્ટ છે. હાલ તે સ્પોર્ટ્સથી દૂર છે અને દિલ્હીમાં સેક્ટર 22 સ્થિત શાસ્ત્રી માર્કેટમાં પાર્કિંગ અટેન્ડન્ટનું કામ કરી રહી છે. આ ટેલેન્ટેડ ખેલાડીએ વર્ષ 2017માં આર્થિક તંગીથી મજબૂર થઈને બોક્સિંગ કરવાનું બંધ કરી દીધું હતું. તેને પાર્કિંગ અટેન્ડન્ટનું કામ કરીને રોજના 350 રૂપિયા મળે છે. રિતુએ કહ્યું, વર્ષ 2017માં માતા પિતા બીમાર પડતા મેં બોક્સિંગ છોડી દીધું જેથી હું રૂપિયા કમાઈને ઘરની જવાબદારી ઊઠાવી શકું. રિતુના ત્રણ ભાઈ છે તેઓ ચંડીગઢ અને માહોલીમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

મજબૂરીમાં આ કામ કરવું પડે છે
રિતુએ કહ્યું, હું મારો અને પિતાની બીમારીનો ખર્ચ ઊઠાવી શકું એટલી કમાણી થતી નથી. પાર્કિંગ અટેન્ડરનું કામ કરવું સરળ તો નથી પણ હાલ ગુજરાન ચલાવવા બીજો કોઈ ઓપ્શન નથી. આથી મજબૂરીમાં આ કામ કરવું પડે છે.

રિતુનું સપનું છે કે તે આર્મી જોઈન કરે. તે સતત આર્મીની પરીક્ષાઓ પણ આપી રહી છે. બોક્સિંગમાં જો તેને દેશનું નામ રોશન કરવાનો મોકો મળશે તો આ રિતુ માટે ગર્વ સમાન છે.