• Gujarati News
  • Lifestyle
  • For The Last 32 Years Dr. Jayashree Mondkar, Who Runs India's First Human Milk Bank, Says, "The More Milk A Mother Donates, The More Her Milk Production Increases."

બ્રેસ્ટફીડિંગ વીક:છેલ્લા 32 વર્ષથી ડૉ. જયશ્રી મોન્ડકર ભારતની પ્રથમ હ્યુમન મિલ્ક બેંક સંભાળે છે, તેઓ કહે છે, ‘એક મા જેટલું દૂધ ડોનેટ કરે છે, તેનું મિલ્ક પ્રોડક્શન એટલું જ વધે છે’

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ આ હ્યુમન મિલ્ક બેંકમાં દર વર્ષે 800થી 1200 લીટર દૂધ જમા થાય છે
  • જે માતાઓ સ્તનપાન કરાવી શકતી નથી તેમના બાળકોને આ બેંક દૂધ પૂરું પાડે છે

જે બાળકો જન્મતાંની સાથે માતાનું દૂધ પી શકતાં નથી, તેમના માટે મુંબઈની સિવિક રન સિઓન હોસ્પિટલ કોઈ વરદાનથી ઓછી નથી. અહીં ભારતની પ્રથમ હ્યુમન મિલ્ક બેંકની સ્થાપના કરવામાં આવી હતી. 27 નવેમ્બર, 1989માં ડૉ. અર્મીડા ફર્નાન્ડિસના નેતૃત્વમાં આ મિલ્ક બેંકની શરુઆત થઈ હતી. તે સમયથી આ બેંક સાથે ડૉ. જયશ્રી મોન્ડકર પણ જોડાયેલાં છે. તેમને ‘નવજાત બાળકોનાં ગોડમધર’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ નિયોનેટોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસરની સાથે હ્યુમન મિલ્ક બેંકના ઇન્ચાર્જ પણ છે. જે માતાઓ સ્તનપાન કરાવી શકતી નથી તેમના બાળકોને આ બેંક દૂધ પૂરું પાડે છે. માતાનું દૂધ બાળકના વિકાસ માટે મદદરૂપ છે અને તેમને અનેક બીમારીઓથી પણ બચાવે છે.

રોજ આ બેંકમાં આશર 3થી 4 લીટર દૂધ ભેગું થાય છે
ડૉ. જયશ્રીએ કહ્યું, માતાનું દૂધ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. જો કોઈ બાળકને આ દૂધ મળતું નથી તે તેઓ હ્યુમન મિલ્ક બેંકમાંથી લઈ જઈ શકે છે. આ બેંકની શરુઆત થઈ ત્યારે અહીં દર વર્ષે 200થી 300 લીટર દૂધ જમા થતું હતું. હવે અહીં દર વર્ષે 800થી 1200 લીટર દૂધ જમા થાય છે. રોજ આ બેંકમાં આશરે 3થી 4 લીટર દૂધ ભેગું થાય છે. આપણા દેશમાં મોટાભાગની માતાઓ એવું માને છે કે, મિલ્ક ડોનેટ કરવાથી શિશુ માટે તેનો સપ્લાય ઓછો થઈ જાય છે, પરંતુ આ એક ભ્રમ છે. એક મા જેટલું મિલ્ક ડોનેટ કરે છે, તેટલું જ મિલ્કનું પ્રોડક્શન વધે છે.

અન્ય સમાચારો પણ છે...