• Gujarati News
  • Lifestyle
  • For The First Time, The Leg Of A Hunter gatherer Child Was Amputated, Evidenced By The Skull

31 હજાર વર્ષ જૂનો સર્જરીનો ઇતિહાસ:પહેલીવાર એક શિકારી બાળકનો પગ કાપવામાં આવ્યો હતો, કંકાલથી પુરાવો મળ્યો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે કોઇના હાથ-પગમાં ખોડખાંપણ આવે છે ત્યારે ડોક્ટર સર્જરી કરી શરીરથી અંગોને અલગ કરી દે છે પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે દર્દીનો જીવ બચાવવાની આ રીત નવી નથી. તેનો પહેલો કેસ 31 હજાર વર્ષ પહેલા આવ્યો હતો. એ વખતે બોર્નિયો આઇલેન્ડના એક સર્જને શિકારી બાળકનો પગ કાપી નાખ્યો હતો. આ અહેવાલ નેચર જર્નલમાં પ્રકાશિત થયો હતો.

પાષાણ યુગમાં આ ઘટના બની હતી
રિસર્ચ અનુસાર આ ઘટના પાષાણ યુગની છે. તે સમયે આ સર્જરી ખૂબ જ વિશેષ હતી. એવું લાગે છે કે, બાળક પર કોઈ પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અથવા તેની સાથે કોઈ અકસ્માત થયો હતો, ત્યારબાદ તેનો પગ કાપવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ સિડનીના પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ એસોસિએટ અને બાયો-આર્કિયોલોજિસ્ટ મેલેન્ડ્રી વોકે જણાવ્યું હતું કે,‘ સર્જરી બાદ બાળક 6થી 9 વર્ષ સુધી જીવ્યું હતું. તેનો ઘા રૂઝાઈ ગયો હતો અને ચામડી સુકાઈ ગઈ હતી.’

બોર્નિયોની ગુફામાં મળી આવેલા બાળકના કંકાલમાં ઘૂંટણની નીચે પગ નથી
બોર્નિયોની ગુફામાં મળી આવેલા બાળકના કંકાલમાં ઘૂંટણની નીચે પગ નથી

બાળકે લાકડીને ટેકો બનાવ્યો
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પગ કાપ્યા બાદ બાળક પર્વતીય વિસ્તારમાં ઘણા વર્ષો સુધી લાકડાની મદદથી ચાલ્યું હતું. બાળકે આટલી ખતરનાક સર્જરી સહન કરી લીધી, એ જ મોટી વાત છે. આ ઓપરેશન બતાવે છે કે, તે સમયે લોકો તેમના સમુદાયની કેટલી સંભાળ રાખતા હતા. તમને જણાવી દઈએ કે, બોર્નિયોની નિર્જન ગુફા 'લિયાંગ ટેબો'માં બાળકનું કંકાલ મળ્યું છે, તેમાં ઘૂંટણની નીચે પગ નથી.

અગાઉ પણ સર્જરીના પુરાવા મળી આવ્યા
આ પહેલા પણ સર્જરી માટે હાથ-પગ કાપવાના પુરાવા મળી ચૂક્યા છે, પરંતુ તે માત્ર 7 હજાર વર્ષ જૂના છે. સર્જરીમાં એક વૃદ્ધનો ડાબો હાથ કાપીને અલગ કરી દેવામાં આવ્યો હતો. આ બંને રિસર્ચથી સાબિત થાય છે કે, સદીઓ પહેલા પણ લોકો નર્વસ સિસ્ટમ, જ્ઞાનતંતુઓ અને હાથ-પગના લોહીના પ્રવાહથી વાકેફ હતા. આ સાથે જ એ પણ જાણવા મળે છે કે, તે સમયે એશિયાના નિષ્ણાતોએ સર્જરીની આ રીત શોધી કાઢી હતી.