તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • For The First Time In Saudi Arabia During The Hajj, A Female Soldier Is On Duty In A Khaki Uniform, Long Jacket And Loose Trousers.

ઐતિહાસિક નિર્ણય:સાઉદી અરેબિયામાં પહેલીવાર હજ દરમિયાન મહિલા સૈનિક સામેલ, ખાખી યુનિફોર્મ, લોંગ જેકેટ અને લૂઝ ટ્રાઉઝરમાં ખડે પગે ફરજ નિભાવે છે

8 દિવસ પહેલા
દર વર્ષે મક્કામાં વધારે સંખ્યામાં હજ યાત્રીઓ આવે છે
  • મહિલા સૈનિક મોનાએ કહ્યું, આ પવિત્ર સ્થળ પર ફરજ બજાવી લોકોનું રક્ષણ કરવું એ એક નોબલ ટાસ્ક છે

સાઉદી અરેબિયામાં મહિલા સશક્તિકરણને સપોર્ટ કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદી અરેબિયામાં હજ દરમિયાન મક્કામાં મહિલા સૈનિકો તહેનાત કરી છે. અ મહિલાઓ પ્રથમવાર મક્કામાં ફરજ બજાવી રહી છે. દર વર્ષે અહીં વધારે સંખ્યામાં હજ યાત્રીઓ આવે છે. આ વર્ષે એપ્રિલ મહિનાથી પ્રથમવાર આ સિક્યોરિટી સર્વિસની શરુઆત કરી છે. મહિલા સોલ્જર મક્કા અને મદીનામાં ઘણા પવિત્રો સ્થળ પર અનેક લોકોનું રક્ષણ કરી રહી છે.

મહિલા સૈનિકોએ ડ્યુટીમાં ખાખી યુનિફોર્મ સાથે લોંગ જેકેટ અને લૂઝ ટ્રાઉઝર પહેર્યું છે. તેમના વાળ કેપ નીચે ઢંકાયેલા છે. મક્કામાં હાજર મહિલા સૈનિકમાં મોના સામેલ છે. તેણે કહ્યું. હું મારા પિતાની અધૂરી જર્ની પૂરી કરી રહી છું. તેઓ હવે આ દુનિયામાં નથી. આ પવિત્ર સ્થળ પર ફરજ બજાવી લોકોનું રક્ષણ કરવું એ એક નોબલ ટાસ્ક છે. અહીં ફરજ બજાવતી વખતે મને પોતાના પર ગર્વ થાય છે.

અન્ય એક મહિલા સૈનિકનું નામ સમર છે. તેણે કહ્યું, આ વાત વિચારીને જ મને ગર્વ થાય છે કે, આ પવિત્ર સ્થળ પર શ્રદ્ધાળુઓનું રક્ષણ કરવા માટે મારું સિલેક્શન થયું છે. આ દેશમાં આવતા અલ્લાહના મહેમાનોનું રક્ષણ કરવા અમે એકદમ તૈયાર છીએ.

અન્ય સમાચારો પણ છે...