તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં 130 વર્ષમાં પહેલી વખત દુર્લભ હિમ ઘુવડ જોવા મળ્યું. તેની જાણકારી ન્યૂયોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ક્સ એન્ડ રિક્રિએશન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી. પોસ્ટમાં લખ્યું છે, હિમ ઘુવડને એકલા રહેવાનું પસંદ છે. કૃપા કરીને તેનાથી અંતર રાખો, જેથી દરેક આ અનન્ય ક્ષણનો અનુભવ કરી શકે.
તે બીજા ઘુવડો કરતા એકદમ અલગ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સામાન્ય રીતે બીજા ઘુવડ દિવસમાં સૂવે છે અને શિકાર કરવા માટે રાત્રે જાગે છે. પરંતુ હિમ ઘુવડ દિવસમાં પણ એક્ટિવ રહે છે. આ પ્રજાતિના નર ઘુવડ એકદમ સફેદ હોય છે પરંતુ માદાના શરીર પર બ્રાઉન કલરના ટપકાં જોવા મળે છે.
આર્કટિક ટુંડ્રમાં જોવા મળે છે
ધ્રુવીય ઘુવડ ખાસ કરીને ઉત્તરી ગોળાર્ધના આર્કટિક ટુંડ્રામાં જોવા મળે છે. તે શિયાળાના દિવસોમાં પોતાનો શિકાર શોધવા માટે આર્કટિક ટુંડ્રા પહોંચે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે, તેને પોતાની આસપાસ મનુષ્યની દખલ પસંદ નથી.
રહેવાની જગ્યા શોધી રહ્યું છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નોર્થ અમેરિકામાં ઘુવડોની સંખ્યા વધારે છે, પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. પરિણામે ઘુવડોની સંખ્યા ઘટી રહી છે.
પક્ષીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ઓડુબોન સોસાયટીના ડાયરેક્ટર બ્રુકી બેટમેનના જણાવ્યા પ્રમાણે, થઈ શકે છે કે હિમ ઘુવડ ન્યૂયોર્કમાં રહેવાની જગ્યા શોઘી રહ્યું હોય.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.