અમેરિકામાં વ્હાઈટ હાઉસની નવા પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયર હશે. રાષ્ટ્રપતિ જો બાઈડને તેમને આગામી પ્રેસ સેક્રેટરી તરીકે નોમિનેટ કર્યા છે. પિયર વ્હાઈસ હાઉસમાં પ્રેસ સેક્રેટરીનું પદ સંભાળનાર પ્રથમ અશ્વેત અને LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયની મહિલા હશે. પિયર આવતા અઠવાડિયે જેન સાકીનું સ્થાન લેશે. અત્યારે તેઓ વ્હાઈટ હાઉસમાં ડેપ્યુટી સેક્રેટરીના પદ પર છે. રાષ્ટ્રપતિ બાઈડને પિયરના નામની જાહેરાત કરતા સમયે કહ્યું કે તેમને ગર્વ છે.
વ્હાઈસ હાઉસ સુધી પહોંચનાર કરીન જીન કોણ છે?
કરીન જીન પિયરની ઓળખ એક અમેરિકન પોલિટિકલ કેમ્પેનર, એક્ટિવિસ્ટ, રાજકીય વિવેચક અને હાઈટિયન હેરિટેજ બુકની લેખિકા તરીકે છે. તેમનો જન્મ ઓગસ્ટ 1977માં ફ્રાન્સના હૈતી પરિવારમાં થયો હતો, પરંતુ ઉછેર ન્યૂયોર્કમાં થયો. કરીનના પિતા ટેક્સી ડ્રાઈવર અને માતા મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા હતા. કરીને ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેમણે વર્ષ 2003માં સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયર્સ, કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.
ઓબામાના પ્રેસિડેન્શિયલ કેમ્પેનમાં મોટી જવાબદારી સંભાળી
ગ્રેજ્યુએશન પછી પિયર ન્યૂયોર્ક શહેરના પાર્ષદ જેમ્સ એફ ગેનારોનું કામ જોતા હતા. ત્યાં તેઓ ડાયરેક્ટર ઓફ લેજિસ્લેટિવ એન્ડ બજેટ અફેયર્સ સંભાળતા હતા. વર્ષ 2006માં, તેમણે વોશિંગ્ટન, ડીસીમાં વોલમાર્ટ વોચ તરીકે આઉટરીચ કોર્ડિનેટર કામ કર્યું. વર્ષ 2008માં જ્હોન એડવર્ડ્સના પ્રેસિડેન્શિયલ કેમ્પેનના દક્ષિણપૂર્વ પ્રાદેશિક રાજકીય નિર્દેશક બન્યા. આ દરમિયાન તેમણે પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં માટે કેમ્પેનની જવાબદારી લીધી અને તેના પછી ઓબામા એડમિનિસ્ટ્રેશનના પહેલા કાર્યકાળ દરમિયાન વ્હાઈટ હાઉસમાં રાજકીય બાબતોના પ્રાદેશિક રાજકીય નિર્દેશક તરીકે સેવા આપી. તે ઉપરાંત તેઓ બાઈડન-હેરિસ એન્ડ પબ્લિક અફેયર્સ પણ શીખવતા હતા.
પોતાના કામ અને અને હુનરના દમ પર વ્હાઈટ હાઉસ પહોંચી
પિયર પોતાના પાર્ટનર, CNN સંવાદદાતા સુઝેન માલ્વોક્સ અને તેમની પુત્રી સાથે વોશિંગ્ટન ડીસીમાં રહે છે. ઓબામાના કાર્યકાળ દરમિયાન જ્યારે તેઓ વ્હાઈટ હાઉસમાં હતા, ત્યારે તેમનો એક ઈન્ટરવ્યુ ઘણો ફેમસ થયો હતો. પોતાના ઈન્ટરવ્યુમાં પિયરે જણાવ્યું હતું કે, 'સૌથી સુંદર વાત એ છે કે અહીં માત્ર હું નથી, મારા જેવા ઘણા બધા છે. રાષ્ટ્રપતિ ઓબામાએ મને LGBTQના કારણે નહીં પણ મારા હુનરના કારણે પસંદ કરી છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.