તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • For Deep Cleaning, Do Not Wash The Bedsheets By Hand And Use A Washing Machine, Steam Iron Them So That They Become Sanitized.

ક્લીનિંગ ટિપ્સ:ડીપ ક્લીનિંગ માટે બેડશીટને હાથથી ન ધુઓ વૉશીંગ મશીનનો ઉપયોગ કરો, તેને સ્ટીમ આયરન કરો જેથી તે સેનિટાઈઝ થઈ જાય

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૉશીંગ કર્યા બાદ ડ્રાય કરવાથી ડ્રાયરની ગરમીથી બેડશીટ પર રહેલા કેટલાક જર્મ્સ નાશ પામે છે
  • શીટ્સને સ્ટીમ આયરન કરવાથી તે ફરી સેનિટાઈઝ થઈ જાય છે

કોરોનાકાળમાં મોટા ભાગનો સમય લોકો ઘરે જ વિતાવી રહ્યા છે તે માટે ઘરમાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે તે જરૂરી છે. ઘરની સ્વસ્છતા સાથે જરૂરી છે કે બેડશીટ્સ પણ સાફ અને સેનિટાઈઝ થાય.

દરરોજ વેક્યુમ ક્લીન કરો
ડેડ સ્કિન, ધૂળથી એલર્જી ન હોય તો પણ દરરોજ બેડશીટ વેક્યુમ ક્લીન કરવી જોઈએ. તેને લીધે એલર્જી વિકસિત થવાના ચાન્સથી બચી શકાય છે. વેક્યુમ ક્લીનર ન હોય તો મોટા બ્રિસલવાળા ડસ્ટિંગ બ્રશનો પણ ઉપયોગ કરી શકાય છે.

વીકલી વૉશ
બેડ પર ઘણા પ્રકારના બેક્ટેરિયા જમા થતા હોય છે. એક અઠવાડિયેમાં તો જર્મ્સનું તે પ્લેગ્રાઉન્ડ બની જાય છે. ડીપ ક્લીનિંગ માટે બેડશીટ હાથથી નહિ બલકે વૉશીંગ મશીનમાં ધુઓ. તેમાં વધારે ડિર્ટજન્ટ નહિ લાગે.

ડાયરેક્ટ બ્લીચ ન કરો
બ્લીચ ભલે અસરકારક ડિસઈન્ફેક્ટન્ટ હોય, પરંતુ બેડશીટ્સ પર તેનો ડાયરેક્ટ પ્રયોગ ન કરવો. ખાસ કરીને ડાર્ક અને પ્રિન્ટેડ બેડશીટ્સ પર. કેમિકલનો ઉપયોગ કરતાં પહેલાં બેટશીટનાં વૉશીંગ ઈન્સ્ટ્રક્શન જોઈ લો.

ડિસઈન્ફેક્ટન્ટ
હવે લોકો હર્બલ ડિસઈન્ફેક્ટન્ટની પસંદગી કરી રહ્યા છે. ટી-ટ્રી ઓઈલ જેવા ઓઈલ બેઝ્ડ ડિસઈન્ફેક્ટન્ટ, ફિનાઈલ બેઝ્ડ ડિસઈન્ફેક્ટન્ટ ફેબ્રિક ક્લીનર સાથે ઉપયોગ કરી શકાય છે. નવશેકાં પાણીમાં પલાળી તેને ઉમેરી બેડશીટ સેનિટાઈઝ કરી શકાય છે. ડિસઈન્ફેક્ટન્ટનો ઉપયોગ ડાયલ્યુટ કરીને જ કરવો જોઈએ.

ડ્રાયર
વૉશીંગ બાદ ડ્રાયરની ગરમીથી બેડશીટ પર રહેલા કેટલાક જર્મ્સ નાશ પામે છે. ડ્રાયર ન હોય તો તેને તડકામાં સૂકવો. ઘરની અંદર બેડશીટ ક્યારેય ન સૂકવવી.

સ્ટીમ આયરન
શીટ્સને સ્ટીમ આયરન કરવાથી તે 2 વાર સેનિટાઈઝ થઈ જાય છે. પાણીનું તાપમાન ફેબ્રિકને સેનિટાઈઝ કરી ક્રિસ્પ અને રેડી ટુ યુઝ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...