તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Food Warrior: Mumbai Man Provides Food Twice A Day To 200 COVID 19 Patients In Home Quarantine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ વોરિયર:મુંબઈનો બિઝનેસમેન હોમ ક્વોરન્ટીન 200 દર્દીઓને ફ્રીમાં બે ટંકનું ઘરનું ભોજન પહોંચાડે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજીવે કહ્યું-મારાથી શક્ય હશે તેટલી મદદ હું કરતો રહીશ - Divya Bhaskar
રાજીવે કહ્યું-મારાથી શક્ય હશે તેટલી મદદ હું કરતો રહીશ
  • રાજીવ સિંગલ અને તેમનો પરિવાર ગયા વર્ષે કોરોના પોઝિટિવ થતા ભોજનની તકલીફ પડી હતી
  • ભોજન માટે કોલ કરનારાને રાજીવ તેમનો કોરોના રિપોર્ટ દેખાડવાનું કહેતા નથી

આખી દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં સતત કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા છે. આ કપરા સમયમાં અનેક લોકોની માનવતાના ઉદાહરણ સામે આવી રહ્યા છે. લોકો શક્ય હોય તેટલી મદદ કરી રહ્યા છે. બિઝનેસમેન રાજીવ સિંગલ મુંબઈમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને બે ટંકનું ઘરનું હેલ્ધી ભોજન પહોંચાડે છે.

દર્દીને હેલ્ધી ગરમાગરમ ભોજન પ્રેમથી મોકલે છે
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાજીવનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને સાથે આખી ફેમિલી પણ વાઈરસની ઝપેટમાં આવી ગયો હતો. આ દિવસો રાજીવ ક્યારેય નહીં ભૂલી શકે. ઘરે ક્વોરન્ટીન હોવાથી તેમને સારું ભોજન મળતું નહોતું કે જાતે બનાવી શકે તે હાલતમાં નહોતા. કોરોનાની બીજી લહેરમાં પ્રથમ લહેર કરતાં કેસ વધારે છે અને સ્થિતિ પણ વધારે ખરાબ છે. રાજીવને ક્વોરન્ટીન સમયે જે તકલીફનો સામનો કરવો પડ્યો તે કોઈ બીજાને ના કરવો પડે આથી તેમણે ઘરે બનાવેલું ભોજન દર્દી સુધી પહોંચાડવાનું શરુ કર્યું. તેઓ 200 પેશન્ટને દિવસમાં બે વાર જમવાનું પહોંચાડે છે.

‘હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સ્થિતિ હું સમજી શકું છું’
હાલ રાજીવ આશા કિચન ફૂડ સાથે મળીને આ કામ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ઇન્ડિયા ટુડે સાથે વાતચીત દરમિયાન જણાવ્યું, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હું અને આખો પરિવાર કોરોના પોઝિટિવ હતા ત્યારે હેલ્ધી ઘરનું ભોજન મળવું મુશ્કેલ હતું. હાલ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સ્થિતિ હું સમજી શકું છું. આથી હું તેમને ભોજન આપવાનું કામ કરી રહ્યો છું.

દર્દીઓના ફોન સતત આવતા રહે છે
દર્દીઓના ફોન સતત આવતા રહે છે

કોરોના રિપોર્ટ માગતા નથી
રાજીવ સિંગલ તેમનો ફોન સોશિયલ મીડિયા પર લોકોને આપ્યો છે. તેમને ભોજન માટે ઘણા લોકોના ફોન આવે છે પણ ક્યારેય તેઓ સામેવાળી વ્યક્તિને કોરોના રિપોર્ટ બતાવવાનું કહેતા નથી. જે પણ ભોજન માટે રિક્વેસ્ટ કરે છે તેમને પ્રેમથી જમાડે છે. ભોજન ડિલિવરી એજન્સી દ્વારા દર્દીના એડ્રેસ પર મોકલે છે.

‘તમે પણ મદદ કરો’
રાજીવે કહ્યું, મારાથી શક્ય હશે તેટલી મદદ હું કરતો રહીશ. હું અન્ય લોકોને પણ આ કપરા સમયમાં મદદ માટે આગળ આવવા કહી રહ્યો છું. જ્યારે દર્દીને ભોજન મળે અને એ પછી તેમના ફોન આવે ત્યારે મને ઘણી ખુશી થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો