• Gujarati News
  • Lifestyle
  • Food Blogger Eats 5.5 Kg Of Restaurant Food In Two Days, Restaurant Refuses To Come On Third Day

ચીન:ફૂડ બ્લોગર બે દિવસમાં રેસ્ટોરાંનું 5.5 કિલો ફૂડ ખાઈ ગયો, રેસ્ટોરાંએ ત્રીજે દિવસ આવવાની ચોખ્ખી ના પાડી દીધી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૅન્ગ 20થી 30 બોટલ્સ સોયા મિલ્ક પી જાય છે

ચીનમાં એક ફૂડ લાઈવ સ્ટ્રીમર માટે BBQ બફેટ રેસ્ટોરાંએ દરવાજા બંધ કરી દીધા છે. આ બ્લોગરનું નામ કૅન્ગ છે અને રેસ્ટોરાંમાં વધારે ભોજન કરવાને લીધે તેનું નામ બ્લેકલિસ્ટમાં નાખી દીધું છે. કૅન્ગ આ રેસ્ટોરાંમાં બે વખત આવ્યો અને ટોટલ 5.5 કિલો વજનનું ભોજન ખાઈ ગયો.

કૅન્ગ પ્રથમવાર રેસ્ટોરાંમાં આવ્યો ત્યારે તે દોઢ કિલો ભોજન એક ઝટકે ખાઈ ગયો હતો અને બીજી વખત ગયો ત્યારે લાઈવ સ્ટ્રીમિંગ બનાવવાના ચક્કરમાં 3.5થી 4 કિલો ફૂડ ખાઈ ગયો હતો.

બે વખત રેસ્ટોરાંમાં ગયો હતો
કૅન્ગનો વ્યવહાર જોઈને રેસ્ટોરાંએ આ નિર્ણય લીધો. કૅન્ગ રેસ્ટોરાંમાં આવીને આટલું ફૂડ ખાઈ જાય છે તે તેના માલિકને પરવડે તેમ નહોતું. કૅન્ગ કહ્યું, હું વધારે ભોજન કરું છું, તો શું આ મારો વાંક છે? હું ભોજનનો બગાડ કરતો નથી.

20થી 30 બોટલ્સ સોયા મિલ્ક પી જાય છે
રેસ્ટોરાંનાં માલિકે કહ્યું કે, કૅન્ગ જ્યારે પણ રેસ્ટોરાંમાં આવે છે ત્યારે ઘણું બધું ફૂડ અને પૈસા બગાડે છે. તે અહીં આવે ત્યારે 20થી 30 બોટલ્સ સોયા મિલ્ક પી જાય છે. તે વાનગીની આખી ટ્રે સાફ કરી જાય છે. લાઈવ સ્ટ્રીમિંગના ચક્કરમાં દરેક વખતે ફૂડ બ્લોગર વધારે ભોજન ખાઈ જાય છે. આથી અમે તેમને રેસ્ટોરાંમાં એન્ટ્રી નહીં આપીએ.

આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા
આ ન્યૂઝ ચાઈનીઝ સોશિયલ મીડિયામાં ઘણા વાઇરલ થયા. યુઝર્સે આ મેટરમાં મિક્સ રિસ્પોન્સ આપ્યો હતો. એક યુઝરે લખ્યું, જો રેસ્ટોરાં પાસે કસ્ટમર્સને જમાડવા નાતે પૂરતું ભોજન ના હોય તો તેમણે ખોટી જાહેરાત ના કરવી. બીજા યુઝર્સે કહ્યું કે, રેસ્ટોરાંના માલિકે યોગ્ય કર્યું, કૅન્ગ આ રેસ્ટોરાંની ઓફરનો ફાયદો ઊઠાવી રહ્યો હતો.