લોન્ગ લાસ્ટિંગ નેલ પેઈન્ટ:તમારા સુંદર નખ પર નેલ પેઈન્ટ ટકતી નથી ? ટ્રાય કરો આ સરળ ટિપ્સ

રાધા તિવારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથ પર મોશ્ચ્રરાઈઝર ક્રીમ લગાવતા રહો

ઘણી બધી છોકરીઓની ફરિયાદ હોય છે કે, સારી નેલ પેઇન્ટ લગાવ્યા હોવા છતાં થોડા જ દિવસોમાં નીકળી જાય છે. દરેક છોકરીઓને તેમના સુંદર નખ ગમતા હોય છે. મેનિક્યોર પર રૂપિયા ખર્ચે છે અને મોંઘા નેલ પેઇન્ટ્સ શેડમાં ઈન્વેસ્ટ કરે છે. તમારી નેલ પેઇન્ટ નખ પર વધારે સમય સુધી રહે તેની સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ.

નેલ પેઇન્ટ લોન્ગ લાસ્ટિંગ રાખવા આટલું ધ્યાન રાખો
1. ઘણીવાર આપણે નેલ પેઇન્ટ ડાયરેક્ટ નખ પર લગાવી દઈએ છીએ અને કિનારી પર લગાવતા ભૂલી જઈએ છીએ. તેને લીધે આ સૂકાઈ જાય તેના થોડા જ ટાઈમમાં નીકળી જાય છે. આથી નેલ પોલિશ લગાવતી વખતે કિનારી પ્લેન ના રાખવી જોઈએ. નેલ પેઈન્ટ લગાવ્યા પછી તેના પર ટ્રાન્સપરન્ટ નેલ પેઈન્ટ પણ લગાવી શકો છો.

2. હાથ પર મોશ્ચ્રરાઈઝર ક્રીમ લગાવતા રહો. નખની આજુબાજુની સ્કિન સૂકી પડતા નેલ પેઇન્ટ જલ્દી નીકળી જાય છે.

3. વધારે લેયર લગાવવાથી નેલ પેઇન્ટ જલ્દી નીકળી જાય છે. આથી બેઝ લેયર લગાવ્યા પછી માત્ર એક લેયર ફરીથી લગાવો.

4. ઘણીવાર સસ્તી નેલ પેઇન્ટ હોવાને લીધે તે બીજા દિવસે જ નીકળી જાય છે. આથી તેની પર તમે ટ્રાન્સપરન્ટ નેલ પેઇન્ટ લગાવી શકો છો.

એક્સપર્ટ શું કહે છે?
નેલ એક્સપર્ટ હેમંત કોચરે કહ્યું કે, નેલ પેઇન્ટ લગાવ્યા પહેલાં બેઝ કોટનો ઉપયોગ કરવાથી નેલ પેઇન્ટ નખ પર વધારે સમય સુધી ટકશે. તેનાથી તમારા નખ પણ સુંદર લાગશે. નેલ પેઇન્ટ સિલેક્ટ કરતી વખતે સારી ક્વોલિટીની નેલ પોલિશ પસંદ કરો.