• Gujarati News
  • Lifestyle
  • Flowers Make Face And Hair Glow, Make Flower Skin Tonic At Home And Get Rid Of Sunburn And Acne Problems

બ્યૂટી ટિપ્સ:ફૂલોથી ચમકશે ચહેરો અને વાળ, ઘરે ફ્લાવર સ્કિન ટોનિક બનાવો ને સનબર્ન અને ખીલની સમસ્યાથી છુટકારો મેળવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પહેલાંના જમાનામાં ત્વચા અને વાળની સુંદરતા વધારવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે પણ આ ઉપાય ફાયદાકારક સાબિત થાય છે. આજની લાઇફસ્ટાઇલ, ધૂળ-માટી અને ચિંતાને કારણે મહિલાઓ ત્વચા અને વાળ પાછળ ઘણા પૈસા ખર્ચતી હોચ છે, પરંતુ કુદરતી ઉપાય એટલે કે ફૂલોથી પણ ત્વચા અને વાળની સુંદરતા વધારી શકાય છે. બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવી રહ્યા છે, કિચન ગાર્ડનમાંથી સુંદરતા વધારવાના સરળ ઉપાયો.

બ્યૂટી ટ્રીટમેન્ટમાં ફૂલોનો ઉપયોગ
આજના જમાનામાં પણ બ્યૂટી ટ્રીટમેન્ટમાં ફૂલોનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ફૂલોમાં સુંદરતા વધારવાના વિશેષ ગુણ હોય છે. આ ગુણોને કારણે ફૂલો ત્વચાને પોષણ આપે છે અને સુંદરતામાં વધારો કરે છે. આધુનિક બ્યૂટી ટ્રીટમેન્ટ્સમાં ત્વચા અને વાળને પ્રદૂષણથી બચાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ફૂલોની અસર આપણા મન પર પણ પડે છે. ફૂલના ઉપયોગથી ચિંતા દૂર થાય છે, તેથી બ્યૂટી ટ્રીટમેન્ટમાં ફૂલોનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ફૂલથી અનેક સમસ્યાથી રાહત મળે
ત્વચા અને વાળની ઘણી સમસ્યાઓ પાછળ તો માનસિક તણાવ જ જવાબદાર છે, જેમાં ખીલ, ડાર્ક સ્પોર્ટ્સ, વાળ ખરવા છે. જ્યારે આ પ્રકારની કોઈ સમસ્યા થાય છે ત્યારે ફૂલોનું તેલ કોઈપણ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, કારણ કે ફૂલની સુગંધ શાંતિ, આરામ અને તાજગી આપે છે.

બ્યૂટી ટ્રીટમેન્ટમાં આ ફૂલોનો સૌથી વધુ ઉપયોગ થાય છે-

ગુલાબ
ત્વચા માટે ગુલાબ જળને પણ બેસ્ટ માનવામાં આવે છે. આ માટે એક બાઉલમાં થોડું ગુલાબજળ લો અને એને ઠંડું કરો. આ બાદ કોટનનો ઉપયોગ કરીને ત્વચા પર લગાવો. આ પછી ત્વચા પર હળવાશ મસાજ કરો, જે ત્વચાને સ્વસ્થ અને યંગ રાખવામાં મદદ કરે છે. ગુલાબજળ લગાવવાથી ત્વચામાં ઠંડક આવે છે, તેથી ઉનાળામાં એનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. આખું વર્ષ પણ ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે.

ત્વચામાંથી ઓઇલની સમસ્યાને દૂર કરવા માટે એક ચમચી ગુલાબજળમાં 2-3 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. આ બાદ રૂનો ઉપયોગ કરીને ત્વચા પર લગાવવાથી ઓઇલ ને પરસેવો દૂર થશે. આ સાથે જ ઠંડક અને તાજગી મળશે.

જે લોકાની ત્વચા ડ્રાઇ અથવા નોર્મલ હોટ તે લોકોએ એક ચમચી ગુલાબજળમાં 2-3 ટીપાં ગ્લિસરીન મિક્સ કરીને ચહેરા પર લગાવો. ગુલાબજળના થોડા ટીપાં ચંદનની પેસ્ટમાં ભેળવીને ખીલ અને ડાઘ પર લગાડવાથી રાહત મળે છે.

જાસૂદ
જાસૂદનાં ફૂલો અને પાનનો ઉપયોગ ગરમી ને ઠંડી બંનેમાં કરી શકાય છે. જોકે જાસૂદને ઠંડા વાપરવાનું ચલણ વધારે છે. જો તમારે જલદી ઉપયોગ કરવો હોય તો જાસૂદનાં ફૂલો અને પાંદડાને ગરમ પાણીમાં 10-12 મિનિટ સુધી ઉકાળો. વાળ ધોયા બાદ છેલ્લે આ પાણીથી વાળ ધોવાથી વાળની ચમક વધે છે. આ ઉપાયથી ખોડાથી પણ રાહત મળે છે.

ગેંદાનાં ફુલ
વાળને ઘાટ્ટા અને કાળા કરવા માટે ગેંદાનાં ફૂલ બેસ્ટ ઉપાય છે. આ માટે ગેંદાનાં તાજાં અથવા સુકાં ફુલનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ માટે ઊકળતા પાણીમાં ગેંદાના ફૂલને નાખો, પરંતુ ધ્યાન રાખો કે, ગેંદાના ફુલ નાખ્યા બાદ પાણીને ન ઉકાળો. આ ફૂલને 20-30 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખો. આ પાણીને ગાળીને ઠંડુ કરો અને વાળ ધોવા માટે ઉપયોગ કરો. શેમ્પુ કર્યા બાદ છેલ્લે આ પાણીથી વાળને ધોઈ લો.

કમળ
કમળમાં પણ અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે. કમળમાં રહેલા તત્ત્વો ત્વચા માટે ફાયદાકારક છે, તો કમળ સનબર્નને દૂર કરીને સ્કિનને ઠંડક પહોંચાડે છે.

ફ્લાવર સ્કિન ટોનિક
ફૂલોમાંથી સ્કિન ટોનિક બનાવવા માટે સૂકાં કે તાજાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એક મોટા બાઉલમાં બે ચમચી સૂકાં ફૂલો અથવા ત્રણ મુઠ્ઠી તાજા ફૂલની પાંખડીઓ મૂકો. 600 મિલી પાણીને ઉકાળો. પાણી ઉકળવા લાગે કે તરત જ એને ગેસ પરથીનઉતારીને ફૂલને ગરમ પાણીમાં નાખી દો. આ બાદ તરત જ ઢાંકીને બે કલાક રાખો. જ્યારે પાણી ઠંડું થાય ત્યારે તેને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. આ પાણીને રોજ ચહેરા પર લગાવવાથી સ્કિન ટોન વધે છે અને ચહેરામાં પણ ચમક જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...