વીમેન પાવર:આ ગામની મહિલાઓ હોડી ચલાવે છે, શાકભાજી, દવાઓ અને ઘાસચારો લેવા હોડી લઈને જાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌરા ગામ 9 મહિના સુધી પૂરના પાણીમાં ડૂબેલું રહે છે
  • ગામમાં બાઈક અને સાઇકલ ખરીદવાને બદલે લોકો હોડી ખરીદે છે

બિહારમાં પૂર જેવી પ્રાકૃતિક આફતને લીધે મોટાભાગના જિલ્લાઓમાં ગુજરાન ચલાવવું અઘરું બની જાય છે. રાજ્યમાં દરભંગા જિલ્લામાં આવેલું ગૌરા ગામ આશરે 9 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે. અહીંની મહિલાઓએ આ સ્થિતિ સામે લડવા માટે પોતાને તૈયાર કરી દીધી છે. મહિલાઓ શાકભાજી, દવાઓ અને પશુઓ માટે ચારો લાવવા સહિતના કામ માટે જાતે હોડી બનાવીને ઘર બહાર જાય છે. આ ગામને હોડીવાળું ગામ પણ કહેવામાં આવે છે. ગામમાં બાઈક અને સાઇકલથી વધારે લોકો હોડી ખરીદવાનું પસંદ કરે છે કારણકે પૂરમાં આ એક વસ્તુ જ કામમાં આવે છે.

મુખ્ય રોડ સુધી હોડી ચલાવીને જાય છે
ગૌરા ગામમાં વૃદ્ધજનો, બાળકો, પુરુષો સહિત દરેક મહિલાઓને ગમે ત્યાં આવવું-જવું હોય તો તેઓ પોતાની હોડી ચલાવીને જાય છે. ઘરેથી હોડી ચલાવીને મુખ્ય રસ્તા સુધી પહોંચે છે અને નાવડી કિનારે મૂકીને છૂટક મજૂરી કરવા જાય છે.

બીમાર પડે તો જાતે હોસ્પિટલ જાય છે
ગામના રહેવાસી મોહમ્મદ ગુલશન આલમે જણાવ્યું, આશરે મહિના સુધી પાણી ભરેલું હોય છે. રોજબરોજના કામ માટે હોડી જ એક સહારો છે. કામ પર જવું હોય કે બાળકોને સ્કૂલે પહોંચાડવા હોય કે બીમાર પડતા હોસ્પિટલ જવું હોય, આ બધા કામ માટે હોડી એકમાત્ર વિકલ્પ છે.

બચતમાંથી 20 હજારની હોડી ખરીદે છે
ગામમાં દાયકાથી લોકો રસ્તાની સાથે પૂલ બનાવવાની માગ કરી રહ્યા છે. ઘણી મહિલાઓએ ફરિયાદ કરી પણ તેમને કઈ ના મળ્યું. આજે પણ આ ગામને મુખ્ય રસ્તા સાથે જોડવા માટે કોઈ પાક્કો રસ્તો નથી કે નથી કોઇ પૂલ. અહીંની સરકારે એક પણ હોડીની વ્યવસ્થા કરી નથી. આથી મહિલાઓ તેમની આવકમાંથી બચત કરીને 20 હજાર રૂપિયાની હોડી ખરીદે છે.

1000થી વધારે વસતીમાં મહિલાઓનો દબદબો
ગૌરા ગામમાં આશરે 250 ઘર છે અને 1000થી વધારે વસતી છે. તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે. પૂરની સ્થિતિમાં મહિલાઓ ઘર પણ સંભાળે છે અને બહારના કામ પર કરે છે.