• Gujarati News
  • Lifestyle
  • Flipkart Big Billion Days Sale Atta Lentils Sold Equal To The Weight Of 15 Blue Whales, Footwear Equal To 100 Everest, Bengaluru Women Lead In Buying Clothes

બિગ બિલિયન સેલમાં બનેલા રેકોર્ડ:માઉન્ટ એવરેસ્ટ જેટલા 100 પર્વત બને એટલા ફૂટવૅર વેચાયા, બેંગ્લુરુની મહિલાઓએ 1,08,000 લાખ વેસ્ટર્ન આઉટફિટ ખરીદ્યા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 24 કલાકની અંદર 1.2 લાખ લોકોએ ચોકલેટ્સ ખરીદી
  • ઓફરની શરૂઆતના ચાર દિવસોમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાનો સામાન વેચાયો

ફેસ્ટિવ સીઝન શરુ થઈ ગઈ છે. ફેસ્ટિવ સીઝન એટલે કે ખરીદીની મોસમ. આપણા દેશમાં તહેવારોનું સેલિબ્રેશન જોરદાર થાય છે. આ દરમિયાન ખરીદી કરવા લોકો મહિનાઓથી પ્લાન બનાવીને રાખે છે. તેમાં કપડાંથી લઈને, હોમ અપ્લાયન્સ, બ્યુટી પ્રોડક્ટ જેવી વસ્તુઓ સામેલ હોય છે. કંપનીઓ તેમના ગ્રાહકોને નિરાશ કરતી નથી.

ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ તેમના કસ્ટમર્સ માટે બિગ બિલિયન ડેઝ કે ગ્રેટ ઇન્ડિયન સેલ જેવા ઓપ્શન લાવે છે. હાલ પૂરા થયેલા સેલમાં બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓફરની શરૂઆતના ચાર દિવસોમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાનો સામાન વેચાયો છે.

ફ્લિપકાર્ટ: બિગ બિલિયન ડેઝ સેલ પછી આવશે દિવાળી સેલ
દર વર્ષે ભારતીય ઈ-કોમર્સ શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ તેમના ગ્રાહકો માટે બિગ બિલિયન ડેઝ સેલ લઈને આવે છે. આ વિશે આ સેલ 3-10 ઓક્ટોબર સુધી ચાલ્યો. સાત દિવસ સુધી ચાલેલા સેલમાં કંપનીએ તેમના ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, હેડફોન્સ, હેલ્થકેર અપ્લાયન્સ, ફ્રિજ, સ્માર્ટ ટીવી જેવી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ પર 80% છૂટ આપી હતી. કંપની ટૂંક સમયમાં બિગ દિવાળી સેલ શરૂ કરવાનો છે. જો તમે બિગ બિલિયન સેલનો ફાયદો લેવાનું ચૂકી ગયા હતો તો ‘દિવાળી સેલ’માં ખરીદી કરી શકો છો.

15 બ્લૂ વ્હેલ વજન જેટલો લોટ-દાળ વેચાયા
બિગ બિલિયન ડેઝ સેલ પૂરો થયા પછી ફ્લિપકાર્ટે તેમની સાઈટ પર ગ્રાહકોનો આભાર માન્યો છે. આભાર વ્યક્ત કરવાની સાથે અમુક રસપ્રદ વાત પણ શૅર કરી. સાઇટે શૅર કરેલા ડેટા પ્રમાણે, બિગ બિલિયન સેલમાં એટલું બધું કુકિંગ ઓઇલ વેચાયું કે, તેમાંથી 9 લાખ પ્લેટ ફ્રેન્ચ ફ્રાઈઝ બની શકે છે. લોટ-દાળની ખરીદી 15 બ્લૂ વ્હેલના વજન જેટલી થઈ.

માઉન્ટ એવરેસ્ટ જેટલા 100 પર્વત બને એટલા ફૂટવેર વેચાયા
કંપનીએ દાવો કર્યો કે, માત્ર 24 કલાકની અંદર 1.2 લાખ લોકોએ ચોકલેટ્સ ખરીદી. માઉન્ટ એવરેસ્ટ જેવા 100 પર્વત બને એટલા બધા ફૂટવેર વેચાયા.

કપડાં ખરીદવામાં બેગલુરુ મહિલાઓ સૌથી આગળ
મહિલાએ કરિયાણું, હોમ અપ્લાયન્સ, ગેજેટ્સ ઉપરાંત કપડાં પાછળ પણ ખૂબ ખર્ચ કર્યો. ખાસ કરીને મેટ્રો સિટી બેંગલુરુની મહિલાઓએ સૌથી વધારે કપડાં ખરીદ્યા. સાઈટ પર આપેલી જાણકારી પ્રમાણે, બેંગલુરુ શહેરની મહિલાઓએ 1,08,000 લાખ વેસ્ટર્ન આઉટફિટ ખરીદ્યા છે.

અન્ય સમાચારો પણ છે...