નાનકડા મહેમાનનું સ્વાગત:બેબી વેલકમ સાથે જોડાયેલી આ 5 વાતો પ્રેગ્નન્સી વધારે સ્પેશિયલ બનાવે છે, ગર્ભાવસ્થાને આ રીતે બનાવો યાદગાર

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેગ્નન્સી દરમિયાન ડાયરી લખવાની ટેવ પાડો

દરેક મહિલાઓની જીવનનો ખાસ અનુભવ ‘પ્રેગ્નન્સી’ હોય છે. બાળકને ગર્ભમાં મહેસૂસ કરવાથી લઈને પ્રેગ્નન્સીમાં તેની સાથે વાત કરવી અને જન્મ પછી તેને મોટા થતું જોવું. આ બધા સુખ માત્ર મહિલાઓને જ મળે છે. આથી માતૃત્વના સુખને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રેગ્નન્સી અને બાળકના જન્મની ખુશીને યાદગાર બનાવવા માટે સાઈકોલોજિસ્ટ અને હેલ્થ કાઉન્સલર નમ્રતા જૈને જણાવી પાંચ ખાસ વાતો. આ વાત પ્રેગ્નન્સીને વધુ સ્પેશિયલ બનાવે છે.

1. મેમરીની ડાયરી બનાવો
માતા બનવાનો અનુભવ સૌથી ખાસ હોય છે. આ યાદગાર બનાવવા માટે તમારી આશા, અનુભવ અને લાગણીને ડાયરીમાં લખો. જન્મ પછી બાળકે ક્યારે પડખા ફરવાનું શરૂ કર્યું? ક્યારે બેસતા શીખ્યું? ક્યારે પાપાપગલી માંડી? પ્રથમ શબ્દ શું બોલ્યો, પ્રથમ દાંત ક્યારે આવ્યો, આ બધી યાદો તમારી ડાયરીને સ્પેશિયલ બનાવશે. ભવિષ્યમાં તમે આ ડાયરી વાંચશો ત્યારે તમારી બધી યાદ તાજા થઈ જશે. ડાયરી લખતી વખતે પાર્ટનરની મદદ લેવી જોઈએ. જેથી બંનેના અનુભવ તમે સાચવી શકો.

2. બેબી નર્સરી પ્લાન કરો
ઘરમાં ન્યૂબોર્ન બેબીનું સ્વાગત કરવા માટે ક્યૂટ નર્સરી બનાવો. ડેકોરેશન માટે તમે પાર્ટનરની મદદ લઇ શકો છો. રંગબેરંગી રમકડાં અને ફ્લોરલ ડિઝાઇનથી નર્સરી સુંદર બનશે.

3. ગુડ ન્યૂઝ શૅર કરો
બેબીના જન્મની ગુડ ન્યૂઝ તમે કેવી રીતે શૅર કરવા ઈચ્છો છે તે પહેલેથી નક્કી કરી લો. જેથી પછી ભાગદોડ ના થાય. કોઈ એક્સપર્ટ પાસેથી સુંદર ઈ-કાર્ડ બનાવડાવો અથવા તો તમે જાતે ડિઝાઇન કરો. આ કાર્ડ મિત્રો અને ફેમિલી મેમ્બરને વ્હોટ્સએપ પર શૅર કરો.

4. પાર્ટનરની સાથે પ્લાનિંગ કરો
બેબી વેલકમનું બધું પ્લાનિંગ પાર્ટનર સાથે મળીને કરો, જેથી બંનેની ઈચ્છાઓ પૂરી થાય. બંનેની ચોઈસ અલગ હોય શકે છે પણ બેબી વેલકમના પ્લાનિંગ માટે હળીમળીને એકબીજાની પસંદનું ધ્યાન રાખવું.

5. બેબી બમ્પ સાથે વાતો કરો
માતા અને બાળકનું રિલેશન દુનિયાના કોઈ પણ સંબંધથી 9 મહિના વધારે હોય છે. ગર્ભથી જ બંને વચ્ચે રિલેશન બંધાઈ જાય છે આથી આ સંબંધનું મહત્ત્વ સમજો અને ગર્ભસ્થ શિશુ સાથે મન મૂકીને વાતો કરો. બેબી સાથે વાત કરતી વખતે બેબી બમ્પ પર હાથ ફેરવો અને બેબીની મુવમેન્ટ અનુભવો. દરેક સ્ટેજના ફોટો ક્લિક કરીને પ્રેગ્નન્સી યાદગાર બનાવો.