તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Five Students Of Class 10th Made Self Sanitizing Bench In Faridabad's Shiv Nadar School, Named It 'Safe'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવર ઓફ ગર્લ્સ:ફરિદાબાદની 10મા ધોરણની 5 યંગસ્ટર્સે સેલ્ફ સેનિટાઈઝિંગ બેન્ચ ‘સેફ’ બનાવી, QR કોડ દ્વારા બેન્ચ છેલ્લે ક્યારે સેનિટાઈઝ થઈ તે જાણી શકાશે

12 દિવસ પહેલા

મહામારીના સમયમાં લગભગ દરેક ઉંમરની વ્યક્તિએ પોતાનો સમય રચનાત્મક કામ કરવામાં પસાર કર્યો છે. તેની હરોળમાં ફરિદાબાદની નાદર સ્કૂલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થીનીઓએ મળી ઈનોવેટિવ કામ કર્યું છે. આ પાંચેય યંગસ્ટર્સે અલ્ટ્રા વાયલેટ સેલ્ફ સેનિટાઈઝિંગ બેન્ચ બનાવી છે. તેને ‘સેફ’ નામ અપાયું છે. આ બેન્ચ વાઈરલ ઈન્ફેક્શન, કન્ઝક્ટિવાઈટિસ, હેપેટાઈટિસ અને કોવિડ 19નાં જોખમને ઓછું કરે છે. કેપ્સટોન પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલી આ બેન્ચ સ્કૂલની વાર્ષિક ટેક ઈવેન્ટ કોલોક્વિયમ 2020માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેક ઈવેન્ટમાં સેફને સેકન્ડ રેન્ક મળ્યો છે. યંગસ્ટર્સનું ફોકસ આવી બીજી બેન્ચ બનાવવાનું છે.

આ પાંચેય યંગસ્ટર્સનું નામ નિર્વાણી જૈન, અર્શિયા જેટલી, સુહાની શર્મા, ગુરનૂર કૌર અને માનસી અગ્રવાલ છે. તેનું પ્રોટોટાઈપ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. નિર્વાણીએ જણાવ્યું કે, મહામારી દરમિયાન આઉટડોર એક્ટિવિટી ઘણી ઓછી થઈ ગઈ છે. તેથી અમે વિચાર્યું કે આઉટડોર સ્પેસમાં કેવી રીતે સેનિટાઈઝેશન અને સેફ્ટી વધારી શકાય. ત્યારે અમને સેનિટાઈઝિંગ બેન્ચ ડેવલપ કરવાનો વિચાર આવ્યો. આ પ્રકારની બેન્ચ સ્કૂલ સિવાય હોસ્પિટલ, પાર્ક, મૉલ્સ અને અન્ય આઉટડોર ક્ષેત્રોમાં પણ ઉપયોગ કરી શકાશે.

અર્શિયા જણાવે છે કે, આ બેન્ચમાં QR કોડ પણ છે, જે સેનિટાઈઝેશન પ્રોસેસની છેલ્લી તારીખ અને સમય જણાવે છે. ગુરનૂરે જણાવ્યુ કે, આ બેન્ચ બનાવવાનો અમારો હેતુ એ હતો કે મહામારી દરમિયાન જે લોકો રિલેક્સ થવા માટે ઘરની બહાર જવા ઈચ્છે છે, અમે તેમના માટે કશુંક કરીએ. આ યંગ ગર્લ્સે બેન્ચ માત્ર 10 મહિનામાં તૈયાર કરી છે. તેના માટે તેમણે ઝૂમ અને ગૂગલ મીટથી કોઓર્ડિનેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો