બ્યુટી કેર:તમારો ફેસ શેપ કેવો છે તે જાણો અને પછી હેરકટ કરાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાઉન્ડ ફેસ શેપવાળી મહિલાઓ લોન્ગ બોબ કટ, ક્વીન હેરકટ, બોબ ગ્રેજ્યુએશન હેરકટ અને સ્ટેપ હેરકટમાંથી કોઈપણ કટ કરાવી શકે છે.

કોન્ફિડન્ટ અને અટ્રેક્ટિવ લુક માટે આપણે ઘણું બધું કરીએ છીએ, જેમાં હેર કટ એક મહત્ત્વનો ભાગ છે. જો તમે પણ એવું વિચારતા હો કે કયા હેરકટ તમારા ફેસ પર સારા લાગશે, તો ભાસ્કર વુમનમાં અમે તમારા માટે હેર એક્સપર્ટ સૂરજ કુમાર સાથે થયેલી ખાસ વાતચીત અને હેરકટ સાથે સંબંધિત જરૂરી ટિપ્સ લઈને આવ્યા છીએ.

હેરસ્ટાઇલિસ્ટ સૂરજ કુમાર
હેરસ્ટાઇલિસ્ટ સૂરજ કુમાર

ચહેરાનો આકાર 3 શેપમાં જોવા મળે છે. રાઉન્ડ, ઓવલ અને સ્ક્વેર. સૌથી પહેલા તો તમારે એ જાણવું જરૂરી છે કે તમારો ફેસ આમાંથી કયા પ્રકારનો દેખાય છે. જો તમારા ચહેરાનો શેપ વિદ્યા બાલન, પ્રીતિ ઝિન્ટા અથવા રશ્મિ દેસાઈ સાથે મળતો આવે છે તો તમારો ચહેરો ગોળ આકારનો છે.

રાઉન્ડ ફેસ શેપવાળી મહિલાઓ લોન્ગ બોબ કટ, ક્વીન હેરકટ, બોબ ગ્રેજ્યુએશન હેરકટ અને સ્ટેપ હેરકટમાંથી કોઈપણ કટ કરાવી શકે છે. તેનાથી તમારો ગોળ ચહેરો લાંબો દેખાશે અને તમે ખુલ્લા વાળમાં પણ અલગ દેખાશો.

ઓવલ ફેસ શેપઃજો તમારો ચેહરો ઓવલ શેપનો છે તો તમારે ફેધર હેરકટ, પોઈન્ટ લેયર્સ હેરકટ, મલ્ટી-લેયર્ડ હેરકટ અને લોન્ગ લેયર હેરકટ ટ્રાય કરવા જોઈએ. શ્રદ્ધા, ક્રિતી સેનન અને નર્ગિસ ફખરીના ફેસ શેપથી જો તમારો ચહેરાનો આકાર મળતો આવતો હોય તો તમે આમાંથી કોઈપણ હેરકટ ટ્રાય કરી શકો છો.

સ્ક્વેર ફેસ શેપઃ ઉપરના બે ફેસ શેપ સામાન્ય છે અને તમારી આસપાસ સરળતાથી જોવા મળે છે, પરંતુ સ્ક્વેર શેપ ચહેરો ઓછા લોકોનો હોય છે. આવા ફેસ માટે તમે બોબ ક્લાસિક હેરકટ, A લાઈન લોન્ગ બોબ હેરકટ, ફૂલ ફ્રિંઝ હેરકટ અને પિક્સી હેરકટ કરાવી શકો છો. જો તમે આ શેપને લઈને કોઈ મૂંઝવણમાં છો તો સમજી લો કે એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીસ, કરિના કપૂર, અને રિહાનાનો ફેસ શેપ સ્ક્વેર છે.

આ 3 શેપ સિવાય ડાયમંડ, હાર્ટ, પિયર, લોન્ગ ફેસ, રેક્ટએન્ગુલર શેપનો ચહેરો પણ જોવામાં મળે છે, જો કે તેની સંખ્યા ઉપરમા ત્રણ ફેસ શેપ કરતા ઓછી જોવા મળે છે.