• Gujarati News
  • Lifestyle
  • Watching The First TV Ad Of Golden Boy Neeraj Chopra Of Tokyo Olympics? He Did Five Roles In One Ad

એડ વર્લ્ડ:ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડન બોય નીરજ ચોપરાની પહેલી ટીવી એડ જોઈ? એકસાથે પાંચ રોલ કરીને છાકો પાડી દીધો!

એક મહિનો પહેલા
CREDની એડમાં પાંચ અલગ અલગ અવતારો�

થોડા સમય પહેલાં જ સંપન્ન થયેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા યુવા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ભારતને એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ સાથે જ નીરજ રાતોરાત હીરો બની ગયો અને સમગ્ર દેશમાં છવાઈ ગયો. એકદમ યુથફુલ લુક્સ ધરાવતા નીરજ ચોપરાને કંપનીઓ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવા માટે પડાપડી ન કરે તો જ નવાઈની વાત હતી. હવે નીરજ ચોપરાની પહેલી ટેલિવિઝન એડ આવી ગઈ છે અને આવતાંની સાથે જ સોશિયલ મીડિયા પર તે વાઇરલ પણ થઈ ગઈ છે.

ક્રેડિટ કાર્ડનાં બિલ ચૂકવવાની સગવડ આપતી કંપની ‘ક્રેડ’ (CRED)એ નીરજ ચોપરાને પોતાની એડમાં ચમકાવ્યો છે. IPLમાં પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બનેલી આ એડમાં શરૂઆતમાં એક્ટર જિમ સાર્ભ દેખાય છે, જે પોતાની બ્રાન્ડની વાત કરીને તેને નીરજ ચોપરા સાથે સાંકળતાં કહે છે કે, ‘આ ક્રેડની નવી (બિલ પૅની સામે ગોલ્ડ કોઇન્સ મળવાની) સ્કીમથી નીરજ ચોપરા વિશે ભારતીયો એક્સાઇટેડ થઈ ગયેલા એવો જ હું પણ એક્સાઇટેડ થઈ ગયો છું.’

એ પછી નીરજ ચોપરાની સફળતા જોઇને હરખપદુડી થયેલી કોર્પોરેટ કંપનીઓ, મીડિયા, ફિલ્મી સેલિબ્રિટીઓ, સામાન્ય પબ્લિક વગેરેનાં યુફોરિક સીન્સ ક્રિએટ કરવામાં આવ્યા છે.

પહેલી જ એડમાં 5 રોલ કર્યા‍‍‍!
કંપનીઓનાં બોર્ડરૂમમાં નીરજ ચોપરાનાં એક્ઝામ્પલ્સ અપાય છે, મીડિયાકર્મીઓનાં ટોળાં નીરજની પાછળ પડીને એને ફાલતુ સવાલો કરતા ફરે છે, ફિલ્મમેકરો એને સ્ટાર બનાવી દેવાની ઓફરો આપે છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સવાળા એને ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપે છે, અને સામાન્ય લોકો જેમને જેવલિન (ભાલો) કેટલાનો આવે એવી વાતોમાં રસ હોય એ લોકો હારતોરા લઇને કૂદવા માંડે... વગેરે જેવી છેલ્લાં અઠવાડિયાંઓમાં જોવા મળેલી સિચ્યુએશન્સને ફની બટ કટાક્ષપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.

રસપ્રદ વાત એ છે કે આ તમામ સિચ્યુએશનમાં મુખ્ય ભૂમિકા ખુદ નીરજ ચોપરાએ જ ભજવી છે! આ અનોખી એડ રિલીઝ થતાંવેંત સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. ખુદ નીરજ ચોપરાએ પણ આ એડ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૅર કરી છે.

આંત્રપ્રેનર કુણાલ શાહના સ્ટાર્ટઅપ ‘ક્રેડ’ (CRED) માટે આ એડ ‘અર્લી મેન ફિલ્મ્સ’ એજન્સી વતી એડ ફિલ્મ મેકર અયપ્પા KMએ ડિરેક્ટ કરી છે, જ્યારે ‘ઓલ થિંગ્સ સ્મોલ’ વતી દેવૈયા બોપન્ના, પુનીત ચઢ્ઢા, તન્મય ભટ (AIB ફેમ), દીપ જોશી અને વિશાલ દાયમાએ કન્સેપ્ચ્યુઅલાઇઝ કરી છે.

ઉલ્લેખનીય છે કે એંસી-નેવુંના દાયકાના સ્ટાર્સને ચમકાવતી CREDની અગાઉની તમામ એડ્સ વાઇરલ થઈ હતી. તેમાં અનિલ કપૂર, બપ્પી લાહિરી, કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, માધુરી દીક્ષિત, ગોવિંદા, ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ, જવગલ શ્રીનાથ, રાહુલ દ્રવિડ વગેરે ચમકી ચૂક્યાં છે.

નીરજ ચોપરાની એડ્સ પર આવેલાં કેટલાંક ક્રિએટિવ રિએક્શન્સ આ રહ્યાંઃ

અન્ય સમાચારો પણ છે...