• Gujarati News
  • Lifestyle
  • First The Prime Minister's Wife Under House Arrest, Iqbal Bano, Greeted The General In A Black Sari

જિન્નાની બહેને પાકિસ્તાન બનાવ્યું, જનાઝા પર થયો પથ્થરમારો:પહેલા પ્રધાનમંત્રીની પત્ની નજરકેદ, ઈકબાલ બાનોએ કાળી સાડીમાં જનરલને લલકાર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનનાં કરાચીમાં આજે ‘મહિલા માર્ચ’ થવાની છે. આ અવસર પર આજે પાકિસ્તાનને બનાવનારી અને તેને સાર-સંભાળ લેનારી 5 મહિલાઓની ગાથાઓ વિશે જણાવીશું, જેના નામ આ તારીખમાં નોંધાયા છે. આમાની અમુક મહિલાઓની હત્યા કરી દેવામાં આવી છે, અમુકને દેશ છોડવાનો વારો આવ્યો તો અમુક આજે પણ કટ્ટરપંથીઓ સાથે લડત લડી રહી છે.

પાકિસ્તાની કોમની માતા હતી ‘માદર-એ-મિલ્લત’ ફાતિમા જિન્ના, જનાઝા પર પથ્થરમારો થયો
પાકિસ્તાનનાં સૂત્રધાર મોહમ્મદ અલી જિન્નાને ‘માદર-એ-મિલ્લત’ એટલે કે ‘કોમની માતા’નું બિરુદ મળ્યુ હતુ. કાયદે-આઝમ જિન્ના પોતાના દરેક નિર્ણય તેની બહેનને પૂછીને જ લેતી હતી. કોલકાતાથી અભ્યાસ કરીને આવેલી ડેન્ટિસ્ટ ફાતિમા જિન્ના છેલ્લે સુધી પોતાના ભાઈ સાથે ઊભી રહી.

એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન બનાવવા પાછળની સાચી રાજનીતિ ફાતિમા જિન્નાની હતી. તે જાહેરમાં પણ જિન્ના સાથે નજરમાં આવતી હતી. ભાગલા પછી ભાગી જનારી મહિલાઓ માટે પણ ફાતિમા જિન્નાએ ઘણુ કામ કર્યું હતું. તે નવા બનેલા પાકિસ્તાનમાં મહિલાઓને ઊંચા પદ પર જોવા ઈચ્છતી હતી.

જિન્નાનાં જમાનામાં ફાતિમાની ગણતરી પાકિસ્તાનનાં સૌથી શક્તિશાળી નેતાઓમાં થતી હતી પરંતુ, તેના નિધન બાદ તેમને પાકિસ્તાનની રાજનીતિથી અલગ કરી દેવામાં આવ્યા
જિન્નાનાં જમાનામાં ફાતિમાની ગણતરી પાકિસ્તાનનાં સૌથી શક્તિશાળી નેતાઓમાં થતી હતી પરંતુ, તેના નિધન બાદ તેમને પાકિસ્તાનની રાજનીતિથી અલગ કરી દેવામાં આવ્યા

પરંતુ, વર્ષ 1948માં જિન્નાની મૃત્યુ પછી તેની પોતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી. રેડિયો પર તેઓને બોલવાની પરમિશન પણ ન આપવામાં આવી. તેઓએ પાકિસ્તાનનાં રાજપાઠને વેરવિખેર કરી નાખ્યો હતો. વર્ષ 1967માં જ્યારે ફાતિમાનું મૃત્યુ થયુ તો તેની કબ્રને લઈને પણ વિવાદ થયો. તેના જનાઝા પર પથ્થરમારાની ઘટના ઘટી. અમુક લોકોએ તો એવો આક્ષેપ પણ લગાવ્યો કે, સરકારે ફાતિમા જિન્નાની હત્યા કરાવી છે.

પહેલા પીએમની કુમાઉની બેગમે મહિલા સંગઠન બનાવ્યું હતું, સરમુખત્યાર પડી ભાંગવાની અણી પર હતુ
લિયાકત અલી ખાન પાકિસ્તાનનાં પહેલા પ્રધાનમંત્રી હતા. તેની બેગમ રાણા લિયાકત અલી ખાન હતી. મૂળ રુપથી કુમાઉનાં એક બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ રાખનારી રાણાએ પહેલા ઈસાઈ અને પછી ઈસ્લામ ધર્મ અપનાવ્યો. ફાતિમા જિન્નાની જેમ જ પાકિસ્તાન બનાવવાના આંદોલનમાં રાણાની મુખ્ય ભૂમિકા રહી. તે પણ જિન્નાની કોર ટીમમાં સામેલ હતી.

લખનૌ યૂનિવર્સિટીથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારી રાણા ભાગલા પછી પાકિસ્તાનની ફર્સ્ટ લેડી બની પરંતુ, નવા બનેલા પાકિસ્તાનમાં તેઓને મહિલાઓનું ભવિષ્ય ધૂંધળું નજરે પડી રહ્યુ હતુ. જે પછી તેઓએ વર્ષ 1949માં ‘ઓલ પાકિસ્તાન વુમન્સ એસોસિએશન’ની સ્થાપના કરી. આ સંગઠન પાકિસ્તાનમાં મહિલાઓનાં અધિકારો માટે આવાજ ઊઠાવતુ હતુ.

લિયાકત અલી ખાનનાં મૃત્યુ પછી રાણા પાકિસ્તાનનાં એક્ટિવ પોલિટિક્સમાં આવી ગઈ. તે તત્કાલીન પીએમ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ઈકોનોમિક એડવાઈઝર બની. ત્યારબાદ તે સિંધ પ્રાંતની પહેલી મહિલા ગવર્નર પણ બની.

ફર્સ્ટ લેડી, વડા પ્રધાનના સલાહકાર અને રાજ્યપાલ તરીકે, રાણા વિદેશી પ્રતિનિધિઓ જેવા દેખાતા હતા
ફર્સ્ટ લેડી, વડા પ્રધાનના સલાહકાર અને રાજ્યપાલ તરીકે, રાણા વિદેશી પ્રતિનિધિઓ જેવા દેખાતા હતા

પરંતુ, ઝુલ્ફીકીર ભુટ્ટોની જગ્યા ફેરવીને તેઓને ફાંસીની સજા આપી દીધી. જનરલ જિયા અલ હક પાકિસ્તાનનાં તાનાશાહ બન્યા. આ સમય દરમિયાન રાણાનું કદ પાકિસ્તાનમાં ખૂબ જ તેજીથી ઘટી રહ્યુ હતું. જનરલ જિયાએ જે નિયમો બનાવ્યા હતા, તે નિયમોએ મહિલાઓને ઘર સુધી સીમિત કરી દીધી.

જનરલ જિયાના શાસનકાળ દરમિયાન રાણા દેશના રાજકારણથી ઘર સુધી જ સીમિત હતી.
જનરલ જિયાના શાસનકાળ દરમિયાન રાણા દેશના રાજકારણથી ઘર સુધી જ સીમિત હતી.

કાળી સાડી પહેરીને જનરલને સળગાવનાર ગાયિકાએ ગીત ગાયુ - હમ દેખેંગે...
હરિયાણાનાં રોહતકમાં જન્મેલી ઈકબાલ બાનો ભાગલા પછી પરિવાર સાથે પાકિસ્તાન ચાલી ગઈ. દિલ્હીમાં તેઓએ દાદરા અને ઠુમરી ગાઈ હતી. તે દિલ્હીનાં ખુલ્લા વાતાવરણમાં નાની-મોટી થઈ હતી. પાકિસ્તાનમાં તેની ગઝલોને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી.

પરંતુ, જનરલ જિયા અલ હકનાં રાજમાં મહિલાઓ પર તમામ પ્રકારનાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા. વતનમાં ઈસ્લામીકરણનાં નામ પર કડક કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. સાડીને ‘હિંદુ પહેરવેશ’ જાહેર કરીને પ્રતિબંધ લગાવી દીધો હતો. ખુલીને બોલવાની સ્વતંત્રતા પણ નહોતી.

આ દરમિયાન ઇકબાલ બાનોએ લાહોરનાં ખુલ્લા સ્ટેડિયમમાં હજારોની ભીડ સામે ફૈઝની નઝ્મ ‘હમ દેખેંગે, લાઝીમ હૈ કી હમ ભી દેખેંગે’ ગાયું હતું. આ દરમિયાન તેણે બ્લેક સાડી પહેરી હતી. તેમના ગીતો અને પોશાકો સરમુખત્યાર જનરલનાં વિરોધ સાથે જોડાયેલા હતા. ઈકબાલ બાનો પાકિસ્તાનમાં તાનાશાહીનાં વિરોધની પોસ્ટર ગર્લ બની ગઈ હતી. ભારતમાં હંમેશા વિરોધ દરમિયાન અહેમદ ફેઝની નઝ્મ ઈકબાલ બાનોનાં સુરમાં જ ગાવામાં આવે છે અને સંભળાવવામાં આવે છે.

ઇકબાલ બાનો ઘણીવાર સાડી પહેરીને જનરલના વિરોધમાં ગાતા હતા. વિરોધના નિશાન તરીકે સાડીનો રંગ પણ ક્યારેક કાળો હતો
ઇકબાલ બાનો ઘણીવાર સાડી પહેરીને જનરલના વિરોધમાં ગાતા હતા. વિરોધના નિશાન તરીકે સાડીનો રંગ પણ ક્યારેક કાળો હતો

સીમા કિરમાનીએ નૃત્યને બનાવ્યુ એક્ટિવિસ્ટનું હથિયાર
સીમા કિરમાની તે સમયે પાકિસ્તાની મહિલાઓનો પ્રચંડ અવાજ મનાતી હતી. ખાસ વાત એ છે કે, તેઓ પાકિસ્તાનમાં રહેતા હતા અને ભારતીય શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપતા હતા. તેણે ડાન્સ અને સાડીને મહિલાઓની ઓળખ સાથે જોડી હતી. સીમા કિરમાનીએ ‘તહરીક-એ-નિસ્વાન’ની રચના કરી હતી. ‘મહિલા માર્ચ’માં સીમા અને ‘તહરીક-એ-નિસ્વાન’નો મોટો રોલ છે. સીમા કોક સ્ટુડિયોનાં ખૂબ જ લોકપ્રિય ગીત ‘પસુરી’માં પણ ડાન્સ કરતી જોવા મળી શકે છે.

સીમાએ કલા અને સંસ્કૃતિને નૃત્ય સાથે સ્ત્રીઓની અભિવ્યક્તિ સાથે જોડી દીધી
સીમાએ કલા અને સંસ્કૃતિને નૃત્ય સાથે સ્ત્રીઓની અભિવ્યક્તિ સાથે જોડી દીધી

મલાલા નવી પેઢીની પાકિસ્તાની પાવર, પોતાના જ વતનમાં જગ્યા ન મળી
પાકિસ્તાનની નવી પેઢીમાં મજબૂત મહિલાઓમાં મલાલા યુસુફઝઈનું નામ સૌથી ઉપર આવે છે. ભણેલા-ગણેલા પાકિસ્તાની તેના પર ગર્વની લાગણી મહેસૂસ કરે છે પરંતુ, મલાલાની સ્થિતિ પણ ફાતિમા જિન્ના અને રાણા લિયાકત અલી ખાન જેવી જ થઈ. પાકિસ્તાનમાં રહી ત્યારે મલાલાની હત્યાનાં પ્રયાસો થયા. ગંભીર રુપથી ઝખ્મી થયા પછી મલાલા પરિવાર સહિત બ્રિટન ચાલી ગઈ. હવે તે ત્યા જ રહે છે.

વર્તમાન પરિસ્થિતિનાં કારણે ‘મહિલા માર્ય’ કાઢી રહ્યા છે, કટ્ટરપંથી વિરોધ કરે છે
પાકિસ્તાનમાં મલાલા યૂસુફઝઈને એટલા માટે ગોળી મારવામાં આવી હતી કારણ કે, તેઓએ શાળા છોડવા માટે ના પાડી દીધી હતી જ્યારે તાલિબાની તેને પડદામાં કેદ રાખવા ઈચ્છતા હતા. આ પ્રકારે દેશની પૂર્વ PM બેનઝીર ભુટ્ટોની પણ ખુલ્લેઆમ હત્યા કરી નાખી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેનઝીરનું વધતુ કદ તેના પોતાના લોકોને ખૂંચતુ હતું. એક મહિલાનું આટલુ આગળ વધવુ તેનાથી સહન થતુ નહોતુ.

પાકિસ્તાનમાં અવારનવાર યુવતીઓની ઓનર કિલિંગનાં સમાચારો મળતા રહે છે અને તેના કારણે તે ચર્ચામાં પણ રહે છે. ટિકટોકર કંદીલ બ્લોચની હત્યા તેના સગા ભાઈએ એટલા માટે કરી નાખી કારણ કે, તે સોશિયલ મીડિયા પર પોતાના વીડિયોઝ પોસ્ટ કરતી હતી. આ પ્રકારે પાકિસ્તાનથી યૂરોપ વસેલા એક પરિવારે પોતાની બંને દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી કારણ કે, તેઓએ પોતાના પિતરાઈ ભાઈઓની પત્ની બનવા માટે ના પાડી દીધી હતી.

એક સમયે રાજનીતિથી લઈને સાહિત્ય અને કલા અને સિનેમામાં એવી મહિલાઓ આવી કે, જેઓએ કટ્ટરપંથીને પડકાર આપ્યો અને એક નવી દિશા લોકોને દેખાડવાનો પ્રયાસ કર્યો.

પરંતુ, તે પછી આ મહિલાઓની સ્થિતિ ખરાબ થતી ગઈ. એવામાં પાકિસ્તાનની મહિલાઓએ પોતાના હકને લઈને ‘મહિલા માર્ચ’ કરવાની જાહેરાત કરી હતી. ‘મહિલા માર્ચ’ને લઈને પાકિસ્તાનમાં ચર્ચા થવા લાગી. દર વર્ષે મહિલા દિવસની આસપાસ પાકિસ્તાનમાં જુદા-જુદા શહેરોમાં ‘મહિલા માર્ચ’ કાઢવામાં આવે છે. આ માર્ચમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને મહિલાઓનાં અધિકારોની વાત કરતા પુરુષો સામેલ થાય છે.

બીજી તરફ વતનના કટ્ટરપંથી આ માર્ચનો વિરોધ કરે છે. આ વખતે 8 માર્ચ બુધવારના રોજ ‘વિમેન્સ ડે’ હતો. આ કારણોસર વધુ મહિલાઓ ‘મહિલા માર્ચ’માં સામેલ ન થઈ શકત એટલે આયોજકોએ આ વિચારીને 12 માર્ચ, રવિવારનાં રોજ ‘મહિલા માર્ચ’ કાઢવાનો નિર્ણય લીધો જેથી, રજાના કારણે વધુ ને વધુ લોકો તેનો ભાગ બની શકે.

અન્ય સમાચારો પણ છે...