તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • First Ever ABO Incompatible Liver Transplant Surgery Successfully Performed At HCMCT Manipal Hospitals, Delhi

ફર્સ્ટ ટાઈમ ઈન ઈન્ડિયા:અલગ બ્લડ ગ્રુપ ધરાવતાં ડોનરનું લિવર 63 વર્ષના અફઘાની દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું, 12 કલાકની સર્જરી સફળ રહી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેપેટાઈટિસ-Bને કારણે અફઘાનિસ્તાનના 63 વર્ષના એક દર્દીનું લિવર ફેલ થઈ ગયું હતું
  • ડોનર અને રિસીવરનું બ્લડ ગ્રુપ સરખું ન હોવાથી દર્દીની 12 કલાક સુધી 'એબીઓ ઈન્કમ્પેટેબલ' સર્જરી કરવામાં આવી

અત્યાર સુધી એક સરખા ગ્રુપ ધરાવતા ડોનરનું જ રિસીવરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હતું. દેશમાં પ્રથમ વખત અલગ બ્લડ ગ્રુપ ધરાવતા ડોનરનું લિવર એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પ્રકારની સર્જરીને 'એબીઓ ઈન્કમ્પેટેબલ' સર્જરી કહેવાય છે. હેપેટાઈટિસ-Bને કારણે અફઘાનિસ્તાનના 63 વર્ષના એક દર્દીનું લિવર ફેલ થઈ ગયું હતું. સર્જરી માટે દર્દીને ભારત લવાયો અને દ્વારકાની HCMCT મણિપાલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી.

12 કલાક સર્જરી ચાલી
આ સર્જરી ડૉ. શૈલેન્દ્ર લાલવાણી અને તેમની ટીમે કરી. ડૉ. શૈલેન્દ્રનું કહેવું છે કે એબીઓ ઈન્કમ્પેટેબલ સર્જરી એક જટિલ પ્રક્રિયા છે. તેના માટે અનુભવી એક્સપર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ચિકિત્સીય દેખરેખ અને સંક્રમણમુક્ત વાતાવરણની આવશ્યકતા હોય છે. દર્દી અને ડોનરનું બ્લડ ગ્રુપ સરખું ન હોવાને કારણે આવી સર્જરી કરવામાં આવે છે. 12 કલાક સુધી કરવામાં આવેલી સર્જરી સફળ રહી. સર્જરી પછી સામાન્ય રીતે દર્દીને રિકવર થવામાં 3 અઠવાડિયાંનો સમય લાગે છે, પરંતુ આ દર્દી 2 અઠવાડિયાંમાં જ રિકવર થઈ ગયો. કેટલાક અઠવાડિયાંમાં જ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો.

દર્દીના 24 વર્ષના દીકરા સમદે કહ્યું કે, હું મારા પિતાને લીધે જ સ્વસ્થ જીવન જીવી શક્યો છું. ફાધર્સ ડેના અવસરે પિતાને આનાથી સારી ગિફ્ટ નહોતો આપી શકતો. પિતાની સારવાર અને સર્જરી માટે હોસ્પિટલ ટીમનો આભારી છું.

હોસ્પિટલના ડાયરેક્ટર રમણ ભાસ્કરનું કહેવું છે કે, આ કેસ નાજુક હતો તેથી તેના માટે અનુભવી નિષ્ણાતની જરૂર હતી. ડૉ. શૈલેન્દ્ર લાલવાણી અને તેમની ટીમે સફળતાપૂર્વક આ સર્જરી કરી.

શું છે એબીઓ ઈન્કમ્પેટેબલ સર્જરી
આ સર્જરી ત્યારે કરવામાં આવે છે જ્યારે ઓર્ગન ડોનર અને રિસીવરનું બ્લડ ગ્રુપ એકસરખું ન હોય. આ સર્જરીના આશરે 1 મહિના પહેલાં તૈયારી કરવામાં આવે છે. એન્ટિબોડીઝ રિએક્શન ન થાય તેના માટે પહેલાંથી જ તપાસ કરવામાં આવે છે. એ પણ સમજવામાં આવે છે કે શરીરમાં એન્ટિબોડીઝ એક નિયત કરેલા લક્ષ્ય સુધી બને છે કે કેમ.

સર્જરી પહેલાં આ 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે દર્દી

  • પહેલા રાઉન્ડમાં દર્દીને એન્ટિ-CD20 અપાય છે જેથી એન્ટિબોડી તૈયાર કરનારા પ્લાઝ્મા સેલના નિર્માણને રોકી શકાય.
  • બીજા સ્ટેજમાં બચેલી એન્ટિબોડીને ન્યૂટ્રિલાઈઝ કરવાની હોય છે.
  • ત્રીજા સ્ટેજમાં પ્લાઝ્મા ફિલ્ટર કરવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી એન્ટિબોડીઝ દૂર કરી શકાય.
અન્ય સમાચારો પણ છે...