• Gujarati News
  • Lifestyle
  • Finding The DNA Of Strangers Is A Big Deal, What's The Difference Between A Twin And A Double Ganger

પોતાના જેવા દેખાતા લોકો પર માણસ વધુ વિશ્વાસ કરે:અજાણ્યા લોકોનાં DNA એકસરખાં હોય તે અજબ જેવી વાત છે! જોડિયાં અને ડોપલગેંગર (હમશકલ) વચ્ચે શું તફાવત છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના એવરગ્રીન અનિલ કપૂરનો હમશકલ અમેરિકાનો જોન એફર નામનો બોડી બિલ્ડર છે. જોતજોતાંમાં આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. લોકો એક મિનિટ માટે પણ વિશ્વાસ કરી શકતા નહોતા કે બે અલગ-અલગ દેશો, જાતિ અને વ્યવસાયના લોકો વચ્ચે આટલી સમાનતા કેવી રીતે હોઈ શકે. એ પણ ત્યારે, જ્યારે બંનેની ઉંમરમાં 40 વર્ષનો તફાવત હોય. શું તમને ખબર છે કે દુનિયાના જુદા જુદા ખૂણામાં તમારા જેવા દેખાતા એક કરતાં વધુ વ્યક્તિઓ હોઈ શકે છે.

નીચેની તસવીરમાં બોલિવૂડ એક્ટર અનિલ કપૂર જમણી બાજુએ છે, જ્યારે તેનો હમશકલ જોન અફર ડાબી તરફ છે. તમે પણ જુઓ કે બંને વચ્ચે કેટલો ઓછો તફાવત છે.

એકસરખા દેખાતા હોય, પરંતુ અજાણ્યા હોય તે લોકોના સંબંધને શું કહેવાય?

જે લોકો અજાણ્યા છે, પરંતુ દેખાવમાં ખૂબ જ સમાન છે તેમને 'ડોપલગેંગર' કહેવામાં આવે છે. 'કાર્બન કોપી' અથવા 'ડોપલગેંગર' દેખાવમાં એકસરખા દેખાય છે. તેમનું વર્તન પણ સમાન છે, પરંતુ તેમની વચ્ચે લોહીનો કોઈ સંબંધ નથી હોતો. દુનિયાના બે ખૂણે બે 'ડોપલગેંગર' જોવા મળે છે.

આવો... પહેલા જાણીએ જોડિયા ંઅને ડોપલગેંગર વચ્ચે શું તફાવત છે?

અજાણ્યા લોકોનું DNA મળવું એ મોટી વાત છે, કુદરતની ક્ષમતા પર ઊઠ્યો સવાલ. અત્યારસુધી આપણે એક માનીને ચાલતા હતા કે પ્રકૃતિએ દરેક માણસની એક ખૂબીથી નવાજે છે, તેની ફિંગરપ્રિન્ટ અને તેની આંખ અલગ હોય છે. માનવ સભ્યતાની શરૂઆતથી તે આવું વિચારતી આવી છે, પરંતુ હાલમાં જ્યારે વિશ્વની વસતિ 700 કરોડને વટાવી ગઈ છે ત્યારે મનુષ્યો એકબીજા જેવા બનવા લાગ્યા છે. તો ઘણા લોકો તો એવું પણ વિચારવા લાગ્યા છે કે પ્રકૃતિ પાસે માણસ માટેના કોઈ નવા ડીએનએ નથી? જો છે તો બેથી વધુ માણસો એક જેવા કેમ થવા લાગ્યા છે.

લખનઉ યુનિવર્સિટીના માનવશાસ્ત્રના પ્રોફેસર ડૉ. નીતુ સિંહ જણાવે છે, 'દુનિયાના બે ખૂણામાં સમાન લોકો હોઈ શકે છે, પણ જો એને સંયોગ ગણીએ તો સારું. બે મનુષ્યોના જિનેટિક કોડ ક્યારેય એકસરખા ન હોઈ શકે. સેપિયન્સ એટલે કે માનવ જેવા જીવો અને હોમો સેપિયન્સ એટલે કે મનુષ્યના ડીએનએમાં 98 ટકા જેટલી સમાનતા છે.

માત્ર 2 ટકાના તફાવત સાથે પૃથ્વીના વિવિધ ભાગોના લોકોના દેખાવ, રંગ, ચામડી, વાળ અને કદમાં મોટો તફાવત જોઈ શકાય છે. આજ સુધી આપણને સરખા ડીએનએ અને ફિંગરપ્રિન્ટવાળા બે મનુષ્યો મળ્યા નથી. કુદરત ખૂબ જ શક્તિશાળી છે, તેની ક્ષમતાઓ પર પ્રશ્ન ઉઠાવવો ખૂબ જ વહેલો છે.

એન્થ્રોપોલિજિસ્ટ કૃતિકા જોશી 'ડોપલગેંગર'ના સંશોધન સાથે સહમત છે. તેઓ જણાવે છે, 'પહેલાં અલગ-અલગ જાતિના લોકો એકબીજા સાથે લગ્ન નહોતા કરતા, પરંતુ આજે વિવિધ જાતિ, વંશીય જૂથ, ધર્મ અને રાષ્ટ્રીયતાના લોકો એકબીજા સાથે લગ્ન કરીને પરિવારમાં વધારો કરી રહ્યા છે. ચોક્કસપણે આ બાળકો તેમના પૂર્વજો કરતાં ઓછી વંશીય ઓળખ ધરાવતા હશે. આનાથી વિશ્વભરમાં વંશીય અંતર ઘટશે અને લોકો ધીમે ધીમે એકસરખા દેખાશે.

હવે આપણે ખાવું અને પહેરવું એ જ વિચારીએ છીએ, જેથી આવનારા સમયમાં યુનિવર્સલ ડીએનએની વાત સાચી સાબિત થઈ શકે છે. આપણે બધા એકબીજાની નજીક રહીશું. આપણી વચ્ચેનું અંતર ઓછું થશે અને અમુક સમયે આ અંતર પણ સમાપ્ત થઈ શકે છે.

IVF અને સ્પર્મ ડોનર એક કારણ હોઈ શકે છે
IVF અને સ્પર્મ ડોનર પણ વિશ્વભરમાં સમાન દેખાતા માણસોના અસ્તિત્વનું એક કારણ છે. ઘણા પ્રોફેશનલ સ્પર્મ ડોનરે હજારો વખત સ્પર્મ ડોનેટ કર્યું છે. આવી સ્થિતિમાં વિશ્વભરમાં જન્મેલાં તેમનાં જૈવિક બાળકો એકબીજા સાથે સમાન હોઈ શકે છે. ભલે તેઓ જાણતા ન હોય કે તેમનો એકબીજા સાથે શું સંબંધ છે.

3 લાખ વર્ષ પહેલાં આપણા જેવી ઘણી માણસોની પ્રજાતિ હતી
લગભગ 3 લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર મનુષ્યોની ઓછામાં ઓછી 9 પ્રજાતિ હતી. મૂળરૂપે તેઓ બધા મનુષ્યો હતા, તેમની ખોપરી, હાડકાં અને શારીરિક દેખાવમાં થોડો તફાવત હતો, પરંતુ સમય જતાં અન્ય તમામ માનવ જાતિઓ અદૃશ્ય થઈ ગઈ હતી. આજે આ પૃથ્વી પર માત્ર આપણે એટલે કે 'હોમો સેપિયન્સ' જ બચ્યા છે.

આખરે, બે માણસના ડીએનએ એકબીજા સાથે કેટલા સમાન છે, જાણો આ ગ્રાફિકમાં

એવું શું છે જે બે મનુષ્યોને એકબીજાથી અલગ બનાવે છે?
સમાન આદતો અને ચહેરા સાથે જન્મેલા લોકો વચ્ચે એક પ્રશ્ન ઊભો થાય છે કે તે શું છે જે બે મનુષ્યોને અલગ બનાવે છે? વૈજ્ઞાનિકો પણ આ જ વસ્તુનાને કારણે અચંબામાં છે.

જો કોઈ વ્યક્તિના DNA અને ફિંગરપ્રિન્ટ 100% મેચ થવા લાગે તો શું થશે?
આજના સમયમાં આપણો આખો સમાજ DNAની આસપાસ જ ગૂંચાવાયેલો હોય છે. ગુનેગારોને પકડવાથી લઈને વારસદારોને સાબિત કરવા અને રોગોની સારવાર કરવા સુધી ડીએનએની ભૂમિકા અગત્યની છે. માનવસમાજની આખી વ્યવસ્થા આજે 'એક માણસ બીજા કરતાં અલગ છે' એ આધાર પર આધારિત છે.

દુનિયામાં દર વર્ષે 16 લાખ જોડિયાં બાળકો જન્મ લે છે
સાયન્સ જર્નલ 'હ્યુમન રિપ્રોડક્શન'ના એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, દુનિયામાં જન્મ લેનાર દરેક 40મું બાળક જોડિયાં હોય છે. સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ દર પહેલાં કરતાં ઘણો વધારે છે. વિશ્વભરમાં દર વર્ષે 16 લાખ જોડિયાં જન્મે છે.

જોડિયા બાળકોના આંકડા શું છે, આવો... ગ્રાફિકથી જાણીએ....

પોતાના જેવા દેખાતા લોકો પર માણસ જલદી ભરોસો કરે છે
આખરે દુનિયા 'ડોપલગેંગર' માટે આટલી પાગલ કેમ છે? શા માટે લોકો પોતાના જેવી દેખાતી વ્યક્તિને મળવા હજારો કિલોમીટરની મુસાફરી કરે છે? સમાજશાસ્ત્રી પ્રોફેસર ડૉ.બી.એસ.નિગમ આનો જવાબ આપે છે. પ્રોફેસર નિગમના કહેવા પ્રમાણે, 'પોતાના જેવી દેખાતી વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ માનવ સ્વભાવ છે. જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ મૂળનો હોય, તો તે અન્ય કોઈ કરતાં ચાઈનીઝ પર વધુ વિશ્વાસ કરશે તેને તેની નજીક શોધશે. આ કારણે લોકો તેમના જેવા દેખાતા સંભવિત માટે ખૂબ ઉત્સાહિત થઈ રહ્યા છે. તેને લાગે છે કે તેનો 'ડોપલગેંગર' તેને દુનિયામાં શ્રેષ્ઠ સમજશે.'

તમારા દેખાવની કલ્પના કરવી એ એક સુખદ અનુભૂતિ હોઈ શકે છે. નિષ્ણાતના દાવા પછી કે તમારો ડોપલગેંગર તમને શ્રેષ્ઠ રીતે સમજી શકે છે; કોઈપણ વ્યક્તિ પોતાના ડોપલગેંગરને મળવા આતુર હોય એ સ્વાભાવિક છે.