પત્ની બની રણચંડી:કોઈ પત્ની પતિને લાફો ઝીંકી દે છે તો કોઈ છુટ્ટું વેલણ મારે છે, મહિલાઓ શા માટે હિંસક બની રહી છે કારણો જાણો

નિશા સિન્હાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરી કરવાની સાથે પરિવાર સંભાળવાથી મહિલાઓનું મનોબળ મજબૂત બન્યું
  • રિપોર્ટ પ્રમાણે 98.3% મહિલાઓએ પાર્ટનરને હિંસામાં લાફો માર્યો

અત્યાર સુધી તમે એવું સાંભળતા હશો કે પતિએ ગુસ્સામાં પત્નીને માર માર્યો પરંતુ હવે તેનાથી વિપરિત પત્નીએ પતિને મેથીપાક ચખાડ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. મહિલાઓનો ગુસ્સો એ હદે વધી જાય છે કે તે અગ્રેસિવ બની સામેવાળી વ્યક્તિ પર હાથ ઉઠાવી દે છે. ભલે સામેવાળી વ્યક્તિ તેનો પતિ હોય કે પછી રોડસાઈડ રોમિયો.

કોઈએ જાહેરમાં માર માર્યો તો કોઈએ ચાકુ ઘુસાડી દીધું
2 મહિના પહેલાં મધ્ય પ્રદેશમાં એક પત્નીએ પતિને ડંડો મારી અધમુઓ કરી નાખ્યો. નોએડામાં 9 ઓગસ્ટે એક છોકરીએ જાહેર રસ્તા પર છોકરાને માર માર્યો. ભોપાલમાં એક ટીનેજરે રોડસાઈડ રોમિયોને મેથીપાક ચખાડ્યો. ત્યારબાદ આસપાસના લોકોએ ભેગા થઈ તેને માર માર્યો. છત્તીસગઢમાં ગણેસ વિસર્જન દરમિયાન એક છોકરીએ છોકરાને ચાકુ મારી દીધું.

મુંબઈની પોદાર વેલનેસ સેન્ટરના સાયકોલોજિસ્ટ અમાતુલ્લા લોખંડવાલાનું કહેવું છે કે, ઈન્ડિયન સોસાયટીમાં માતૃસત્તાત્મક વિચારધારાને કારણે આવા કેસ વધારે જોવા મળી રહ્યા છે. આજે દરેક સમાજની દીકરીઓ નોકરી કરી ઘર પણ સંભાળે છે. પહેલાં ઘરમાં જે દરજ્જો પતિને મળતો હતો તેવો પત્નીને મળવા લાગ્યો છે. ઘરની વિજળીનાં બિલ ભરવાથી લઈને બેંક સંબંધિત કામ મહિલાઓ કરવા લાગી છે. આ કારણોને લીધે મહિલાઓનું મનોબળ પહેલાં કરતાં વધારે મજબૂત થયું છે. તેની હિંમત વધી છે અને સહનશક્તિ ઓછી થવા લાગી છે.

અબળા નહિ દબંગ છે ભારતીય મહિલાઓ
ભારતીય સમાજમાં સામાન્ય રીતે પતિ પત્નીને માર મારતો હોય તેવું ચિત્ર હતું. હવે આ ચિત્ર વિપરિત થઈ પતિ પત્નીનો માર ખાઈ રહ્યા છે. 2019ના 'ઈન્ડિન જર્નલ ઓફ કમ્યુનિટી મેડિસીન'ના રિપોર્ટ પ્રમાણે આશરે 52.4% પુરુષ મહિલાઓની હિંસાના શિકાર થયા છે. 1 હજાર પુરુષો પર થયેલી સ્ટડી પ્રમાણે 52% પુરુષોએ પત્ની અથવા ઈન્ટિમેટ પાર્ટનરનો માર ખાધો છે.

આશરે 100માંથી 11 પુરુષોએ છેલ્લા 12 મહિનામાં એક વખત મહિલાના હાથનો માર ખાધો છે. 98.3% મહિલાઓએ પાર્ટનરને હિંસામાં માત્ર લાફો માર્યો છે. પુરુષો પર મહિલાઓ દ્વારા થયેલી હિંસામાં માત્ર 3.3% કેસમાં હથિયારનો ઉપયોગ થયો છે. 60માંથી 7 પુરુષોએ પત્નીના હાથે અલગ અલગ રીતે માર ખાધો છે.

પટ્ટેને પટ્ટે પતિને માર પડે છે
સઉદી ગેજેટમાં પ્રકાશિત થયેલી એક સ્ટડી પ્રમાણે પતિ પર હિંસક હુમલો કરવામાં મિસ્ત્રની મહિલાઓ આગળ છે. બ્રિટનની મહિલાઓ બીજા નંબરે છે તો ભારતની અબળા ગણાતી મહિલાઓનો નંબર ત્રીજો છે. રિપોર્ટ પ્રમાણે પતિને મારવા માટે મહિલાઓ બેલ્ટ, વેલણ સહિતના રસોઈના સાધનોનો ઉપયોગ કરે છે.

સવાલ એ છે કે એક સમયે અબળા નારી ગણાતી સ્ત્રીઓ અચાનક રણચંડી કેવી રીતે બની ગઈ? સાયકોલોજિસ્ટ અમાતુલ્લા જણાવે છે કે, આવા કેસમાં મહિલાઓને લાગે છે કે તેને સમાજનો સપોર્ટ મળશે.

આ કારણે હિંસક બની રહી છે મહિલાઓ

અમાતુલ્લા જણાવે છે કે, મહિલાઓ ગુસ્સામાં હિંસક થઈ રહી છે તેનું કારણ સમાજ જ છે. સદીઓથી મહિલાઓ પર હિંસક અત્યાચાર થયા છે. આવી ઘટનાઓએ તેમને હિંમત આપી છે અને હથિયાર ઉઠાવવા માટે મજબૂર કરી છે. સાથે ભારતીય કાયદાએ પણ મહિલાઓને સખત ટેકો આપ્યો છે. ડાઉરી, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ સહિતના કાયદાઓ મહિલાઓનું મનોબળ વધાર્યું છે. જોકે પુરુષના પક્ષમાં આવા કોઈ કાયદા છે નહિ.

ગુસ્સો કાબૂ કરવા આટલું કરો
સાયકોલોજિસ્ટ જણાવે છે કે પુરુષ હોય કે મહિલા હિંસા ખોટી વાત છે. જો કોઈ વાતે મહિલાને એવું લાગે કે હવે તે હિસંક બની શકે છે તો તે કેટલીક રીત અપનાવી ગુસ્સો કાબૂ કરી શકે છે. સ્નાન કરવાથી, ઊંડા શ્વાસ લેવાથી, પાણી ભરેલા ગ્લાસમાં ગુસ્સો ઉતારવાથી ગુસ્સો શાંત થઈ શકે છે. આમ કરવાથી ગુસ્સાથી ક્રિએટ થતી નેગેટિવ એનર્જી બહાર આવી જશે.

અન્ય સમાચારો પણ છે...