• Gujarati News
  • Lifestyle
  • Figs Have Many Medicinal Properties Rich In Anti Oxidants, Make Them A Part Of Every Day Diet.

100% Good For You:અંજીરમાં એન્ટિ ઓક્સીડન્ટ્સથી ભરપૂર અનેક ઔષધીય ગુણો, આ સુપર ફૂડ ડાયટમાં સામેલ કરવાના અનેકો ફાયદા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજીરમાં ફાઈબર, ઓમેગા 3 અને 6 ફેટી એસિડ હોવાથી તે હાઈ બીપી કન્ટ્રોલ કરે છે

અંજીર એક સ્વાદિષ્ટ ડ્રાય ફ્રુટ છે. તેનું સેવન ફળ અને ડ્રાયફ્રુટ બંને રીતે કરવામાં આવે છે. એન્ટિ ઓક્સીડન્ટ્સથી ભરપૂર અંજીરમાં અઢળક ઔષધીય ગુણો હોય છે. તેની ગણતરી સુપર ફૂડમાં કરવામાં આવે છે. અંજીરમાં વિટામિન A, B,C, K, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, કોપર અને મેંગેનીઝ જેવાં પોષક તત્વો હોય છે.

અંજીરના ફાયદા

  • તે હોર્મોનલ અસતુંલન અને પોસ્ટ મેનોપોઝ પછીની સમસ્યામાં રાહત આપે છે.
  • તેમાં ફાઈબર, ઓમેગા 3 અને 6 ફેટી એસિડ હોય છે. તે હાઈ બીપી કન્ટ્રોલ કરે છે.
  • એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે અંજીર ફાયદાકારક.
  • શરીરના જૂના ઘામાંથી દુર્ગંધ દૂર કરવા માટે અંજીરનો પ્રયોગ કરો. અંજીરનું દૂધ ઈજા પર લગાવવાથી દુર્ગંધ દૂર થાય છે.
  • ડાયાબિટીસમાં અન્ય ફળોની સરખામણીએ અંજીર વધારે ફાયદાકારક હોય છે.
  • તેમાં રહેલાં હાઈ ફાઈબરને કારણે કબજિયાતથી લઈને ડાયેરિયા સહિતની પાચનક્રિયા સંબંધિત બીમારીમાં રાહત મળે છે. તેનાં સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે.
  • તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ બોન ડેન્સિટી વધારે છે.