તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Fight With Cancer In Difficult Situations Of Lockdown, They Showed That If You Are Encouraged, You Can Win Through Difficult Circumstances Of Life.

કેન્સર પેશન્ટ ઊર્જાની સ્ટોરી:લોકડાઉનના કપરા સમયમાં કેન્સરની જંગ લડનારી ઊર્જાએ દેખાડી દીધું કે, હિંમત હોય તો મુશ્કેલ સમયને પણ જીતી શકાય છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊર્જાએ 30 માર્ચથી પોતાની કેન્સર ટ્રીટમેન્ટ શરુ કરી હતી, 14 ઓગસ્ટે તે કેન્સર મુક્ત થઇ ગઈ
  • તેણે ટ્રીટમેન્ટ શરુ કરી ત્યારે વજન માત્ર 36 કિલો હતું, કિમોથેરાપીને લીધે વાળ ખરી ગયા
  • ઊર્જાએ કેન્સરના દર્દીઓને સલાહ આપી કે, બીમારી જાણવા માટે ગૂગલની માહિતી પર વિશ્વાસ ન કરો, તમારા ડોક્ટર પર વિશ્વાસ રાખો

31 વર્ષની ઊર્જા પોતાના પતિ સાથે મુંબઈમાં રહે છે. તેના પરિવારમાં કોઈને કેન્સર થયું નથી. ઊ​​​​​​​ર્જાએ ક્યારેક સપનાં પણ નહોતું વિચાર્યું કે આટલી મોટી બીમારી તેને થઇ શકે છે.

લોકડાઉનમાં તેની પર એટલી બધી તકલીફો આવી કે તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. ઊ​​​​​​​ર્જાએ 30 માર્ચથી પોતાની કેન્સર ટ્રીટમેન્ટ શરુ કરી હતી. 14 ઓગસ્ટના રોજ ડોક્ટરે તેને કેન્સર ફ્રી જાહેર કરી છે. ઊ​​​​​​​ર્જાએ કેન્સરની જંગ કેવી રીતે જીતી અને આ દરમિયાન કઈ તકલીફોનો સામનો કર્યો તે તેના જ શબ્દોથી જાણીએ...

‘કેન્સરની શરૂઆત હતી તે સમય હું ક્યારેય નહિ ભૂલી શકું. મને જમવાનું ચાવવામાં અને ગળા નીચે ઉતારવામાં ઘણી તકલીફ થતી હતી આથી હું મુંબઈમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ વેદાંત કારવીર પાસે ગઈ અને તેમણે મને એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપી. એન્ડોસ્કોપી દરમિયાન તેમની નળી મારા ગળામાં જઈ રહી નહોતી. ત્યારે મને કહેવામાં આવ્યું કે મારા ગળામાં ગાંઠ છે.

ડિએશનને લીધે ઊર્જાનાં ગળાની અંદરની સ્કિન ડેમેજ થઇ ગઈ
ડિએશનને લીધે ઊર્જાનાં ગળાની અંદરની સ્કિન ડેમેજ થઇ ગઈ

ડોક્ટરે મને સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી. રિપોર્ટ આવ્યા પછી મને ગ્લોબલ હોસ્પિટલમાં જવાનું કહ્યું. અહિ તપાસ દરમિયાન ખબર પડી કે ગળામાં 90% બ્લોકેજ છે. તે સમયે મારી હાલત એટલી હદે ખરાબ હતી કે હું જમવાનું કે પાણી બંનેમાંથી કઈ લઇ શકતી નહોતી. આથી મારા નાકમાં એક નળી લગાવી હતી તેની મદદથી જ મને પોષણ મળતું હતું.

ત્યારબાદ પાંચ દિવસની અંદર બાયોપ્સી રિપોર્ટ આવ્યો અને તેમાં ખબર પડી કે મને ઇસોફેગસ કેન્સર છે. હું કેન્સરના ત્રીજા સ્ટેજમાં હતી. મને આ વાતની ખબર પડી ત્યારે લાગ્યું કે જાણી જીવન પૂરું થઇ ગયું છે. મને એક વાતનું આશ્ચર્ય પણ હતું કે મારી પહેલા મારા પરિવારમાં કોઈને કઈ પણ પ્રકારનું કેન્સર થયું નથી.

કિમોથેરાપીને લીધે ઊર્જાના વાળ ઉતરી ગયા
કિમોથેરાપીને લીધે ઊર્જાના વાળ ઉતરી ગયા

ડૉ. રોહિત માલદેએ મારા સ્વસ્થ થવાના 50% ચાન્સ કહ્યા હતા. મને 35 રેડિએશન અને 6 કિમોથેરાપી કરાવવાનું કહ્યું. કિમોથેરાપીને લીધે મારા વાળ ઉતરી ગયા અને રેડિએશનને લીધે મારા ગળાની અંદરની સ્કિન ડેમેજ થઇ ગઈ. આથી 29 રેડિએશન પછી મારી ટ્રીટમેન્ટ બંધ કરી દીધી. આ પરિસ્થિતિમાં મારું વજન ઓછું થવા લાગ્યું અને તકલીફો વધતી ગઈ.

મેં ક્યારેય આ બીમારી વિશે સાંભળ્યું નહોતું કે મને તેના વિશે કઈ ખબર પણ નહોતી. મારી જિંદગીમાં ચારે તરફ બસ અંધારું જ દેખાતું હતું. ત્યારે મારા પતિ નિકુંજે મારા અંકલ ડૉ. અશોક લોહાણાને વાત કરી. તેમણે અમને નાણાવટી હોસ્પિટલ મુંબઈમાં ડૉ. રોહિત માલદેને મળવાની સલાહ આપી.

જ્યારે મેં મારી ટ્રીટમેન્ટ શરુ કરી ત્યારે મારું વજન માત્ર 36 કિલો હતું. ડોક્ટરે મને ચોખ્ખું કહી દીધું હતું કે જો હવે એક પણ કિલો વજન ઓછું થશે તો સારવાર નહિ થાય. એ પછી મેં નાણાવટી હોસ્પિટલમાં ચીફ ડાયટિશિયન ડૉ. ઉષા કિરણ સિસોદિયાની મદદ લીધી અને તેમણે કહેલા ડાયટ ચાર્ટથી મારું વજન 5 મહિનામાં 46 કિલો થઇ ગયું.

ઊર્જાને પોતાની સાથે રહેતા પતિ નિકુંજની ચિંતા હતી કે તેને કોરોનાનું ઇન્ફેક્શન ન થાય
ઊર્જાને પોતાની સાથે રહેતા પતિ નિકુંજની ચિંતા હતી કે તેને કોરોનાનું ઇન્ફેક્શન ન થાય

લોકડાઉનને લીધે અઠવાડિયાંમાં 5 દિવસ હોસ્પિટલ જઈને ટ્રીટમેન્ટ કરાવવું મુશ્કેલ લાગી રહ્યું હતું. ઇન્ફેક્શનના ડરને લીધે ફૂડ પાઈપનું વધારે ધ્યાન રાખવું પડતું હતું કારણકે હંમેશાં એક જ ડર રહેતો કે કોરોના વાઈરસની અસર મારી બીમારી કે મારી સાથે હંમેશાં રહેતા મારા પતિને નિકુંજને ન થાય.

જ્યારે મારી સારવાર શરુ થઇ, ત્યારે મને લાગી રહ્યું હતું કે હું હારી જઈશ, પરંતુ મારી બોડીમાંથી મને પોઝિટિવ સિગ્નલ મળવા લાગ્યા, ત્યારે અહેસાસ થવા લાગ્યો કે આ બીમારીને તો હરાવીને જ રહીશ.

નાણાવટી હોસ્પિટલમાં ડોક્ટર રોહિત માલદે અને ભારત ચૌહાણે મારી ભરપૂર મદદ કરી. ટ્રીટમેન્ટ દરમિયાન મેં મારો અવાજ ગુમાવી દીધો હતો. તેવામાં મારા માતા-પિતા, મારા મિત્ર અને હોસ્પિટલના સ્ટાફે મદદ કરી. વીડિયો કોલ કરીને લોકો મારી હિંમત વધારતા હતા અને હું મારી તકલીફોને સાઈન લેન્ગવેજમાં સમજાવતી હતી.

જે લોકો આ સમયે કેન્સર પેશન્ટ છે અને સારવાર કરાવી રહ્યા છે, તેમને હું કહેવા માગું છું કે તમારા ડોક્ટર પર વિશ્વાસ રાખો. આ બીમારી જાણવા માટે ગૂગલની માહિતી પર વિશ્વાસ ન કરો કારણ કે કેન્સરના દરેક પેશન્ટની દરેક સ્ટેજમાં સારવાર અલગ થાય છે. ઇન્ટરનેટ પર 100% વિશ્વાસ કરવો યોગ્ય નથી. બીમારી સાથે જોડાયેલી દરેક નાની વાત ડોક્ટરને પૂછો તેઓ તમને સલાહ અને ટ્રીટમેન્ટ એમ બંને આપી શકશે.

છેલ્લે હું એટલું જ કહીશ કે, પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય પોતાને ઓછા ન સમજો. સૌથી પહેલા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારું શરીર તમને જે પણ સિગ્નલ આપે છે તેની અવગણના ન કરો. કારણ કે જો સમય પર તમને બીમારીની ખબર પડી જશે તો યોગ્ય સમયે તેની સારવાર પણ કરાવી શકશો.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો