• Gujarati News
  • Lifestyle
  • Fed Up With Her Husband's Viagra Overdose, The Young Man Was Taken To Hospital As His Health Deteriorated Due To The Overdose.

ચેતવણી રૂપ કિસ્સો:પતિના વાયગ્રાના ઓવરડોઝથી કંટાળી નવવધુ પિયર જતી રહી, ઓવરડોઝના કારણે તબિયત ખરાબ થતાં યુવકને હોસ્પિટલ ખસેડાયો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સેક્સ પાવર વધારવા માટે વાયગ્રા લેતો હતો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક નવપરિણીત પુરુષને મિત્રોની સલાહ પર ઈરેક્ટાઈલ ડિસફંક્શન માટે વાયાગ્રા લેવાનું ભારે પડ્યું. તેના મિત્રોએ લગ્નના થોડા દિવસ પછી તેના લગ્ન જીવનમાં વધારે આનંદ મેળવવા માટે વાયગ્રા લેવાની સલાહ આપી હતી. મિત્રોએ તેને ઉશ્કેર્યો હતો અને સેક્સ પાવર વધારવા માટે વાયગ્રા લેવાની સલાહ આપી. તેના પછી તે વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

ડૉક્ટરની સલાહ વગર દવા લેવાનું ભારે પડ્યું
રિપોર્ટ્સ અનુસાર, ત્રણ મહિના પહેલા જ યુવકના લગ્ન થયા હતા. એક મિત્રની સલાહ પર યુવકે વાયગ્રા લેવાનું શરૂ કરી દીધું. પહેલા તે ઓછી માત્રામાં વાયગ્રા લઈ રહ્યો હતો, પરંતુ તેમાં તે સંતુષ્ટ નહોતો. જેના પછી યુવકે તેનો ડોઝ વધારી દીધો અને કોઈપણ ડૉક્ટરની સલાહ વગર વધારે પ્રમાણમાં વાયગ્રા લેવાનું શરૂ કરી દીધું. એક દિવસ વધારે સેવનથી તેની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી.

20 દિવસ સુધી પણ પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો ઓછો ન થયો
વધારે પ્રમાણમાં વાયગ્રા લેવાથી યુવકના પ્રાઈવેટ પાર્ટમાં એવો દુખાવો થયો જે 20 દિવસ પછી પણ મટ્યો નહીં. નવી નવેલી દુલ્હન યુવકથી કંટાળી પોતાના પિયર જતી રહી. પિયરમાંથી તેને સમજાવીને સાસરીમાં મોકલવામાં આવી પરંતુ મામલો થાળે ન પડ્યો. આખરે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

જીવભર પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો રહેશે
હોસ્પિટલના ડૉક્ટરોએ પુરૂષની પેનાઈલ પ્રોસ્થેસિસની સર્જરી સફળતાપૂર્વક કરી પરંતુ તેમનું કહેવું છે કે હવે તેના પ્રાઈવેટ પાર્ટનો દુખાવો કદાચ આજીવભર રહે તેવી શક્યતા છે. જો કે, તેનાથી તેના વિવાહિત જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. ડૉક્ટરોના અનુસાર, વ્યક્તિને બાળકો થઈ શકે છે પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો ક્યારેય ઓછો નહીં થાય. જો કે, શારીરિક સંબંધ બાંધતી વખતે તેને હંમેશાં એક ટાઈટ કપડાં પહેરવા પડશે. જો કે, વ્યક્તિ ટૂંક સમયમાં એક સામાન્ય જીવન જીવવાનું શરૂ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...