• Gujarati News
  • Lifestyle
  • Father Quits High paying Job To Spend Time With Daughter, Dissatisfied With Company provided 'paternity Leave'

‘પ્રમોશન ટુ ફાધરહૂડ’:પુત્રી સાથે સમય વિતાવવા પિતાએ ઊંચા પગારની નોકરી છોડી, કંપનીએ આપેલ ‘પેટરનીટી લિવ’થી અસંતુષ્ટ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરનાં સ્નાતક અંકિત જોશીએ ટૂંકી પેટરનીટી લિવનું કારણ આપીને પોતાની નવજાત પુત્રી સાથે સમય વિતાવવા માટે એક કંપનીનાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની નોકરી છોડી દીધી હોવાનું જણાવ્યું હતું. હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતાં તે વ્યક્તિએ સમજાવ્યું કે, ‘કેવી રીતે એક અઠવાડિયાની પેટરનીટી લિવ પુત્રીની સાર-સંભાળ રાખવા માટે પૂરતી નથી.’

અંકિત અને તેની પત્ની આકાંશા, હિમાચલ પ્રદેશની સ્પિટી વેલીની સફરે ગયા હતા ત્યારે આ જોડીએ તેમની ભાવિ પુત્રી માટેની તેમની યોજનાઓ નક્કી કરી હતી. આ ઉપરાંત તેની પુત્રીનું નામ પણ ખીણનાં નામ પરથી ‘સ્પિટી’ રાખ્યું હતું. અંકિતે ખુલાસો કર્યો કે, ‘ઊંચા પગારની નોકરી છોડી દેવાનો આ ‘વિચિત્ર નિર્ણય’ પહેલાં જ તેનાં મગજમાં હતો. જો કે, તેનાં મોટાભાગનાં મિત્રો અને સંબંધીઓને તે મંજૂર ન હતું. જો કે, તેની જીવનસંગીની આકાંક્ષા તેના આ નિર્ણય પર પહેલેથી જ તેની સાથે ઊભી રહી હતી.’

અંકિતે કહ્યું, ‘હું જાણતો હતો કે, આ બધું અઘરું થવાનું હતું. મેં હમણાં જ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થોડા મહિના પહેલાં જ એક નવી નોકરી શરૂ કરી હતી. મારું કામ મને જુદાં-જુદાં શહેરોમાં લઈ ગયું હતું અને મને ખૂબ જ આનંદ આવતો હતો પણ હું ‘સ્પિટી’નાં જન્મ પછી લાંબો વિરામ લેવા માગતો હતો. હું જાણતો હતો કે, કંપની મારી રજા લંબાવી શકશે નહીં એટલે મેં કંપનીમાં મારા રાજીનામાની પ્રોસેસ શરુ કરી. હું આ સમયને ‘પ્રમોશન ટુ ફાધરહૂડ’ તરીકે ઓળખાવું છું અને મને તે ખૂબ જ ગમે છે!’

તે એક મહિનાથી રાતની ઊંઘ હરામ કરીને પોતાની પુત્રીને લોરી ગાઈને સૂવડાવવાની દરેક ક્ષણને તે યાદ કરે છે અને હજુ થોડો સમય તે પોતાની પુત્રી સાથે વિતાવવા ઈચ્છે છે અને કોઈપણ નવી નોકરી માટે અરજી કરવાનો વિચાર હાલ પૂરતો તેના મગજમાં નથી બીજી તરફ છ મહિનાની મેટરનિટી લીવ પર બેઠેલી આકાંક્ષાને તેમની પુત્રીનાં જન્મનાં થોડા જ સમય બાદ ‘મેનેજર’ તરીકે બઢતી આપવામાં આવી હતી.

અંકિતે કહ્યું કે, ‘આકાંક્ષાની કારકિર્દી અને માતૃત્વ બંનેમાં તેની ઉત્કૃષ્ટતા જોઈને તેને પોતાની ફેમિલી પરિપૂર્ણ થયાનો અનુભવ થાય છે પરંતુ, તે જ સમયે જે બાબત મને નિરાશ કરે છે, તે એ જોવાનું છે કે કેવી રીતે મોટાભાગની કંપનીઓ નોંધપાત્ર નેક્સ્ટ-ટુ-નથિંગ પિતૃત્વ રજા આપે છે. તે ફક્ત પિતા બાળકને પિતા સાથે પૂરતો સમય ન આપવા બાબતે જ નથી પરંતુ, બાળકની ઉછેરની ભૂમિકામાં કંપનીનાં નીતિ-નિયમો કેવી રીતે પિતાની જવાબદારી ઓછી સમજે છે તેના વિશે છે.’