મૂલ્યવાન ભેટ:પિતાએ 2 વર્ષના દીકરાને ચંદ્રની જમીનનો ટુકડો ગિફટ કર્યો, સર્ટિફિકેટ જોવા લોકોની ભીડ જામી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રની ડાર્ક સાઈટ પર એક એકર જમીન ખરીદી
  • આવ્યાનના પિતા અભિલાષ મિશ્રા બેંગ્લોરમાં એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે

દરેક પેરેન્ટ્સને તેમના બાળકો જીવથી પણ વધારે વ્હાલા હોય છે. તેઓ બાળકની દરેક ઈચ્છા પૂરી કરવા માટે જીવ રેડી દે છે. અશક્ય કામને શક્ય કરી બતાવે છે. મધ્ય પ્રદેશમાં સતના શહેરમાં એક પિતાએ તેના 2 વર્ષના દીકરાને મૂલ્યવાન ગિફ્ટ ભેટ કરી છે. પિતાએ દીકરા માટે ચંદ્ર પર જમીન લીધી છે.

સર્ટિફિકેટ જોવા લોકોની ભીડ જામી
મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અભિલાષ મિશ્રા બેંગ્લોરમાં એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે. તેમણે દીકરા આવ્યાનને ગિફ્ટમાં ચંદ્રની જમીનનો ટુકડો આપ્યો છે. બુધવારે આવ્યાન બે વર્ષનો થયો. ચંદ્રની જમીનના ટુકડાના માલિક બની ગયેલા આવ્યાનનાં ડોક્યુમેન્ટ્સ જોવા લોકોની ભારે ભીડ જામી હતી.

ચંદ્રની ડાર્ક સાઈટ પર એક એકર જમીન ખરીદી
અભિલાષે ન્યૂ યોર્કમાં આવેલી ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી જમીન ખરીદવા માટે પરમિશન લીધી હતી. અભિલાષ તેના દીકરાને યાદગાર ગિફ્ટ આપવા માગતો હતો. તેણે ચંદ્રની ડાર્ક સાઈટ પર એક એકર જમીન ખરીદી છે. કંપનીએ આ પરિવારને આવ્યાનનાં નામનું સર્ટિફિકેટ પણ મોકલ્યું છે. અત્યારે ભલે આવ્યાનને આ ગિફ્ટ ખબર ના પડે પણ મોટા થઈને તેને પિતા પર ચોક્કસ ગર્વ થશે.

સુશાંતે પણ ચંદ્ર પર જમીન ખરીદી હતી
​​​​​​​ભારતમાં ઘણા બિઝનેસમેને ચંદ્ર પર જમીન ખરીદી છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પણ ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ચંદ્ર પર જમીન ખરીદી હતી. એટલું જ નહીં પણ તે ઘરેથી ટેલિસ્કોપમાં પોતે ખરીદેલી જગ્યા પણ જોતો હતો.

અન્ય સમાચારો પણ છે...