લોટરી ટિકિટ જીતનારા લોકોની સ્ટોરી ઘણી રસપ્રદ હોય છે. મામૂલી કિંમતમાં ખરીદેલી ટિકિટ વિનર્સને રાતોરાત કરોડપતિ બનાવી દે છે. અમેરિકામાં ફ્લોરિડામાં રહેતો ક્લેવલેન્ડ પોપ તેની દીકરી માટે સ્કૂલ બેગ ખરીદવા ગયો હતો. આ દરમિયાન તેણે લોટરી 30 ડોલરમાં ટિકિટ ખરીદી અને તે 1 મિલિયન ડોલર એટલે કે 7 કરોડ રૂપિયાનો માલિક બની ગયો.
પોપ ઘણા સમયથી લોટરી ટિકિટ ખરીદતો હતો
47 વર્ષીય પોપે ગોલ્ડ રશ સુપ્રીમ સ્ક્રેચ ઓફ ગેમની ટિકિટ ખરીદી હતી. પોપે ટિકિટ ખરીદી ત્યારે તેને થોડી પણ આશા નહોતી કે તે જીતશે. પોપ છેલ્લા ઘણા સમયથી લોટરી ટિકિટ ખરીદતો હતો આ વખતે તેણે અલગ જગ્યાએથી ટિકિટ લીધી અને તેનું નસીબ ચમકી ઉઠ્યું.
2000 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી
બ્રૂક્સવિલેમાં રહેતા પોપે ફ્લોરિડા ઓફિશિયલને કહ્યું કે, ટૂંક સમયમાં મારી દીકરીની સ્કૂલ શરુ થવાની છે અને હું તેના માટે સ્કૂલ બેગ ખરીદવા ગઈ હતી. આ દરમિયાન મને લોટરી ટિકિટ દેખાઈ અને મેં 30 ડોલર આપીને ટિકિટ ખરીદી. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું આ રીતે રાતોરાત કરોડપતિ બની જઈશ.
પોપનો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો
દીકરી માટે સ્પેશિયલ બેગ શોધી રહેલા પિતાને લોટરી જીત્યાની ખબર પડી ત્યારે પહેલાં તો તેમને વિશ્વાસ ના આવ્યો. આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો. પોપે લોટરીના બધા રૂપિયા એકસાથે લેવાનો નિર્ણય કરતા તેને સ્ટોરને 2000 ડોલરનું બોનસ આપવું પડશે. લોટરીની રૂપિયાથી પોપ સારી લાઈફસ્ટાઈલ ધરાવતું જીવન જીવશે અને તેના બાળકોને સારો અભ્યાસ કરાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.