ડિઝાઇનરે 25 વર્ષ નાના વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા:ફેશન-ક્વીન વેસ્ટવૂડની પંકી ડિઝાઇનને કારણે બ્રિટનમાં ધમાલ મચી હતી, જાણો વિવિએન વેસ્ટવૂડની જાણી-અજાણી વાતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં બ્રિટનની જાણીતી ફેશન-ડિઝાઇનર વિવિએન વેસ્ટવૂડનું અવસાન થયું હતું. વિવિએનના નિધન બાદ યુરોપ સહિત આખી દુનિયામાં તેમના કામ ને લાઇફની ચર્ચા કરવામાં આવી રહી છે. બ્રિટિશ ફેશન ઇન્ડસ્ટ્રીમાં બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહેલી વિવિએન વેસ્ટવૂડે જ કટ સાથે પંકી ડિઝાઇનની શાનદાર શરૂઆત કરી હતી. તેમણે બ્રિટિશ ફેશન ઇન્ડસ્ટ્રીને નવાં રૂપરંગ આપ્યાં હતાં, જેની અસર વિશ્વભરના ફેશનબજાર પર જોવા મળી હતી. વિવિએન વેસ્ટવૂડ ફક્ત તેની પ્રોફેશનલ લાઇફને કારણે જ નહીં, પરંતુ પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહી હતી. તેમને 25 વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. તો જીવનના અંતિમ સમયમાં તે આધ્યાત્મિકતા તરફ વળી ગઇ હતી.

વેસ્ટવૂડની ડિઝાઇનને કારણે ઘણીવાર ધમાલ મચતી હતી.
વેસ્ટવૂડની ડિઝાઇનને કારણે ઘણીવાર ધમાલ મચતી હતી.

પંક ફેશન ફેમસ કરવા પાછળ વિવિએન વેસ્ટવૂડ
વિવિએન વેસ્ટવૂડ બ્રિટન સહિત વિશ્વભરમાં પંક ફેશનને ફેમસ કરવા માટે જાણીતી છે. હકીકતમાં 'પંક ફેશન' એ એક પ્રકારનું આંદોલન હતું. જે ફેશન દ્વારા બનાવેલા સાંસ્કૃતિક ધોરણોનું પાલન કરતાં ન હતાં. વિવિએન વેસ્ટવુડે 1960-70ના દાયકામાં પંક ફેશન પર કામ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં લોકો ઢીલાં કપડાં અને ચામડાની જ્વેલરી પહેરીને જતા હતા. એ સામાન્ય રીતે કદરૂપું માનવામાં આવતું હતું.

વિવિએન વેસ્ટવૂડના આઉટ ફિટ પર ધમાલ મચી
તો પરંપરાગત યુરોપિયન સમાજમાં કપડાંને સામાજિક સ્થિતિ સાથે જોવામાં આવતાં હતાં. અલગ- અલગ વર્ગના લોકોની ફેશનો પણ અલગ-અલગ હતી. આ બાદ વિવિએન વેસ્ટવૂડે નવી ફેશનની શરૂઆત કરી હતી. આ બાદ તમામ વર્ગના યુવાનો વેસ્ટવૂડની પંક ફેશન તરફ આકર્ષવા લાગ્યા હતા. આ સિવાય વેસ્ટવૂડનાં કપડાં એ સમય મુજબ ખૂબ બોલ્ડ હતા, તેથી શરૂઆતના સમયમાં ઘણીવાર તેમના પર તેમની ડિઝાઇનને કારણે બબાલ પણ થતી હતી.

જોકે પાછળથી તેની ડિઝાઇન ફેશનનું ધોરણ બની ગઈ હતી. 1990 સુધીમાં વિવિએન વેસ્ટવૂડને બ્રિટિશ ફેશન ઉદ્યોગની રાણી ક્વીન તરીકે જાણીતી થઇ ગઇ હતી.

લેધર, રબર અને પ્લાસ્ટિકમાંથી આઉટફિટ બનાવ્યા
વિવિએન વેસ્ટવૂડની ડિઝાઇનની એક ખાસિયત એ હતી કે એમાં કાપડ, લેધર, રબર અને પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ સિવાય પ્રથમ વખત કટ ડિઝાઇનને પણ ફેમસ કરી હતી.

વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા ને પછી આધ્યાત્મિકતા તરફ વળ્યાં
વિવિએન વેસ્ટવુડનાં બે લગ્ન હતાં. તેમના પહેલા લગ્ન 1962માં ડેરેક વેસ્ટવૂડ સાથે થયાં હતાં. આ લગ્ન લાંબા સમય સુધી ટક્યા નહોતા. 1965માં તેમના પ્રથમ પતિને છૂટાછેડા આપ્યા પછી વિવિએન લાંબા સમય સુધી એકલાં રહેતાં હતાં. પછી 1992માં 50 વર્ષની ઉંમરે વિદ્યાર્થી એન્ડ્રેસ ક્રોન્થલર સાથે લગ્ન કર્યા. બંનેમાં 25 વર્ષનું અંતર હતું.

તેની ડિઝાઇન દ્વારા વિવિએને સક્રિયતાનો પણ અભ્યાસ કર્યો. તેઓ પર્યાવરણીય સંરક્ષણ અને લિંગ સમાનતાના મુદ્દા પર પણ ખૂબ જ એક્ટિવ હતાં. બાદમાં તેઓ આધ્યાત્મિકતા તરફ પણ વળ્યાં હતાં. તેઓ ચીની તાઓ સંપ્રદાયને માનતાં હતાં. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં હતાં.