તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Fashion Designer Zeeshan Launches Bridal Couch Collection 2021, Raises Voice Against Dowry Practice Through Traditional Bridal Wear

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયા પર વાયરલ:ફેશન ડિઝાઈનર ઝિશાને બ્રાઈડલ કાઉચર કલેક્શન 2021 લોન્ચ કર્યું, ટ્રેડિશનલ બ્રાઈડલ વિયર દ્વારા દહેજ પ્રથાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો

22 દિવસ પહેલા

પાકિસ્તાનની ફેશન ડિઝાઈનર અલી ઝિશાનનું બ્રાઈડલ કાઉચર કલેક્શન દહેજ પ્રથાની વિરુદ્ધ લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવ્યું છે. તેના આ કલેક્શનનું નામ 'નુમાઇશ' છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ કલેક્શનના ફોટોમાં દુલ્હન ટ્રેડિશનલ વેડિંગ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેને હેવી જ્વેલરી પહેરી રાખી છે. તેમાં એક ગાડી પર વરરાજા બેઠો છે. આ ગાડીને દુલ્હન ખેંચતી જોવા મળી રહી છે. દુલ્હનના ચહેરા પર ચિંતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

ઝિશાને ઈન્સ્ટાગ્રામ પર એક કાઉચર ફિલ્મ પણ રિલીઝ કરી છે. તેમાં એ જણાવવામાં આવ્યું છે કે, દહેજ પ્રથાથી દુલ્હન અને તેના પરિવારના લોકોને કેટલી મુશ્કેલી થાય છે. એક પરિવારમાં પોતાની દિકરીના અભ્યાસ માટે જે પૈસા બચાવવામાં આવે છે, તે બધા દહેજના કારણે તેના સાસરિયાઓને આપવામાં આવે છે. ઝિશાનના અનુસાર, આ જ સમય છે જ્યારે છોકરીઓએ આ પ્રથામાંથી બહાર આવીને આગળ વધવા માટે પ્રયાસ કરવો જોઈએ.

તેણે પોતાના કલેક્શનથી એ મેસેજ આપ્યો કે દહેજ વગર એક દુલ્હનને તેની સાસરીમાં આદર મળવો જોઈએ. એક શિક્ષિત દુલ્હન દહેજની રકમ કરતા વધારે કિમતી હોય છે. સોશિયલ મીડિયા પર આ કલેક્શન લોકોને પસંદ આવ્યું છે. ઘણા યુઝર્સ ઝિશાનના આ પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે ઘણા યુઝર્સે ઝિશાનના બ્રાઈડલ કલેક્શનને મોંઘુ ગણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો