‘મિસ ઇન્ડિયા ટ્રાન્સ ક્વીન’નું ટાઈટલ જીતવા ઘણા બધા રાઉન્ડમાંથી પસાર થવાનું હોય છે. તેમાં ફોટોશૂટ, ટેલેન્ટ હન્ટ, કોસ્ચ્યુમ ટ્રાયલ્સ વગેરે સામેલ છે. આ બધા રાઉન્ડમાં આગળ વધીને શાઈન સોનીએ ‘મિસ ટ્રાન્સ ક્વીન ઇન્ડિયા 2020’નો અવોર્ડ પોતાને નામ કર્યો છે. તેનો જન્મ એક છોકરાના રૂપે થયો હતો. તેની માતાને લાગતું હતું કે તે સમલૈંગિક છે. એ પછી તેણે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરાવ્યું અને છોકરી બની ગઈ.
શાઈન સોનીનું માનવું છે કે, ‘મોટાભાગના ટ્રાન્સ ચાઈલ્ડની જિંદગીમાં ઘણી બધી મુશ્કેલી આવે છે અને તેનો સામનો કરવો પડે છે.’ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી શાઈન તેના ફાઈનલ યરમાં રિયાલિટી શોની વિજેતા બની હતી. એ પછી તેણે હોન્ગકોન્ગની એક ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ કંપનીમાં ઇન્ટર્નશિપ કરી. ત્યાંથી પરત આવ્યા પછી શાઈને પોતાના લેબલ ‘ન્યૂડ’ની શરુઆત કરી. દિલ્હીમાં તેનો પોતાનો સ્ટુડિયો છે. આ ઉપરાંત તે સ્ટાઈલિંગનું કામ પણ કરે છે તેની આવડતને લીધે ઘણી બધી જગ્યાએ ફરવાનો મોકો પણ મળ્યો.
શાઈને પોતાનો સફર એક બ્લોગના માધ્યમથી લોકો સુધી પહોંચાડ્યો. તે એક ડિઝાઈનર જ નહિ પણ બ્લોગર તરીકે પણ ફેમસ થઈ. શાઈન માટે ફેશન એક એવું ક્ષેત્ર છે જ્યાં તેને સ્વીકારવામાં આવી. અહિ કામ કરતી વખતે તે પોતાને કમ્ફર્ટેબલ સમજે છે. તે ઈચ્છે છે કે, ભારતમાં લોકો ટ્રાન્સ વુમન પ્રત્યે પોતાના વિચારો બદલે. લોકો સમજે કે અમે બીજાથી અલગ નથી. જે રીતે છોકરીઓ મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ બને છે તેમ મિસ ટ્રાન્સ ક્વીન પણ બને છે. શાઈન મિસ ઇન્ટરનેશનલ ક્વીન બનવાનું સપનું જોવે છે. સાથે જ તે ટ્રાન્સ વુમન માટે કામ કરવાની ઈચ્છા ધરાવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.