આજે આપણે જરા પણ ફ્રી થઈએ એટલે શું કરીએ છીએ? કાં તો લાઈટ ઓફ કરીને શાંતિથી ટીવી જોઈએ છીએ અથવા તો મોબાઈલ જોઈએ છીએ. આ મોબાઈલની સ્ક્રીન તમને થોડી મિનિટો માટે તો શાંતિ આપે છે પરંતુ આંખ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અંધારામાં ટીવી કે મોબાઈલની વાદળી લાઈટ સીધી આંખોમાં આવે છે જે તમારી દૃષ્ટિને કાયમ માટે નબળી કરી શકે છે. તેનાથી મેક્યુલર ડીજનરેશન Macular Degeneration) જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
એકવાર મેક્યુલાને નુકસાન થઈ જાય પછી એ બરાબર થાય તે શક્ય નથી એટલે કે આંખોની રોશની કાયમ માટે જઈ શકે છે. આ સ્થિતિમાં રાત્રે સ્ક્રીન જોવાના જોખમ અને તેની સાચી રીત જાણવી જરૂરી છે.
મોબાઈલ-ટીવી લાઇટ ઝબકવાનો દર ઘટાડે છે
અંધારામાં સ્ક્રીન જોતાં જ મોબાઈલ, લેપટોપ કે ટીવીની લાઈટ સીધી આંખોમાં આવી જાય છે. જેના કારણે આંખ તે પ્રકાશ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. જેના કારણે આંખોના ઝબકવાની દરમાં ઘટાડો થાય છે. સામાન્ય માણસ પ્રતિ મિનિટ 12 થી 14 વખત ઝબકે છે. પરંતુ સતત સ્ક્રીન જોવાથી આ દર ઘટીને 6 થી 7 થઈ જાય છે. આંખની મોટાભાગની સમસ્યાઓ જેમ કે શુષ્કતા, બળતરા, ઇન્ફેક્શન, મેક્યુલર ડીજનરેશનનું કારણ મોબાઈલ અને ટીવીની લાઈટ છે.
સ્ક્રીન લાઈટથી રેટીનાને નુકસાન થાય છે
અંધારામાં મોબાઈલ, લેપટોપ કે ટીવીમાંથી નીકળતો પ્રકાશ આંખમાં રહેલ રેટિનાને અસર કરે છે. જેના કારણે તે ધીરે ધીરે ઢીલું પડી જાય છે. રેટિનાને નુકસાન થયા પછી અસ્પષ્ટ દ્રષ્ટિ દેખાય છે. સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ ફોનનો ઉપયોગ કરવો સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ સમયે આંખોને આરામની સૌથી વધુ જરૂર હોય છે.
ફોનની લાઈટ નપુંસક બની શકે છે, તનાવ અને કેન્સર પણ થઇ શકે છે
બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીના રિસર્ચ મુજબ, મોબાઈલમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક કિરણો પણ નપુંસકતાનું કારણ બની શકે છે. અન્ય ઘણા સંશોધનોમાં પણ મોબાઈલ ફોનની લાઈટને તનાવ અને કેન્સરનું કારણ ગણાવ્યું છે.
દિવસ દરમિયાન આ કારણે ઓછું નુકસાન થાય છે
દિવસ દરમિયાન પ્રકાશમાં આપણી આંખો ફોનની સ્ક્રીન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી નથી. જેના કારણે તેની અસર આંખો પર પણ ઓછી થાય છે. પરંતુ રાત્રે કે અંધારામાં આપણી આંખો સીધી સ્ક્રીન પર જુએ છે. જેના કારણે આંખો પર ઓછી અસર થાય છે.
હવે જાણીએ તે ઉપાયો, જેની મદદથી આંખોને બચાવી શકાય છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.