આજે હજુ તો બાળક બોલતા કે ચાલતા ન શીખ્યા હોય એ પહેલાં તો મોબાઇલમાં ગેમ્સ રમતા અને ટીવી જોતા શીખી જાય છે. કોરોનાકાળમાં બાળકોએ ઘરે બેસીને ટીવી અને મોબાઈલમાં જ ધ્યાન આપ્યું છે, જેને કારણે બાળકો ક્રાઇમને લગતી સિરિયલો, હિંસાનાં દૃશ્યોવાળા શો અને ખૂન-ખરાબાવાળી એક્શન ફિલ્મો જોવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. આટલેથી જ નથી અટકતું, માતા-પિતા પણ બાળકો સાથે બેસીને આ પ્રકારની ફિલ્મો જુએ છે. જો તમે પણ તમારાં બાળકો સાથે આ પ્રકારની ફિલ્મો, શો અને સિરિયલ જુઓ છો તો તમારા માટે એલર્ટ કોલ છે.
યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલના દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ક્રાઇમને લગતી અને એક્શન ફિલ્મો તથા હિંસક ટીવી શો બાળકોના બાળપણને જ નહીં, પરંતુ કિશોરાવસ્થા પણ બગડવાનું જોખમ રહેલું છે. બાળપણમાં જોવા મળતા આ પ્રકારના હિંસક કાર્યક્રમોની અસર તેમના પર 10 વર્ષ સુધી રહે છે, જેને કારણે બાળકોની શીખવાની ક્ષમતા ઘટી જાય છે.
નાની ઉંમરમાં આ જોવું જોખમકારક
જર્નલ ઓફ ડેવલપમેન્ટલ એન્ડ બિહેવિયરલ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પરથી ખબર પડી હતી કે સાડાત્રણ વર્ષની નાની ઉંમરે હિંસક વસ્તુઓ જોનારાં બાળકો કિશોરાવસ્થામાં પણ ભાવનાત્મક રીતે પરેશાન હોય છે. આ સંશોધનના વડા લિન્ડા પેગાની જણાવે છે, 'બાળકો નાની ઉંમરે, ખાસ કરીને શાળાએ જતાં પહેલાં ટીવી પર જે જુએ છે એને સાચું માનવા લાગે છે.'
બાળકો ફિલ્મો અથવા શોમાં કોઈ સમસ્યાનું સમાધાન હિંસાથી કરે છે એ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ જાય છે, પછી તે હીરો હોય કે વિલન. આ બાદ બાળકો હિંસાને સામાન્ય માનવા લાગે છે. પછી જ્યારે મોટું થાય અને શાળાએ જાય છે ત્યારે સ્કૂલના વાતાવરણમાં સેટ થઈ શકતાં નથી. મિડલ સ્કૂલિંગમાં તેઓ કિશોર વયના છે. કિશોરો બાળપણમાં હિંસાને સ્વયંભૂ માનતા હોય છે, ઉદાસી અને ચિંતાનું પ્રમાણ તેમનામાં વધુ હોય છે.
બાળકોને એ વાત સમજાઓ કે દુનિયાથી ડરવું જોઈએ નહીં
પાગનીએ વધુમાં જણાવ્યું હતું કે 'ટીનેજર્સ માટે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિઓ હોય છે. તેઓ જાણતા નથી કે તેઓ કઈ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ માટે જરૂરી છે કે માતા-પિતા તેમણે લોકો સાથે કેવી રીતે વાત કરવી. સામાન્ય શિષ્ટાચાર જેવાં સામાજિક મૂલ્યોને કેવી રીતે પહોંચી વળવું એ પણ શીખવવું જોઈએ. બાળકોના મનમાંથી કાઢી નાખો કે દુનિયા ડરામણી છે. '
આ સંશોધન 3.6થી 4.6 વર્ષની વયનાં બાળકો પર કરવામાં આવ્યું હતું, જેમનાં માતા-પિતાએ રિપોર્ટ આપ્યો હતો કે તેમનાં બાળકો હિંસક શો જુએ છે. પછી જ્યારે તે 12 વર્ષનો થાય છે ત્યારે તેના વર્તન પર પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું. શિક્ષકો પાસેથી પ્રતિસાદ લેવામાં આવ્યો હતો અને બાળકો સાથે પણ વાત કરવામાં આવી હતી. આ સંશોધનમાં 978 છોકરી અને 998 છોકરાને સામેલ કરવામાં આવ્યાં હતાં.
બાળકોને પોતાની પસંદના શો જોવાને બદલે તમારી પસંદના શો દેખાડો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.