ચોંકાવનારો કિસ્સો:પિત્ઝા ઓર્ડર કરવાનું મોંઘું પડ્યું, પિત્ઝાના ટોપિંગ્સમાંથી નટ-બોલ્ટ મળ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુકેના લેંકેશાયરમાં રહેલી જેમા બાર્ટને પોતાના માટે ડોમિનોઝમાંથી લાર્જ પિત્ઝા ઓર્ડર કર્યો હતો. તેમાં ચિકનની સાથે લોખંડની ખીલ્લી અને નટ બોલ્ટ હતાં. - Divya Bhaskar
યુકેના લેંકેશાયરમાં રહેલી જેમા બાર્ટને પોતાના માટે ડોમિનોઝમાંથી લાર્જ પિત્ઝા ઓર્ડર કર્યો હતો. તેમાં ચિકનની સાથે લોખંડની ખીલ્લી અને નટ બોલ્ટ હતાં.
  • પિત્ઝામાં ચિકનની સાથે લોખંડની ખીલ્લી અને નટ બોલ્ટ હતા
  • મહિલાને તેના ઓર્ડરનું સંપૂર્ણ રિફંડ આપી દેવાયું

દુનિયામાં મોટાભાગના લોકોને પિત્ઝા ખાવાનું પસંદ હોય છે. આ જ કારણ છે કે પિત્ઝાનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ આજે અમે તમને એવી ઘટના વિશે જણાવી રહ્યા છીએ જે સાંભળીને તમને પિત્ઝા ખાતાં પહેલાં 10 વખત વિચાર કરશો. બ્રિટનની વેબસાઈટ ‘મિરર’ના રિપોર્ટ અનુસાર, હકીકતમાં યુકેના લેંકેશાયરમાં રહેતી જેમા બાર્ટને પોતાના માટે ડોમિનોઝમાંથી લાર્જ પિત્ઝા ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને જ્યારે પોતાનો ઓર્ડર કરેલા અડધા પિત્ઝા ખાધા ત્યારે તેનું ધ્યાન પિત્ઝાના ટોપિંગ્સ પર ગયું. તેમાં ચિકનની સાથે લોખંડની ખીલ્લી અને નટ બોલ્ટ હતા.

પિત્ઝામાં ખીલ્લી, નટ અને બોલ્ટ નીકળતા મહિલા ખુબ જ ગભરાઈ ગઈ હતી. જો કે, આ જોઈને તેને ઘણો ગુસ્સો આવ્યો. તેને તરત તેની ફરિયાદ સ્ટોરમાં કરી. મહિલાએ પિત્ઝા લેંકેશાયરના Thornton-Cleveleys સ્ટોરમાંથી મગાવ્યા હતા. પિત્ઝામાં લોખંડની ખીલ્લી જોયા બાદ મહિલાએ તેની ફરિયાદ કરી. મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવતા સ્ટોરે આ સંપૂર્ણ મામલાને ગંભીરતાથી લીધો. મહિલાને તેના ઓર્ડરનું સંપૂર્ણ રિફંડ પરત કરવામાં આવ્યું.

સોશિયલ મીડિયા પર જ્યારે આ પોસ્ટ કરવામાં આવી ત્યારે ડોમિનોઝ પિત્ઝાએએ ફરિયાદનો જવાબ આપ્યો અને મહિલાની માફી માગીને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તેઓએ સ્ટોર પર આ બાબતનું ધ્યાન રાખશે તેની ખાતરી આપી હતી. ઉપરાંત ડોમિનોઝ પિત્ઝાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “ડોમિનોઝમાં અમે ગ્રાહકોના સંતોષ અને સલામતીને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ.”તે ઉપરાંત આ મામલાની ફરિયાદ મળતાં જ જેમાને રિફંડ આપવામાં આવ્યું હતું. તેની સાથે પિત્ઝા આઉટલેટને વોર્નિંગ પણ આપવામાં આવી હતી.