ઘરનું કામ કરશો તો ઉંમર વધશે:કામ કરતા સમયે ત્રણ વાર હાંફવું, જિમ જવા જેટલું ફાયદાકારક

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાંબુ જીવન જીવવાની ઈચ્છા દરેક વ્યક્તિમાં હોય છે. તે માટે અવનવા પ્રયોગો પણ કરતા હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં લાંબુ જીવન જીવવા માટે એક સરળ રીત બતાવી છે. તો રિસર્ચમાં જણાવ્યા અનુસાર, ઘરમાં કરવામાં આવતા નાના-નાના કામો જેવા કે, કચરા-પોતા કરવા, તમારા કૂતરાને પાર્કમાં લઇને ચાલવું, સીઢી ચડતી વખતે માત્ર ત્રણ વાર શ્વાસ લેવા માટે હાંફવું એ તમારા માટે એટલું જ સારું છે જેટલું રમવું કે જીમમાં જવું. આ ઉપાયો લાંબુ જીવન જીવવામાં પણ મદદ કરે છે.

દૈનિક કામકાજથી હાર્ટ અટેક અને કેન્સરનું જોખમ ઓછું
દૈનિક કામકાજથી કેન્સર, હાર્ટ એટેક અને કોઈપણ જીવલેણ રોગ થવાનું જોખમ ઘટાડી શકાય છે. 87,500 થી વધુ બ્રિટિશ પુખ્તો પર કરવામાં આવેલા આ અભ્યાસના પરિણામમ પરથી આ વાત સામે આવી છે. સ્વાસ્થ્ય લાભોને ચોક્કસ રીતે માપવા માટેનો આ પ્રથમ અભ્યાસ છે.

મુખ્ય સંશોધક પ્રોફેસર એમેન્યુઅલ સ્ટેમાટાકિસે જણાવ્યું હતું કે, દરરોજની માત્ર 11 મિનિટની ઘરનું કોઈ કામ કરવાથી હૃદયરોગના હુમલાથી મૃત્યુના જોખમને 65% સુધી ઘટાડી શકે છે. તો બીજી તરફ કેન્સરથી મૃત્યુના જોખમમાં 49% ઘટાડો થાય છે. અન્ય સંશોધક હેમરે જણાવ્યું હતું કે, ટીમે વધારાના 62,000 સહભાગીઓનો અભ્યાસ કર્યો હતો જેઓ તેમના ફ્રી ટાઈમ દરમિયાન કસરત કરી છે. આ અભ્યાસમાં 62 વર્ષની સરેરાશ વય ધરાવતા 25,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા

રોજિંદા પ્રવૃત્તિઓથી કસરતમાં સુધારો થાય
તો અભ્યાસમાં સરેરાશ 62 વર્ષના 25 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકોમ પૈકી 89% સહભાગીઓને રોજિંદા કાર્યો કરવા માટે કહેવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો કસરત કરતા નથી અથવા ઘરકામ કરતા નથી તેમની સરખામણીમાં આ રોગ ધીમી ગતિએ ફેલાય છે.