અતિશય તણાવ તમારી આંખોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. તે તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે. એક રિસર્ચ અનુસાર તણાવથી ગ્લૂકોમા, વિઝન લોસ ઉપરાંત આંખોથી જોડાયેલી અનેક સમસ્યાનો ખતરો વધી જાય છે. સૌથી વધુ આંખ નબળી થવાનું જોખમ હોય છે.
2040 સુધી દુનિયામાં ગ્લુકોમાના 11 કરોડ દર્દી
તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 2040 સુધી દુનિયાભરમાં ગ્લૂકોમાના દર્દીઓની સંખ્યા વધીને 11 કરોડની આસપાસ પહોંચી જશે. વાસ્તવમાં, નિરંતર તણાવથી ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં અંસુતલન અને વાસ્ક્યુલર ડિરેગુલેશનને કારણે નેત્ર અને મગજ પર નકારાત્મક અસર પડે છે.
તણાવને કારણે આંખમાં મુશ્કેલી
સંશોધકો પ્રમાણે ઇંટ્રાઓક્લુયર પ્રેશરમાં વૃદ્વિ, એંડોથેલિયલ ડિસફંક્શન (ફ્લેમર સિન્ડ્રોમ) અને સોજો, તણાવના કેટલાક એવા પરિણામ છે જેનાથી વધુ નુકસાન થાય છે. આંખોની નસ અને બ્લડ વેસલ્સ કોર્ટિસોલ નામના હોર્મોનથી પ્રભાવિત થાય છે. જે આંખોને અસર કરે છે. જ્યારે આપણે તણાવમાં હોઇએ છીએ ત્યારે આંખોની અંદર રહેલું ફ્લુઇડમાં તણાવ વધવાની સાથે દબાણ વધે છે, જેનાથી બ્લડ વેસલ્સ સુકાઇ જવાનો ખતરો વધે છે જે આંખોમાં થનારી અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ હોય છે. જો કોઇ વ્યક્તિની આંખોની સારવાર ચાલતી હોય અને ત્યારે એ વ્યક્તિ વધુ તણાવમાં હોય તો આંખને સાજી થવામાં વધુ સમય લાગે છે.
7 થી 8 કલાક તો ઊંઘ લો
જો કોઈ વ્યક્તિનો આંખનો ઈલાજ ચાલી રહ્યો છે તો આ દરમિયાન આ વ્યક્તિ વધુ તણાવ લે છે તો તેમની આંખને સરખી થવામાં સમય લાગે છે. દિવસમાં ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. ઊંઘ પુરી ન થવાને કારણે પણ તણાવ વધી શકે છે. જેના કારણે આંખને નુકસાન થાય છે.
નસકોરાં,દિવસની ઊંઘ ગ્લુકોમાનું 11% વધારે જોખમ
સમયસર ઊંઘ કરતા લોકોની સરખામણીમાં નસકોરાં અને દિવસની ઊંઘની આદતવાળામાં ગ્લુકોમાનું જોખમ 11% વધારે છે. અનિદ્રા અને ટૂંકી અથવા લાંબી ઊંઘ ધરાવતા લોકોમાં આ જોખમ 13% વધે છે. સ્વભાવ, શીખવાની ક્ષમતા અને યાદશક્તિ પર પણ અસર પડે છે.
ગ્લુકોમા થવાનું કારણ
વધતી ઉંમર- ઝામરના મોટાભાગના દર્દીઓ વૃદ્ધ જ હોય છે. 60 વર્ષથી વધુના લોકોમાં આ બીમારી સામાન્ય છે. ગ્લુકોમા થાય ત્યારે વૃદ્ધ લોકોની આંખોની દૃષ્ટિ પણ જઈ શકે છે.
જેનેટિક્સ- કેટલાક લોકોમાં આ બીમારી આનુવંશિક પણ હોઈ શકે છે. એટલે કે જો તમારા પરિવારમાં કોઈને ગ્લુકોમા થયું હોય તો તમને પણ તે થવાનું જોખમ રહે છે.
આંખોની સમસ્યા- માયોપિયા (એક એવી સ્થિતિમાં જેમાં નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની નહીં) જેની સમસ્યા પણ વૃદ્ધાવસ્થામાં ગ્લુકોમાનું કારણ બની શકે છે.
ડાયાબિટીસ- આ બીમારી પણ ઝામરનું કારણ બની શકે છે. તેથી હંમેશાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ.
હાઈપરટેન્શન- તેનાથી પણ ગ્લુકોમા થવાનું જોખમ વધે છે. હૃદય સંબંધિત બીમારીઓથી બચીને ગ્લુકોમાથી બચી શકાય છે.
દવાઓ- એવી ઘણી દવાઓ છે આપણને ગ્લુકોમાના જોખમમાં નાખી શકે છે. તેથી હંમેશાં ડૉક્ટરની સલાહ પર જ દવાઓ લેવી.
આંખથી મગજને જોડતી નસ પર થાય છે અસર
ઝામરને કારણે આંખથી મગજને જોડતી નસને અસર થઇ શકે છે. તે આંખના પ્રકાશ સંવેદનશીલ કોષોના અધોગતિનું કારણ બને છે. જો યોગ્ય સમયે તેની સારવાર ન કરવામાં આવે તો ઝામરને કારણે આંખની દૃષ્ટિ કાયમ માટે જતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.