તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Ex Senator Bernie Sanders Glove Maker Jane Ellis Discusses Worldwide, Getting Glove Orders From All Over The World

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીચર રાતોરાત સેલિબ્રિટી બની:પૂર્વ સેનેટર બર્ની સેન્ડર્સનાં ગ્લવ્ઝ બનાવનારી એલિસ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની, દુનિયાભરમાંથી ઓર્ડર મળી રહ્યા છે

એક મહિનો પહેલા

20 જાન્યુઆરીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું શપથગ્રહણ હતું. આ આયોજન પછી બાઈડેન અને કમલા હેરિસે જેટલું લોકોનું ધ્યાન ખેચ્યું આશરે તેટલું જ ધ્યાન પૂર્વ સેનેટર બર્ની સેન્ડર્સે પણ ખેંચ્યું, તેનું કારણ હતું તેમના ગ્લવ્ઝ. એક ન્યૂઝ રિપોર્ટરની નજર તેમના કપડા અને ગ્લવ્ઝ પર ગઈ હતી. તે પછી સોશિયલ મીડિયા પર તેમનો લુક વાઈરલ થયો. એટલું જ નહિ પણ લોકો મીમ્સ બનવી પણ શેર કરવા લાગ્યા. પરંતુ હવે આ હાથનાં મોજાને બનાવનારા સ્કૂલ ટીચર ચર્ચામાં છે.

અમેરિકામાં વેરમોન્ટમાં બીજા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકને આવા જ ગ્લવ્ઝ બનાવવા માટે આખી દુનિયામાંથી ઓર્ડર મળી રહ્યા છે. એલિસ વેરમોન્ટમાં સેલિબ્રિટી બની ગઈ છે. એલિસે કહ્યું, એક વર્ષ પહેલાં મેં બર્નીને ગ્લવ્ઝ ગિફ્ટ કર્યા હતા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ ગ્લવ્ઝ મને સ્ટાર બનાવી દેશે. વેરમોન્ટમાં ટેડી બિયર કંપનીએ આ ગ્લવ્ઝને ‘બર્ની મિટેન્સ’ નામ આપ્યું છે. એલિસને મોટી સંખ્યામાં ગ્લવ્ઝ બનાવવાની જવાબદારી સોંપી છે.

એલિસ કંપનીનાં કર્મચારીઓને ગ્લવ્ઝ બનાવતા શીખવાડશે. તેનાથી થતી કમાણીનો એક ભાગ સામાજિક કામ માટે કરવામાં આવશે. વેરમોન્ટની ‘મેક એ વિશ’ નામની ચેરિટેબલ સંસ્થાએ આ ગ્લવ્ઝ દ્વારા સામાજિક કામ માટે 14.5 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો