• Gujarati News
  • Lifestyle
  • Evidence Will Be Identified With Forensic Spray, A New Scientific Discovery To Bring Victims To Justice

ઘરેલુ હિંસા સામે સુરક્ષા કવચ:પીડિતને ન્યાય અપાવવા માટે વિજ્ઞાનની નવી શોધ, ફોરેન્સિક સ્પ્રેથી પુરાવાની ઓળખ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં ઘરેલુ હિંસાથી છુટકારો મેળવવા માટે અલગ-અલગ રીતો શોધવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકો પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફોરેન્સિક સ્પ્રેની શોધ કરી લીધી છે. હાલમાં જ બ્રિટનમાં એક વ્યક્તિને આ સ્પ્રેની મદદથી સજા મળી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઘરેલુ હિંસા બાદ એક વ્યક્તિને મહિલાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટએ મનાઇ કરી હોવા છતા પણ આ વ્યક્તિ પીડિત મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાએ હિંમત દેખાડીને આ વ્યક્તિ પર સ્પ્રે લગાવ્યો હતો. ફોરેન્સિક ટેસ્ટમાં આ વ્યક્તિ દોષીત હતો.

સ્માર્ટ વોટર સુુકાઇ ગયા બાદ દેખાતું નથી
ફોરેન્સિક મેડિસિન પ્રોફેસર ડો.રાજેશ ચતુર્વેદી જણાવે છે કે, હિંસા દરમિયાન કોઇ પિડીત વ્યક્તિ આરોપી પર સ્પ્રે લગાવે છે ત્યારે લેબમાં તેની ઓળખ કરવી આસાન થઇ જાય છે. સ્પ્રેની અસર અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં સરળતાથી જોઈ શકાય છે.

વિજ્ઞાનની મદદથી ઘરેલુ હિંસા પર અંકુશ
ઘણી વાર પુરાવાનાં અભાવે હિંસા કરનાર આરોપીને સજા અને પીડિતને ન્યાય નથી મળતો. પરંતુ હવે વિજ્ઞાનની મદદથી ઘરેલુ હિંસા પર અંકુશ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે જેથી પીડિતાને ન્યાય મળી શકે.

આ સ્પ્રે સુરક્ષા કવચથી ઓછું નથી
લેબમાં અલગ-અલગ તત્વોને મિક્સ કરીને આ સ્પ્રેને તૈયાર કરવામાં આવ્યો છે. હાલ તો લેબ દ્રારા સ્પ્રેના સિક્રેટ વિશે કંઈ પણ જણાવવાનો ઈનકાર કરી દીધો છે. પરંતુ તેણે સ્પ્રેના તત્વો વિશે માહિતી આપી છે. ગુનાના સ્થળે પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે સીસીટીવીમાં ગુનેગારની ઓળખ થાય તે જરૂરી નથી. જો ચહેરો ઢંકાયેલો હોય તો તે સીસીટીવીમાં દેખાતો નથી, તેવી જ રીતે શરીરના નિશાન પણ ઘણી વખત જોવા મળતા નથી.

પોલીસ પણ અસરકારક માને છે.
ફોરેન્સિક સ્પ્રે વિશે વર્ષ 1996થી ચર્ચા ચાલી રહી હતી. પોલીસ પણ આ સ્પ્રેને અસરકારક માને છે. જો શરતો તૂટી જાય અને ગુનો કરવામાં આવે તો તેને ફોરેન્સિક રીતે ઓળખવામાં આવશે. આજકાલ ઘરેલુ હિંસાને રોકવા માટે પોલીસ આ સ્પ્રેનો ઉપયોગ કરી રહી છે. દુનિયાના અન્ય દેશોમાં પણ તેના પ્રયોગો કરવાની વાત ચાલી રહી છે, એવી આશા છે કે આ સ્પ્રેથી ગુનાખોરી અટકાવી શકાય.