આજકાલ સોશિયલ મીડિયામાં એક મહિલાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. અમેરિકાની લાસ વેગાસમાં રહેતી 38 વર્ષીય કોરા ડ્યૂક નામની મહિલા અત્યાર સુધીમાં 9 બાળકોની માતા બની ચૂકી છે. લગ્નનાં 12 વર્ષ થયાં છે,આ દરમિયાન તે દર વર્ષે પ્રેગ્નન્ટ થઇ છે અને 9 બાળકોને જન્મ આપ્યો છે જે પૈકી એક બાળકનું મોત થયું છે. મહિલાએ જણાવ્યું હતું કે, 16 વર્ષની ઉંમરમાં પહેલીવાર ગર્ભવતી થઇ હતી.
વેઇટ લિફ્ટિંગ દ્વારા મેઈન્ટેઈન કર્યું ફિગર
વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમના બધા જ બાળકો આગળથી નીકળી રહ્યા છે. કોરા ડ્યૂકએ જણાવ્યું હતું કે, આજે પણ વિશ્વાસ નથી આવતો કે, આ બધા જ બાળકો તેમના છે. તો વધુમાં કહ્યું હતું કે, વેઇટ લિફ્ટિંગ દ્વારા ફિગર મેઈન્ટેઈન કર્યું છે.
પહેલીવાર 16 વર્ષની ઉંમરમાં થઇ હતી પ્રેગ્નન્ટ
કોરા ડ્યૂક નામની આ ફિટનેસ ફિક્ર મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને 8 બાળકને દેખાડ્યા છે. તેમનાં બાળકોની ઉંમર 9થી 20 વર્ષની છે. મહિલાના મોટિવેશનલ વીડિયો જોઈને ઘણા લોકો તેમાંથી શીખ લઇ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે, એવું થઇ જ ના શકે કે તમારે 8 બાળકો છે. તમારું સૌથી મોટું બાળક પણ તામ્રથી વધુ ઉંમરનું લાગી રહ્યું છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'Super Mom।'
વીડિયો વાઈરલ
હાલ તો આ વીડિયો વાઇરલ થયો છે. કોરા ડ્યૂકની ઉંમર 38 વર્ષ છે અને તે અમેરિકામાં લોસ વેગાસમાં રહે છે. મહિલા પહેલીવાર વર્ષ 2000માં પ્રેગ્નન્ટ થઇ હતી, ત્યારે કોરાની ઉંમર 16 વર્ષની હતી.
બિઝનેસ કન્સલ્ટન્ટ સાથે લગ્ન કર્યા
ઘણાં યુઝર્સે એ પણ કહી રહ્યા છે કે,તે આટલી નાની ઉંમરની કેમ લાગી રહી છે? તો ઘણાં યુઝર્સ તેની સાચી ઉંમર પર વિશ્વાસ કરવો મુશ્કેલ ગણાવ્યું હતું. 38 વર્ષની કોરાએ આંદ્રે સાથે લગ્ન કર્યા છે, તે એક બિઝનેસ કન્સલ્ટન્ટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.