• Gujarati News
  • Lifestyle
  • Every 11 Minutes In The World, Women Are Victims Of Domestic Abuse, 38% Of Murders Of Girls Are Committed By Their Partners

શ્રદ્ધા-આરુષિની હત્યા પ્રિયજનોએ જ કરી:વિશ્વમાં દર 11 મિનિટે મહિલાઓ બને છે ઘરનાં લોકોની શિકાર, 38% યુવતીઓનાં મર્ડર તેના પાર્ટનર કરે છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈની શ્રદ્ધા વોકરનાં લિવ-ઈન પાર્ટનર આફતાબે તેની હત્યા કરી તેનાં શરીરને 35 ટુકડાઓમાં વિભાજિત કરી દીધું. યૂપીમાં 22 વર્ષની આયુષીને તેના પિતાએ મારી નાખી કારણકે, તેણીએ તેના પસંદનાં વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આ બંને જ કેસમાં એક સામાન્ય વાત એ છે કે, તેમની હત્યા તેમના અંગત એટલે કે પ્રિયજનોએ જ કરી. આખા વિશ્વમાં મહિલાઓને પોતાના જ અંગત લોકોથી ખતરો છે. દર 11 મિનિટમાં એક મહિલાને તેના અંગત લોકો જ મારી નાખે છે.

આ વાત યૂએન સેક્રેટરી જનરસ એન્ટિયો ગુટેરસે કહી હતી. તેઓએ આ વાત 25 નવેમ્બરનાં રોજ થનારા ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયલન્સ અગેઈનસ્ટ વુમન’થી ઠીક પહેલાં કહી હતી. તેઓએ આ વાત કરતાં વધુમાં ઉમેર્યું કે, વિશ્વભરમાં મહિલાઓની સાથે હિંસા એક ચિંતાજનક વાત છે. એવામાં સરકારોએ મહિલા સંગઠનો કે આંદોલનો માટે ફંડમાં 50%ની વૃદ્ધિ કરવી પડશે.

ફેમિલી મેમ્બર કે પાર્ટનર જ મારી દે છે
દર 11 મિનિટમાં એક યુવતીનું મર્ડર તેના જ ઘરનાં લોકો કે પાર્ટનર કરી નાખે છે. ‘પ્રોગ્રેસ ઓન ધ સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ: ધ જેન્ડર સ્નેપશોર્ટસ 2022’ નાં એક અહેવાલમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટને યૂએન વુમન અને યૂએન સ્ટેટેસ્ટિક્સ ડિવીઝન સાથે મળીને બહાર પાડ્યો છે. અનેક દેશો અને અલગ ક્ષેત્રોમાં રિસર્ચ દરમિયાન આ વાત સામે આવી છે કે, ઘરેલુ હિંસા એક ગંભીર મુદ્દો છે.

કોવિડ દરમિયાન મહિલાઓ સાથે થતી હિંસાઓનું પ્રમાણ વધ્યું
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આખા વિશ્વમાં 15-49 વર્ષની યુવતીઓ અને મહિલાઓ સૌથી વધુ હિંસાનો શિકાર બને છે. આ ઉંમરની દર 10માંથી એક મહિલા યોન, શારીરિક અને મૌખિક રીતે હિંસાનો શિકાર બની છે. તેમની સાથે આ કૃત્ય કરનાર તેમના અંગત લોકો જ હોય છે. આ સાથે જ કોવિડનાં સમયકાળ દરમિયાન દર 4માંથી 1 મહિલાએ નિરંતર ઘરમાં હિંસાનો સામનો કર્યો છે.

મિરાબલ સિસ્ટર્સનાં સમ્માનમાં ઊજવણી કરી હતી
વર્ષ 1981માં અમુક વુમન રાઈટ્સ એક્ટિવિસ્ટોએ 25 નવેમ્બરને ‘લિંગ આધારિત હિંસા’ તરીકે ઉજવ્યો હતો. મીરાબલ સિસ્ટર્સનાં સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિરાબલ સિસ્ટર્સ ડોમિનિકન રિપબ્લિકમાં રાજકીય કાર્યકરો હતી. વર્ષ1960માં દેશનાં શાસક રાફેલ ટ્રુજિલોનાં આદેશથી ચારમાંથી ત્રણ બહેનોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ત્રણેય બહેનો રાફેલ સામે ક્રાંતિનો ચહેરો હતી. 20 ડિસેમ્બર, 1993નાં રોજ જનરલ એસેમ્બલીએ ઠરાવ દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને સમાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

ત્યારબાદ વર્ષ 2000માં 7 ફેબ્રુઆરીનાં રોજ જનરલ એસેમ્બલીએ વધુ એક ઠરાવ પસાર કર્યો હતો. તેઓએ સત્તાવાર રીતે 25 નવેમ્બરને મહિલાઓ વિરુદ્ધ હિંસાનાં નિવારણ માટેનાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પસંદ કર્યો હતો. આ સાથે જ સરકારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ NGO0ને પણ સાથે મળી સંગઠિત થવા આમંત્રણ આપ્યું હતું. આ મુદ્દે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં કાર્યક્રમો કરવામાં આવે છે.