ગરોળીઓ કાયમ માટે આપણી આસપાસ જ રહી છે, પરંતુ શું તમે તેમને ક્યારેય પુશ-અપ્સ કરતાં જોઈ છે? જો તમે ના જોઈ હોય તો એકવાર આ વીડિયો જરૂર જોજો. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક ગરોળી ખડક પર ઊભી રહીને 'પુશ-અપ્સ' કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
નેશનલ પાર્ક સર્વિસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર વિડિઓની સાથે પોસ્ટ કરેલા વિગતવાર કેપ્શનનો એક ભાગ વાંચો. આ વિગતવાર કેપ્શનમાં નેશનલ પાર્ક સર્વિસે સમજાવ્યું હતું કે, USAના જિયોન નેશનલ પાર્કમાં કેટલીક ગરોળી પ્રજાતિઓ તેમની શક્તિ બતાવવા અને સાથીને આકર્ષિત કરવા માટે 'પુશ-અપ્સ' કરે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ગરોળીઓ કેવી રીતે માથા અને શરીરના ઉપરના ભાગને ઉત્સાહપૂર્ણ ઉપર-નીચે ગતિમાં ઊંચકાવીને ‘પુશ-અપ્સ’ કરે છે.
આ વીડિયો બે દિવસ પહેલાં જ પોસ્ટ કરવામાં આવ્યો હતો. શેર થયા પછી તેણે 8.4 લાખથી વધુ વ્યૂઝ અને 36,000થી વધુ લાઇક્સ મેળવી છે. લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ પોસ્ટ કરી છે. એક વ્યક્તિએ પોસ્ટ કર્યું, ‘આ અદ્ભુત છે.’ આ અદ્દભૂત વિડિઓ પર તમારા વિચારો શું છે? કોમેન્ટબોક્સમાં જણાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.