કોન્ડોમના ભાવ સામાન્ય હોય છે. તો અમુક દેશમાં તો કોન્ડોમ સાવ સસ્તા અથવા મફતમાં મળે છે. પરંતુ એક એવો દેશ છે, જ્યાં લોકો અડધો પગાર ગર્ભનિરોધક વસ્તુઓ પાછળ ખર્ચે છે. દુનિયાના એક દેશમાં એક કોન્ડોમના પેકેટની કિંમત અડધા કેરેટ હીરાની કિંમત કરતા પણ વધારે છે. અડધા કેરેટ હિરાની કિંમત 50થી 55 હજાર છે. ત્યારે વેનઝુએલામાં તમે એક કોન્ડોમનું પેકેટ ખરીદવા માંગો છો, તો તેના માટે 60 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
વેનઝુએલામાં ગર્ભપાત ગેરકાયદેસર છે
વેનઝુએલામાં ગર્ભપાત ગેરકાયદેસર છે અને ગર્ભનિરોધક વસ્તુઓની કિંમત વધારે છે. કોન્ડોમના એક પેકેટ માટે વેનઝુએલામાં 60 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.
દુકાનો પર રહે છે લાંબી લાઈનો
ગર્ભનિરોધક સાધનોની કિંમત વધારે હોવા છતાં ખરીદવા માટે લોકોની દુકાનની બહાર લાંબી લાઈનો હોય છે. ગર્ભનિરોધક ગોળીઓનો ભાવ પણ વધારે છે.
ગર્ભપાત પર મળે છે કડક સજા
વેનઝુએલા દેશમાં ગર્ભપાતના નિયમો બહુ જ કડક છે. જો કોઇ વ્યક્તિ ગર્ભપાત કરતા ઝડપાઇ જાય છે તો તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવે છે. વેનઝુએલાની બજારમાં સ્થાનિક બ્રાન્ડની ગર્ભનિરોધક ગોળીઓ મળે છે, પરંતુ તે સંપૂર્ણ સુરક્ષિત નથી.
લોકો અડધો પગાર તો ગર્ભનિરોધક પર જ ખર્ચે છે.
ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા લોકો દર મહિને અડધો પગાર કોન્ડો અને ગર્ભનિરોધક ગોળીઓ પાછળ ખર્ચે છે. લોકો વિદેશી બ્રાન્ડની ગર્ભનિરોધક ગોળીઓ જ ખરીદે છે પછી તેની કિંમત ભલે વધારે હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.