• Gujarati News
  • Lifestyle
  • Even The Sad And Lazy Employee Will Get A Job Now, The Condition Is That He Has To Come After Taking A Bath.

અજીબોગરીબ નોકરી:દુઃખી અને આળસુ એમ્પ્લોયીને પણ હવે નોકરી મળશે, શરત એટલી કે નહાઈને આવવું પડશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર નોકરીની જાહેરાત વાઈરલ થઈ રહી છે

કંપની મોટાભાગે એવા લોકોને નોકરી આપવાનું પસંદ કરે છે, જે લોકો ઈમાનદાર, કામ કરવામા સક્ષમ અને પ્રતિભાશાળી હોય, કેમ કે જો કોઈ કર્મચારી આળસુ અથવા હંમેશાં કોઈ ન કોઈ વાતથી દુઃખી રહેતો હોય તો ઓફિસમાં પણ નકારાત્મકતા ફેલાવશે, પરંતુ તેનાથી વિપરીત સોશિયલ મીડિયા પર નોકરીની એવી જાહેરાત વાઈરલ થઈ રહી છે, જેમાં આળસુ અને દુઃખી લોકોને જોબ આપવાની વાત કહેવામાં આવી રહી છે. યુઝર્સ આ જાહેરાત જોઈ રિએક્શન આપી રહ્યા છે.

દુઃખી અને આળસુ લોકો માટે નોકરી નીકળી
જે વ્યક્તિ કામની બાબતે આળસુ અને નાખુશ છે તેના માટે આ માહિતી ખૂબ જ કામની છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાતને NO Context Brits નામના યુઝરે શેર કરી છે. ટ્વિટર પર વાઈરલ થઈ રહી છે, તેમાં લખવામાં આવ્યું છે કે – સ્ટાફની જરૂર છે, જેઓ આળસુ અને નાખુશ હોય, જેથી તેઓ અહીં પહેલેથી જ કામ કરી રહેલા સ્ટાફ સાથે ભળી શકે. આવા ઉમેદવારોને CV સાથે આવવા જણાવાયું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

યુઝર્સે આપી પ્રતિક્રિયા
નોકરીની જાહેરાત ટ્વિટર પર ઘણી વાઈરલ થઈ રહી છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે લોકો આ નોકરીને પસંદ પણ કરી રહ્યા છે. આ પોસ્ટ પર લોકો ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સ્પેનના લોકો આ નોકરી માટે પરફેક્ટ છે. તેમજ એક અન્ય યુઝરે લખ્યું કે જો કોઈ વ્યક્તિ આળસુ છે તો તે નોકરી માટે અપ્લાય કેવી રીતે કરશે?

નોકરી માટે માત્ર એક શરત
આ કામ માટે માત્ર એક જ શરત રાખવામાં આવી છે. આ નોકરીની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે ઉમેદવારોએ સ્નાન કરીને આવવું પડશે. આ નોકરીની ખાલી જગ્યાની જાહેરાત વાંચીને લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને તે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. લોકો આ પોસ્ટ પર ઘણી કોન્ટ કરી રહ્યા છે. જો કે, આ જાહેરાતમાં ન તો કંપનીનું નામ કે સરનામું લખવામાં આવ્યું છે. તેમજ આ જાહેરાત સાચી છે કે કોઈએ મજાક કરી છે તે પણ હજી સુધી જાણી નથી શકાયું.

અન્ય સમાચારો પણ છે...