ઉંદરની પ્રજાતિના ગિની પિગે બાસ્કેટબોલ રમવામાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે, પરંતુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેની પુષ્ટિ કરી છે. મૌલી નામની આ ગિની પિગે 30 સેંકડમાં 4 વખત ગોલ કરીને રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
હંગરીની રહેવાસી એમા મુલર મૌલીની માલકિન છે. ગિનિસ બુક સાથે વાતચીતમાં મુલરે જણાવ્યું કે, મૌલીને બાસ્કેટબોલ રમવાનું વધારે પસંદ છે. તે બીજી એક્ટિવિટીની પણ શોખીન છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર બાસ્કેટબોલ રમતી મોલીનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મોલીના પગ દેખાઈ રહ્યા છે. તેના માટે એક નાનું સેટઅપ કરવામાં આવ્યું. 4.4 સેમી ડાયામીટરનું પ્લાસ્ટિકનું વર્તુળ બનાવવામાં આવ્યું હતું. આમાં મોલી નાના બાસ્કેટબોલ સાથે રમતી જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, મૌલી બોલને લઈ હૂપમાં નાખે છે. તેની માલકિન મુલર ફરીથી બોલને સ્ટાર્ટ પર મૂકે છે અને કહે છે કે 'મૌલી ગો બેક.' ગિની પિગ ફરીથી બોલ ઉઠાવી હુપમાં નાખી દે છે. આ રીતે તે 30 સેંકડમાં 4 બોલ નાખી વર્લ્ડ રેકોર્ડ બનાવી લે છે. ગિનીની પાસે ઉભેલો એક વ્યક્તિ મોબાઈલમાં ટાઈમર લગાવી જોઈ રહ્યો હોય છે.
પહેલી 30 સેંકડમાં 8 ગોલ કર્યા
મૌલીની માલકિન મુલરનું કહેવું છે કે, આ તેનો સર્વશ્રેષ્ઠ નહોતો. મૌલી આ પહેલા 30 સેંકડમાં 4થી વધુ ગોલ કરી ચૂકી છે. તેનો દાવો છે કે મૌલી 30 સેંકડમાં 8થી વધુ વખત બાસ્કેટ ગોલ કરી ચૂકી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે પોતાની વેબસાઈટ પર લખ્યું,આ સુંદર પાલતુ ઉંદરને દોડતા જોઈ કોઈના પણ ચહેરા પર સ્મિત આવી જશે. એ પણ યાદ રાખો કે પ્રાણીઓ એક્ટિવ અને ફિટ હોય છે અને તેઓ પાંજરા માટે નથી બન્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.