• Gujarati News
  • Lifestyle
  • Even Bollywood Actress Loves This Dress : Whether It Is Work From Home's Office Video Calling Or Family Function, Wear Kaftan

બોલિવૂડ હસીનાને પણ ગમે છે:વર્ક ફ્રોમ હોમથી વીડિયો કોલિંગ હોય કે કોઈ ફેમિલી ફંક્શન, કાફ્તાન પહેરી બધાનું દિલ જીતી લો

શ્વેતા કુમારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમને જાણીને નવાઈ લાગશે આ ડ્રેસનું ચલણ હજારો વર્ષ જૂનું છે
  • સીરિયા, ઈરાક અને તુર્કીમાં મહિલાઓ કાફ્તાન પહેરતી હતી

છેલ્લા બે વર્ષમાં સ્ટાઈલમાં ઘણા બધા ચેન્જ આવી રહ્યા છે. બદલાતા ટ્રેન્ડમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે કપડા સ્ટાઈલિશ અને ડિઝાઈનરની સાથોસાથ કમ્ફર્ટેબલ પણ હોય. ફેશન ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની ફર્સ્ટ ચોઈસ હોય તો એ છે કાફ્તાન. આ પહેર્યા પછી કોઈ ઓકેશન કે સીઝન જોવાની જરૂર રહેતી નથી. આ આઉટફિટમાં ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. ઓફિસ હોય કે ડિજિટલ પાર્ટી બધે કાફ્તાનની બોલબાલા છે. કાફ્તાન વિશે વધારે જાણકારી મેળવીએ ફેશન ડિઝાઈનર શિલ્પી આહુજા પાસેથી....

કાફ્તાનની શરુઆત કેવી રીતે થઈ?
આ ડ્રેસનો ટ્રેન્ડ જોરદાર છે. તમને જાણીને નવાઈ લાગશે આ ડ્રેસનું ચલણ હજારો વર્ષ જૂનું છે. સીરિયા, ઈરાક અને તુર્કીમાં મહિલાઓ કાફ્તાન પહેરતી હતી. એ પછી આખી દુનિયામાં ઓળખ મળી. આને શાહી ડ્રેસ તરીકે પહેરવામાં આવતો હતો. ઘણા દેશોમાં તો પુરુષો પણ કાફ્તાન પહેરે છે. હાલ કાફ્તાન દરેક ફેબ્રિક્સમાં અવેલેબલ છે.

તમારે કાફ્તાન કેમ ટ્રાય કરવું જોઈએ?
શિલ્પીએ જણાવ્યું, કાફ્તાન પહેરવામાં ઘણું કમ્ફર્ટેબલ છે. કાફ્તાન સિલ્ક, કોટન, રેયોન, વેલ્વેટ, શિફોન, જ્યોર્જેટ અને સાટીન ફેબ્રિકસમાં બને છે. આથી તમે દરેક સીઝનમાં પહેરી શકો છો.
ઠંડીમાં સિલ્ક અને વેલ્વેટ ફેબ્રિકના કાફ્તાન પહેરી શકાય છે. ગરમીમાં શિફોન અને કોટન બેસ્ટ ઓપ્શન છે. મહિલાઓ વચ્ચે આ ડ્રેસ ઘણો ફેમસ છે કારણકે તેમણે ઘણા બોલિવૂડ સેલેબ્સને આ ડ્રેસમાં જોઈ છે. પ્રેગ્નન્સી દરમિયાન કરીના કપૂર ઘણીવાર કાફ્તાનમાં દેખાઈ હતી. આ ઉપરાંત દિયા મિર્ઝા, જાહન્વી કપૂર, શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, નોરા ફ્તેહી પણ કાફ્તાનમાં જોવા મળે છે.

કાફ્તાન પહેરતી વખતે આટલી ભૂલ ના કરો

  • ઘણી યુવતીઓ એડી સુધી લાંબા કાફ્તાન પેન્ટ કે પછી પલાઝો સાથે પહેરવાની ભૂલ કરે છે. આવું ના કરવું જોઈએ. કારણકે કાફ્તાન વન પીસ જ પહેરવું જોઈએ.
  • જો ભરાવદાર શરીર હોય તો ડીપ નેક કાફ્તાન પહેરો. તેનાથી બોડી સ્લિમ લાગશે.
  • કાફ્તાન ડ્રેસની લેન્થ ઘૂંટણ સુધી હોય તો લેધર બેલ્ટ સાથે પહેરો.
  • જો ઠંડીન સીઝનમાં સંગીત, હલ્દી કે મહેંદી ફંક્શન માટે પહેરવા ઈચ્છો છો તો વેલ્વેટ કે સિલ્ક ફ્રેબ્રિક જ પસંદ કરો.