• Gujarati News
  • Lifestyle
  • Even At The Age Of 44, He Looks Like A 21 year old Girl, Eager To Go On A Double Date With His Daughter

અમેરિકા:44 વર્ષની ઉંમરમાં પણ 21 વર્ષની યુવતી જેવી દેખાય છે, દીકરી સાથે ડબલ ડેટ પર જવાનો ચસકો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
44 વર્ષની માતા પોતાની 21 વર્ષની દીકરી સાથે ક્યાંક જાય છે ત્યારે લોકો તેને એકબીજાને બહેન સમજી લે છે. તેઓ બંને ડબલ ડેટ પર પણ જાય છે. - Divya Bhaskar
44 વર્ષની માતા પોતાની 21 વર્ષની દીકરી સાથે ક્યાંક જાય છે ત્યારે લોકો તેને એકબીજાને બહેન સમજી લે છે. તેઓ બંને ડબલ ડેટ પર પણ જાય છે.
  • જોલીન તેની સુંદરતાનો ફાયદો ઉઠાવીને તેની પુત્રી સાથે ડેટ પર જાય છે

અત્યારે 44 વર્ષની એક માતા સમગ્ર દુનિયામાં ચર્ચાનું કારણ બની છે. આ માતા પોતાની સુંદરતાથી લોકોને આકર્ષણ કરી રહી છે. ખાસ વાત એ છે કે સુંદરતામાં આ માતા પોતાની 21 વર્ષની દીકરીને પણ માત આપી રહી છે. લોકો તેને જોઈને કોઈ તેને દીકરીની ‘માતા’ નથી માનતા, પણ બધા તેને દીકરીની ‘બહેન’ માને છે.

44 વર્ષની ઉંમરમાં પણ હોટ લાગે છે
અમેરિકામાં રહેતી જોલીન ડિયાઝે પોતાની જાતને એવી રીતે મેન્ટેન રાખી છે કે આ મા-દીકરીની જોડીને જોઈને લોકો મોટિવેશન લઈ રહ્યા છે. 44 વર્ષની જોલીનને જોઈને એવું લાગે છે તેના માટે ઉંમર માત્ર એક નંબર છે. જ્યારે આ 44 વર્ષની માતા પોતાની 21 વર્ષની દીકરી સાથે ક્યાંક જાય છે ત્યારે લોકો તેને એકબીજાને બહેન સમજી લે છે.

માતા-દીકરી સાથે ડેટ પર જાય છે
જોલીન જણાવે છે કે જ્યારે બંને સાથે હોય છે, ત્યારે કોઈ જાણી શકતું નથી કે માતા કોણ છે અને દીકરી કોણ છે.સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જોલીન તેની સુંદરતાનો ફાયદો ઉઠાવીને તેની પુત્રી સાથે ડેટ પર જાય છે.આ દરમિયાન તેને તેની નાની ઉંમરના છોકરાઓ તરફથી ઘણા પ્રપોઝલ આવે છે. જોલીન જણાવે છે કે જ્યારે કોઈ નાની ઉંમરનો યુવાન રિક્વેસ્ટ મોકલે છે તો મજા આવે છે.

નાની ઉંમરના યુવાનો પસંદ નથી
જો કે, જોલીન નાની ઉંમરના યુવાનો પસંદ નથી કરતી અને તે એ લોકોની સાથે ડેટ પર જવા નથી માગતી. જોલીન જણાવે છે કે, જ્યારે પણ તેને ડેટ પર જવાનું થાય છે ત્યારે તે હંમેશા તેની દીકરીને પસંદ કરે છે અને તેની સાથે જ જાય છે. ક્યારેક તેઓ બંને ડબલ ડેટ પર પણ જાય છે. ત્યારે બંને માતા-દીકરી પોતાના પાર્ટનર્સની સાથે એન્જોય કરે છે. જોલીન જણાવે છે કે તેને ઓછી ઉંમરના યુવાનોમાં રસ નથી કારણ કે તેને ટોયબોય નથી જોઈતા.

14 વર્ષ પહેલા પતિથી અલગ થઈ ગઈ હતી
જોલીનના જણાવ્યા પ્રમાણે, ઘણી છોકરીઓ તેની પાસેથી સુંદરતાની સલાહ લે છે. ઘણી વખત તેની દીકરી પણ તેની સલાહ લે છે. જોલીન 14 વર્ષ પહેલા પોતાના પતિથી અલગ થઈ ચૂકી છે. તે સમયે તેની દીકરીની ઉંમર માત્ર 10 વર્ષની હતી. ત્યારબાદથી તે સિંગલ જ છે. જોલીનની પ્રફાઈલ ડેટિંગ સાઈટ્સ પર પણ છે. ત્યાં તેની ઉંમર તેમજ લુક્સને લઈને છોકરાઓ પણ કનફ્યુઝ થઈ જાય છે. જોલીનના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 5 લાખ 68 હજાર કરતા વધુ ફોલોઅર્સ છે.