• Gujarati News
  • Lifestyle
  • Even At 55, Looking 35 Years Old, Cudet Powell Told Skin Care Secret, 'I Haven't Been Out In The Sun In 31 Years.'

ક્વીન ઓફ ક્લિયર સ્કિન:55 વર્ષની ઉંમરે પણ 35 વર્ષની લાગે છે, ક્યુડેટ પોવેલે સ્કિન કેરનું સીક્રેટ કહ્યું, ‘હું છેલ્લા 31 વર્ષથી તડકામાં બહાર ગઈ નથી’

3 મહિનો પહેલા
સ્કિનને યંગ રાખવા બેબી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે
  • ક્યુડેટ પોવેલને કોઈ કામથી બહાર જવાનું થાય તો છત્રી લઈને જ જાય છે

જ્યોર્જિયાની રહેવાસી 55 વર્ષીય ક્યુડેટ પોવેલને જોઈને તેની સાચી ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. ક્યુડેટ એક નર્સ છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાના ધર્મ સંબંધિત જાણકારી શેર કરે છે. એકવાર તેણે પોતાની સુંદર સ્કિન વિશેનું સીક્રેટ કહ્યું તે દિવસથી તેના ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ. હાલ તેના 37 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. ક્યુડેટ 55 વર્ષની છે પણ તેની ઉંમર 35 વર્ષ હોય તેવું લાગે છે.

વર્ષ 1990થી ક્યુડેટે સૂર્યપ્રકાશથી અંતર જાળવ્યું
જ્યારે ક્યુડેટના ફોલોઅર્સ તેની સુંદર સ્કિનના વખાણ કરે ત્યારે ખૂબ ખુશ થાય છે. અનેક લોકો ક્યુડેટ જેવી સ્કિન માટે તેનું રૂટીન પૂછે છે. હાલમાં જ તેણે પોતાનું સીક્રેટ જાહેર કરતા કહ્યું કે, હું ક્યારેય તડકામાં બહાર જતી નથી. મારી સ્કિન પર રિન્ક્લ્સ પણ ઓછા છે. છેલ્લા 31 વર્ષમાં હું ક્યારેય તડકામાં બહાર ગઈ જ નથી. જો મારે કોઈ કામથી બહાર જવાનું થાય તો છત્રી લઈને જ જઉં છું. વર્ષ 1990થી ક્યુડેટે સૂર્યપ્રકાશથી અંતર બનાવી લીધું છે.

‘બેબી પ્રોડક્ટનો ઉપયોગ કરીને સ્કિનને યંગ અને સુંદર બનાવી શકાય છે’
વધુમાં ક્યુડેટે કહ્યું, હું કોઈ પણ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી નથી, તેનાથી સ્કિનને નુકસાન થાય છે. હું દિવસમાં એકવાર ચહેરો ધોવું છું અને ઓટમીલ બોડી વોશ તથા શેમ્પૂ વાપરું છું. ક્યુડેટ પોતાના અનુભવ પરથી માને છે કે, બેબી પ્રોડક્ટનો ઉપયોગ કરીને સ્કિનને યંગ અને સુંદર બનાવી શકાય છે.

ક્યુડેટની સ્કિન જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરવાનું થાકતા નથી. ઘણા યુઝર્સે તો તેની જેમ તડકામાં બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે તો ઘણાએ બેબી પ્રોડક્ટ વાપરવાનું શરુ કર્યું છે. ક્યુડેટ યુઝર્સના દરેક પ્રશ્નોનો જવાબ સોશિયલ મીડિયા પર આપે છે.

અન્ય સમાચારો પણ છે...