• Gujarati News
  • Lifestyle
  • Estonia's Merle Swam 30 Km In 9 Hours Without Moving Arms And Legs, Holds World Record, Swims With The Help Of Minifin To Spread Awareness About Plastic

પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ:યુરોપની સ્વિમરે હાથનો ઉપયોગ કર્યા વગર 9 કલાકમાં 30 કિમી તરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પ્લાસ્ટિક પ્રત્યે જાગૃતતા ફેલાવવા મોનોફિનથી સ્વિમિંગ કર્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મર્લીએ પગમાં મોનોફિન પહેર્યું છે - Divya Bhaskar
મર્લીએ પગમાં મોનોફિન પહેર્યું છે
  • મર્લીએ મિયામી બીચમાં સ્વિમિંગ કરીને રેકોર્ડ બનાવ્યો
  • વર્ષ 2016માં ઓલિમ્પિક દરમિયાન દરિયામાં કચરો જોયા પછી મર્લીએ ‘પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ’ માટે કામ કરવાનું શરુ કર્યું

યુરોપમાં આવેલા એસ્ટોનિયા દેશમાં રહેતી સ્વિમર, મોડલ અને એક્વાપ્રિન્યોરની ટ્રેનરે 30મા જન્મદિવસે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મર્લી લિવેન્ડ ઘણા વર્ષોથી પ્લાસ્ટિક ફ્રી વર્લ્ડ માટે સોશિયલ વર્ક કરી રહી છે. તેણે 9 કલાક 19 મિનિટમાં 30 કિમી સુધી હાથ હલાવ્યા વગર તરીને વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. મર્લીએ મિયામી બીચમાં મોનોફિનની મદદથી સ્વિમિંગ કર્યું હતું.

પ્લાસ્ટિક લાઈફને લીધે મરીન લાઈફ જોખમમાં છે
મર્લીએ કહ્યું, ‘બીચ પણ આપણે સૌએ કચરાનો ખડકલો કર્યો છે આ બધો કચરો સાફ કરવાની જરૂર છે. દરિયામાં રહેતી જીવ સૃષ્ટિ આપણા પ્લાસ્ટિકના કચરામાં ફસાય જાય છે અને ઘણીવાર મોતને પણ ભેટે છે. દરિયામાં વધતા જતા પ્લાસ્ટિકના પ્રદૂષણ વિશે આખી દુનિયાએ વિચારવાની જરૂર છે. દિવસેને દિવસે મરીન લાઈફ પર જોખમ વધી રહ્યું છે.’

મર્લીને રેકોર્ડ બનાવવની પ્રેરણા ક્યાંથી મળી?
મર્લી વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે બ્રાઝિલ ગઈ હતી. ત્યારે તેણે સ્વિમિંગ દરમિયાન દરિયામાં પુષ્કળ પ્લાસ્ટિકનો કચરો જોયો. તેમાં અમુક કાચબા સહિત સમુદ્ર જીવ ફસાયેલા હતા. તે સમયે જ મર્લીએ મનમાં ગાંઠવાળી લીધી કે, પ્લાસ્ટિક પોલ્યુશન બાબતે દુનિયાનું ધ્યાન ખેંચશે. આ જ કારણે મર્લીએ મોનોફિનની મદદથી રેકોર્ડ બનાવવાની તૈયારી શરુ કરી. રેકોર્ડ બનાવ્યો તે દિવસે તેણે પ્લાસ્ટિકમાંથી બનેલી કોઈ વસ્તુ પહેરી નહોતી.

હાથ સ્થિર રાખીને 30 કિમી અંતર કાપ્યું
હાથનો ઉપયોગ કર્યા વગર સ્વિમિંગ કરવું સરળ નહોતું પણ મર્લીએ હાર ના માની. સામાન્ય રીતે પાણીમાં આગળ વધવા માટે હાથ અને પગનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, પણ મર્લીએ તેના હાથ સ્થિર રાખ્યા અને પગમાં મોનોફિન પહેર્યું હતું. મજબૂત મનોબળ રાખીને મર્લી આગળ વધતી ગઈ અને તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો. આની પહેલાં પણ મર્લીએ અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે.

17 એપ્રિલનો દિવસ ‘મર્લી લિવેન્ડ’ તરીકે ઉજવાશે
મર્લી નાની હતી ત્યારે તેના ફેફસાં સરખા કામ કરતા નહોતા. મર્લી વારંવાર બીમાર પડી જતી હતી. નાની ઉંમરે પણ તેણે સ્વિમિંગ કરવાનું શરુ કર્યું અને સમય જતા તેનું આ પેશન પ્રોફેશન બની ગયું. મર્લીએ કહ્યું, પાણી તમને યોગ્ય અને સ્ટ્રોંગ વ્યક્તિ બનાવે છે. આપણે સૌ 9 મહિના માતાના ગર્ભમાં પાણીમાં રહીએ છીએ. વોટર અને વોટર થેરપી આપણને અનેક રીતે ઉપયોગી છે. દરિયામાં રહેતી મરીન લાઈફ અને પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે લડી રહેલી મર્લીએ રેકોર્ડ બનાવ્યા પછી મિયામીના મેયરે 17 એપ્રિલનો દિવસ ‘મર્લી લિવેન્ડ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...