વીકેન્ડ બ્યુટી પ્લાન:ઈઝી હોમમેડ ટિપ્સથી ગણતરીની મિનિટોમાં ચહેરા પર ગ્લો આવશે, ઘરે ટ્રાય કરો આ ટિપ્સ

શાલિની પાંડે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કિન ટાઈપ પ્રમાણે હોમ રેમેડી પસંદ કરો

શું તમારી સુંદર સ્કિન પર ટેન થઈ ગયા છે? તમારા વાળ શુષ્ક થઈ ગયા છે? રોજ દિવસના કામ, ઓફિસનું પ્રેશર મેનેજ કરવામાં તમે પોતાનું ધ્યાન નથી રાખી શકતા ? તો ટેંશન નોટ.. આજે અમે તમને ચહેરાની ચમક પરત લાવવા સિમ્પલ બ્યુટી ટિપ્સ જણાવી રહ્યા છીએ..જે તમને હંમેશાં બ્યુટીફુલ રાખશે.

ઓઈલી સ્કિન પર મસૂરની દાળ અસરકારક
સૌપ્રથમ તમારી સ્કિન ટાઈપને ઓળખો. જો સ્કિન ડ્રાય હોય તો, દૂધના ઉપયોગથી તમારી સ્કિન માત્ર હાઈડ્રેટ જ નહીં પણ મોશ્ચ્રરાઈઝ પણ થશે. ઓઈલી સ્કિન પર કણીદાર દળેલી મસૂરની દાળથી સ્ક્રબ ​​​​​​​કરવાથી બ્લેકહેડ્સથી છૂટકારો મળશે. સાથે જ તે તમારા સ્કિન પોર્સ ક્લીન કરીને તેને ફ્રેશ અને એક્ને ફ્રી બનાવશે.

ફેસપેક કે ચહેરો ક્લિન કરવા માટે પાણીની જગ્યાએ ફળો જેમ કે સંતરા કે ખીરા કાકડીનું જ્યૂસ તમારી સ્કિન પર જાદુની જેમ કામ કરશે.

ઈંડાંના હેરપેક પછી કન્ડિશનરની જરૂર નહીં પડે
​​​​​​​ઈંડાં પ્રોટીનનો રિચ સોર્સ છે. તેનો ઉપયોગ માત્ર ભોજનમાં જ નહીં પણ ફેસપેક તરીકે પણ કરી શકાય છે. ન્યૂટી એક્સપર્ટ અંજુ પાલે કહ્યું કે, સ્કિન પર એગ વ્હાઇટ લગાવો, તેનાથી સનબર્ન દૂર કરવામાં મદદ મળશે. વાળ માટે ઈંડાંમાં સફેદીની સાથે નારિયેળ તેલના અમુક ટીપા મિક્સ કરીને લગાવશો તો કન્ડિશનરની જરૂર નહીં પડે અને હેર ફોલ પણ નહીં થાય.

ચહેરા પર છાલ સાથે ટમેટું લગાવો
​​​​​​​ક્લીનઝિંગ, સ્ક્રબિંગ અને ટોનિંગની મદદથી તમે સ્કિન સુંદર અને ચોખ્ખી રાખી શકો છો. પણ જો આ વધી વસ્તુઓ માટે સમય ના હોય તો તમે ટમેટાને છાલ સાથે ચહેરા પર લગાવો. થોડા સમય માટે મસાજ કરો. સૂકાઈ જાય એટલે ધોઈ લો. બે જ મિનિટમાં ક્લીનઝિંગ, સ્ક્રબિંગ માસ્ક અને મોશ્ચ્રરાઈઝિંગનો ગ્લો તમારા ચહેરા પર દેખાશે.