• Gujarati News
  • Lifestyle
  • Engagement In This Company Get A Salary Increase After Marriage, Find A Partner For Single People

વાહ કંપની હોય તો આવી:આ કંપનીમાં સગાઈ- લગ્ન કર્યા બાદ મળે છે પગારનો વધારો, તો સિંગલ લોકો માટે શોધી આપે છે જીવનસાથી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સહિત દુનિયાભરમાં કોઈ નવી કંપનીમાં સારું પેકેજ મળે તો કર્મચારીઓ રાજીનામાં આપી દેતા હોય છે. પરંતુ એક કંપની એવી છે જે તેમનાં વફાદાર કર્મચારીઓ બીજી કોઈ કંપનીમાં ના જાય તે માટે અલગ જ પગલાં ભરે છે. તમિલનાડુના મદુરાઈમાં કાર્યરત એક આઇટી કંપનીએ તેના કર્મચારીઓ બીજી કંપનીમાં ના જાય તે માટે લાઈફ પાર્ટનર શોધવાનું કામ શરૂ કર્યું છે. અપરિણીત લોકો માટે વર-કન્યા શોધવાની સાથે કંપની તેમના ઘરને વસાવવાની જવાબદારી પણ ઉપાડી લીધી છે.

કંપની કર્મચારીઓના લગ્ન બાદ સ્પેશિયલ પગાર વધારો પણ આપે છે. પાંચ વર્ષ સુધી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને 40% પગાર વધારો આપ્યો છે. આ સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને દર 6 મહિનામાં 6 થી 7% સેલેરી વધારે છે. કંપની માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલા વફાદાર કર્મચારીઓને રોકવા માટે આ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શ્રી મૂકામ્બિકા ઈન્ફોસોલ્યુશન્સ (SMI) કંપનીના CEO સેલવગણેશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમનાં કર્મચારીઓ બીજી કોઈ કંપનીમાં ના જાય તે માટે કર્મચારીઓ સાથે પારિવારિક સંબંધ પણ રાખવા ઈચ્છે છે. તેથી કર્મચારીઓનું પ્રોફેશનલ લેવલ વધાર્યા બાદ તેમણે વિચાર્યું કે આપણે તેમની અન્ય સમસ્યાઓ વિશે પણ વિચારવું જોઈએ.

કંપનીના સીઈઓ
કંપનીના સીઈઓ

મદુરાઈ જેવા શહેરમાં કામ કરવા માટે પ્રતિભાશાળી લોકોને શોધવા, નોકરી પર રાખવા અને તેમની પાસે કામ કરાવવું ખૂબ જ મુશ્કેલ હતું. ગામડામાંથી આવતા ઘણા કર્મચારીઓને પોતાના માટે જીવનસાથીની પસંદગી કરવી ખુબ જ મુશ્કેલ હતી. એટલા માટે કંપનીએ મેચ મેકિંગ સર્વિસ શરૂ કરી છે. આ રીતે કંપની આઉટ ઓફ ધ બોક્સ વિચાર સાથે વિશ્વ સમક્ષ આવે છે. કંપનીને વધુમાં જણાવ્યું હતું કે, અપરિણીત કર્મચારીઓ માટે જીવનસાથી શોધવાની સાથે તેમના માટે ફ્રી રિંગ સેરેમનીની પણ વ્યવસ્થા કરે છે.

જીવનની નવી શરૂઆત કરતાં જ પગારમાં થાય છે વધારો
કંપનીના સીઈઓ જણાવે છે કે, લોકો તેમના પરિવાર અને માતા-પિતાને છોડીને દૂરના ગામડાઓમાંથી કામ કરવા આવે છે. આવી સ્થિતિમાં માતાપિતાને દીકરી કે દીકરા માટે જીવનસાથીની પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. તેથી જ કંપની એલાયન્સ મેકર્સ નેટવર્ક દ્વારા તેમના માટે વર અને કન્યા શોધવામાં મદદ કરે છે. લગ્ન સમયે તમામ કર્મચારીઓ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપવા જાય છે. લગ્ન પછી કર્મચારીનોની જવાબદારી વધી જતા પગાર પણ વધી જાય છે.

દર વર્ષે 100 કરોડની કમાણી કરે છે કંપની
વર્ષ 2006માં શિવકાશીમાં ગ્લોબલ ટેક્નોલોજી સોલ્યુશન પ્રોવાઈડર કંપની શ્રી મૂકામ્બિકા ઈન્ફોસોલ્યુશન્સ (SMI)ની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2010માં કંપનીએ તેની મદુરાઈ શાખાને તેનો આધાર બનાવ્યો હતો. આ નવી સેવા પણ માત્ર મદુરાઈ શાખા માટે શરૂ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા સુધી છે. આ કંપનીમાં લગભગ 750 કર્મચારીઓ કામ કરે છે.

સીઈઓને મોટા ભાઈ માને છે કર્મચારીઓ
કંપનીના સીઈઓ સેલ્વાગણેશ જણાવે છે કે, તેઓ હંમેશા પોતાના કર્મચારીઓને ખાસ ઓફર આપવામાં માને છે. તે કહે છે કે શરૂઆતમાં તેને કંપની માટે કર્મચારીઓ શોધવામાં ઘણી મુશ્કેલી પડી હતી, કારણ કે લોકો સ્ટાર્ટઅપ સાથે શરૂઆત કરવા માંગતા ન હતા, જ્યારે મદુરાઈ જેવા શહેરમાં સ્થાયી થવા માટે તૈયાર ન હતા. પરંતુ ધીમે ધીમે તેણે તેના કર્મચારીઓ સાથે પરિવારના સભ્યો જેવા સંબંધો બાંધવા લાગ્યા હતા. આજે તેમની કંપનીના કર્મચારીઓ તેમને પોતાના મોટા ભાઈ માને છે.

લગ્ન બાદ ઘણી મહિલાઓ જોબ છોડી દે
કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે, મહિલાઓ નોકરીમાંથી સૌથી વધુ બ્રેક લે છે. મોટાભાગની છોકરીઓ લગ્ન પછી નોકરી છોડી દે છે. તે જ સમયે, ઘણી વખત લોકો લાંબા સમય સુધી નોકરીમાં રહે છે. જો આવા કર્મચારીઓ પણ નોકરી છોડવાની વાત કરે તો અમે તેમની સાથે વાત કરીએ છીએ, જો તેમને પૈસા કે સમયની જરૂર હોય તો પણ અમે તેમની સાથે વાત કરીએ છીએ.

આ કંપનીઓ પોતાના કર્મચારીઓને રોકવા માટેનું આ છે ખાસ કામ
કાર વેચનારી CarMax અમેરિકન કંપનીએ વર્ષ 2008માં મંદી દરમિયાન આ પ્રકારનું પગલું ભરીને બધાને ચોંકાવી દીધા હતા. તે સમયે જ્યારે કંપનીઓ પૈસા બચાવવા માટે કર્મચારીઓને કાઢી મૂકતી હતી ત્યારે તેઓ તેમની સેવાઓમાં ઘટાડો કરી રહી હતી. તે સમયે આ કંપની તેના કર્મચારીઓના ફાયદા માટે ખર્ચ કરતી હતી. જેનું પરિણામ એ આવ્યું કે, કંપનીના વેચાણમાં 116%નો વધારો થયો છે.

એક અમેરિકન ચાર્લ્સ શ્વાબ ફાઇનાન્સ કંપની છે જે તેના ગ્રાહકોને બ્રોકરેજ અને રોકાણ માટેની યોજનાઓ જણાવે છે અને તેમને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નાણાકીય યોજના આપે છે. પરંતુ આ કંપનીની ખાસ વાત એ છે કે તે માત્ર તેના ગ્રાહકો માટે જ નહીં પરંતુ તેના તમામ કર્મચારીઓ માટે પણ આ જ કામ કરે છે.

હયાત હોસ્પિટાલિટી કંપનીની હયાત હોટેલો વિશ્વભરમાં જાણીતી છે. આ કંપનીમાં કર્મચારીઓ 10-12 વર્ષથી વધુ કામ કરે છે. કારણ એ છે કે અહીં દરેક કર્મચારીના કામને સપોર્ટ કરવામાં આવે છે, સાથે જ કંપની પોતાના કર્મચારીઓની કોઈપણ સમસ્યાનું સમાધાન કરી આપે છે. સામાજિક કાર્ય માટે ક્યાં અને કેવી રીતે યોગદાન આપવું તે અંગેનો નિર્ણય પણ કર્મચારીઓને પૂછીને લેવામાં આવે છે.