• Home
  • Lifestyle
  • Encourage children to play exercises and indoor games to keep them from the unwanted stresses of lockdown.

પરેન્ટિંગ / બાળકોને લોકડાઉનના અનિચ્છનીય તણાવથી દૂર રાખવા તેમને એક્સર્સાઈઝ અને ઇન્ડોર રમતો રમવા માટે પ્રોત્સાહિત કરો

Encourage children to play exercises and indoor games to keep them from the unwanted stresses of lockdown.
X
Encourage children to play exercises and indoor games to keep them from the unwanted stresses of lockdown.

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 04:48 PM IST

જે રીતે આપણે લોકડાઉન હેન્ડલ કરવા માટે તૈયાર નહોતા. એવી રીતે બાળકો પણ તૈયાર ન હતા. તેમની સ્કૂલો બંધ, બહાર રમવાનું બંધ થઈ ગયું, કોઈ રિયલ લાઈફ મિત્ર ન હોવાને કારણે બાળકો તણાવમાં આવી ગયા છે. માતાપિતા તરીકે, બાળકોને આવા અનિચ્છનીય તણાવ દૂર કરવા અને સામાન્ય જીવન જીવવા માટે ગાઇડ કરવાનું કામ મુશ્કેલ થઈ ગયું છે. ખાસકરીને ત્યારે જ્યારે બાળકો મિડલ અથવા પ્રાઈમરી સ્કૂલમાં ભણતા હોય.  આ તે જ ઉંમર છે જ્યારે આપણે તેમને જિંદગી જીવન માટે તૈયાર કરીએ છીએ.તો હવે સવાલ એ ઉઠે છે કે માતા-પિતા તરીકે આવી સ્થિતિમાં તેમની મદદ કેવી રીતે કરવી. આ વિશે નિષ્ણાતોએ અમુક ખાસ બાબતો જણાવી છે,  જેથી બાળકો સક્રિય રહી શકે છે. 


ડિવાઈસ અંતર
આપણી જેમ બાળકો પણ તણાવ અનુભવ કરી રહ્યા હશે અને તેમના ડિજિટલ ગેજેટ્સમાં વ્યસ્ત હશે. તેઓ પહેલાની સરખામણીએ વધારે ઓનલાઈન હશે. અત્યારની સ્થિતિમાં ઘણી વસ્તુઓ એવી છે જે સામાન્ય દિવસની સરખામણીમાં અનિયંત્રિત છે, પરંતુ તેમ છતાં અમુક બાબતો અત્યારે પણ નિયંત્રણમાં રાખી શકાય છે. આપણે તે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે બાળકો સારી ઊંઘ લે. તેના માટે બેડરૂમમાં કોઈ ડિવાઈસ અથવા ગેજેટ ન હોવું જોઈએ. તે ઉપરાંત આપણે બાળકોને સારું ખાવાનું અને એક્સર્સાઈઝ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. 

બાળકોની સાથે વાત કરવી

આપણે બાળકોની લાગણીઓને માન આપવું અને તેનો સ્વીકાર કરવો જોઈએ. થઈ શકે છે કે, અમુક કિસ્સામાં તેઓ સાચા ન હોય પરંતુ સામાવ્ય રીતે આપણે માતા-પિતા બાળકોની લાગણીઓને સમજી શકતા નથી. તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા અને લોકો સાથે વ્યક્તિગત રૂપે વાત કરવાના ફાયદાઓ વિશે કહો.

ઈન્ડોર ગેમ
માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવા માટે બાળકોને ઓનલાઈન ગેમ રમવા અથના નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વગેરે પર પસંગીની સીરિઝ જોવાની જગ્યાએ કેટલીક ઇન્ડોર રમતો રમવા માટે પ્રોત્સાહિત કરો.. જેમ કે, ચેઝ, કેરમ, લુડો વગેરે.


શોખ
બાળકોને સારા શોખ વિકસાવવામાં સહાય કરો. જેમ કે, વાંચવા, બગીચામાં ફૂલ-છોડને પાણી આપવું, રસોઈ, સારી પુસ્તકો, અને નવલકથાઓ વાંચવાથી તેમનું જ્ઞાન પણ વધશે અને તેઓ સારા વ્યક્તિ બની શકશે. જો કે, બીજા શોક પણ અભ્યાસ જેટલાં જ જરૂરી છે. તે તેમના રસ પર આધારિત હોય છે. શોખ જે પણ હોય, માતા-પિતાએ તેને વિકસિત કરવામાં મદદ કરવી જોઈએ. 


શિસ્ત દિનચર્યાઓ
આપણે બાળકોને શિસ્તબદ્ધ અને લક્ષ્ય આધારિત જીવન અપનાવામાં મદદ કરવી જોઈએ. બાળકોને સારા સ્વાસ્થ્ય, જ્ઞાન અને સામાજિક જવાબદારીના મહત્ત્વ વિશે ખબર હોવી જોઈએ. આ બધું ત્યારે જ હાસિલ થઈ શકે છે જ્યારે તેઓ શિસ્તનું પાલન કરતા હોય અને તેમનું ધ્યાન કેન્દ્રિત હોય.


માનસિક તૈયારી
કોવિડ-19 બીમારીના કારણથી થયેલ લોકડાઉન બાદ 15 વર્ષથી ઓછી ઉંમરના ઘણા બાળકો, તેઓ હવે તણાવમાં છે કેમ કે, તેમની દરરોજની આદતો અને દિનચર્યામાં ઘણો ફેરફાર થયો છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં માતા-પિતા તરીકે આપણે બાળકોની મનોસ્થિતિ સમજવી  અને ભવિષ્યમાં પડકારને ધ્યાનમાં રાખતા તેમને સકારાત્મક દિશા આપવી પડશે. 


આપણે તેમને ખાતરી આપવી પડશે કે આવી સમસ્યાઓ ભવિષ્યમાં પણ આવી શકે છે અને  તેઓએ સકારાત્મક વલણ સાથે તેનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. માતાપિતાએ હવે બાળકોને મન પર બિનજરૂરી બોજ કે તણાવ ન લેવાનું કહેવું જરૂરી બન્યું છે કારણ કે તેનાથી તેમની ઊંઘ, ખાવાની આદત પર અસર થઈ શકે છે અને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં આપણે તેમની સાથે વાત કરવા માટે અને રમવા માટે વધુને વધુ સમય આપવો પડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી